Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 131
________________ સૈનક મહેલની રાજખટપટ બેગમ સાહિબા! પ્રથમ કાગળ, પછી બીજી વાત.” ખયરુત્તિસા તેનું હૃદય વાંચી શકી; તેના ચેહેરાપરથી તેને ભાવ સમજી શકી. સ્ત્રીએમાં અમુક પ્રેરણા બુદ્ધિ હોય છે, અને ઘણી વાર તેએ માણસના મનની પરીક્ષા સ્પષ્ટ કરી શકે છે. ખયન્નિસા તાડી ગઈ કે, ઇકામુદ્દૌલા તેને ચાહાતા નથી, પરંતુ ધિક્કારે છે. જે તે વખતે તેના હાથમાં કટાર હાત તે તેણે ઇકામુદ્દૌલાનું ખૂન કર્યું હાત. એકાએક તેના દિલમાં ઈકામુદ્દૌલા પ્રતિ જૂના પ્રેમને આવેગ દાખેલા ફુવારાની માફક બમણા વેગથી ઉછળી આવ્યા. ઈંક્રામ્મુદૌલાએ તેના પ્રતિકાર કર્યો, તેને તરણેાડી નાંખ્યા; તે તેના પ્રેમના દર્શનથી પેાતાની મુદ્દાની વાત ભૂલ્યા નહિ. તેણે બાજુના ખડકને ભુજપાશમાં ખાં હેત તેા તે ખડક કદાચ દ્રવ્યા હાત, પણ ઇંક્રામુદ્દોલાનું હૃદય દ્રવ્યું નહિ. તે ખડકની મા અડગ ઉભો રહ્યો. ખયન્નિસાના ધિક્કાર અને ધૃણાનાં મેાન તેનાપર વિફળ આધાત કરવા લાગ્યાં. ૧૨૪ 16 તું મારા પ્રેમની આવી કદર કરે છે, નહિ વાર ?” રાષકમ્પિત સ્વરે ખયરુત્તિસા ખાલી; “એ શયતાન ! તું ન સમજીશ કે હું નથી સમજતી. હું જાણે છે કે, હું કાણુ છું ? હું કાળી નાગણુ છું, અને તારા પ્રાણ લઇશ. પુત્ર ! આપને પત્ર જોઇએ છે? હવે તે પત્ર મળવાની આશા રાખવી, એ ફેકટ છે. આ ખયનિસા તે પત્ર સાથે લાવે એવી ભાળી નથી. તે તે વરંગુલમાં સહીસલામત છે, અને તે પત્રને ઉપયેગ કેમ કરવા, તે મને કાઇને શિખવવું પડે એમ નથી. હું મરજીમાં આવશે તે ઉપયોગ તેનેા કરીશ. હું મલેક સુખારકને પગે પડીશ. હું જાણું છું કે તે મને ચાહાતા હતા અને હજી પણ ચાહાય છે. તે શયતાને ખાલા દિલશાદે મારા પ્રેમ ચેરી લીધા હતા, પણ તેનું પણ હવે આવી બન્યું છે. તે આપની સાથે નાસી નીકળી ત્યારથી જ તેનું નસીબ તે કુટી ગયું. હવે ફરી મલેક સુખારક તેને સંધરશે ખરા? નહિ, કર્દિ નહિ. અને જ્યાં સુધી આ જીવમાં જીવ છે, ત્યાં સુધી હું તેમ થવા દઇશ નહિ. એ કાગળના લાભ તા હું જ ભેાગવીરા, ખબર છે? જ્યારે આપ જન્નતીન થશે., જ્યારે દિલશાદને તલાકનામું મળશે; જ્યારે સુલ્તાન કુલિખાંનું માથું વિશ્વાસધાતકી તરીકે હાથીના પગ તળે છુંદાશે, ત્યારે મલેક સુખારક વરંગુલની હાકેમગીરી કરશે, અને હું તેની બેગમ ખની હકુમત ચલાવીશ. આહ ! એક વખત એવા પણ હતેા કે હું આપના એક મીઠા ખેાલને માટે તરસતી હતી; હું મારી જીંૠગી આપને અર્પણ કરવા તૈયાર હતી; હું આપની તાખેદારી ઉઠાવવા મંજૂર હતી, અને આપને આ મનમંદિરના એક્લા માલેક બનાવવા એક પગે તૈયાર હતી. આપને કયદમાંથી છેડાવવા મેં ખટપટ કરી, આપને નાસી જવાનાં સાધન તૈયાર રાખ્યાં, અને આ સર્વને ખદલે આ! આવા તિરસ્કાર કરી મારી લાગણીને આપ પગ તળે છૂંદી નાખવા માગેા છે, મારા પ્રેમને તરછેાડી નાંખેા છે! ભલે તેમ કરે, પણ આપ જાણેા છે કે, રમણીને પ્રેમ તિરસ્કારમાં પરિણીત થાય છે ત્યારે તેનું શું પરિણામ આવે છે? આપને માટે મારા દિલમાં હવે પ્રેમને બદલે વેર વ્યાપ્યું છે, અને એ વેર કેમ વાળીશ તે જોજો. જ્યારે હજરત સુલ્તાન કુલિખાં આપને શૂળીએ ચઢાવશે, કે મલેક સુખારની છરી આપની છાતીનું લેાહી પીશે, ત્યારે જ એ વેર હાલાશે. ત્યાં સુધી મારા જીવને શાંતિ વળવાની નથી,” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220