Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
કિલ્લામાં
૧૩૭
ફાટી આંખે, ધડતી છાતીએ, ચિત્તભ્રમ થયેલાની માફક ખયરુન્નિસા તેને સામું જોઈ રહી.
કેમ બોલતી નથી?” આવનારે પૂછયું.
“શું બોલું?” જીવવાની આશાને ચિરાગ જે ઝાંખો ઝાંખો ખયરુન્નિસાના દિલમાં બળતું હતું, તે આવનારને જોતાં ગુલ થયું. તે સમજી ગઈ હતી કે, હવે જીવવું ફેકટ છે, જીવવાથી કંઈ લાભ નથી. તેથી તે નિડર સ્વરે બેલી,
“શું બોલું ? એમ કેમ? બેલ, કબુલ કર કે, તું મારી ઓરત હતી કે નહિ?”
હા, હતી. એક જમાનામાં હું તારી ઓરત હતી, પણ મને તારાપર સદાને માટે નફરત હતી.”
“એ નફરતનો ઇતેજામ હમણાં જ બતાવું છું,” ખુર્રમે કહ્યું. ઇ તેજામથી હું ડરતી નથી,” ખયન્નિસા બેલી. “કાફિરા! બેલ, દારા કયાં ગયો ?” આવનારે પૂછયું. “તારા કયાં ગયો, તે હું શું જાણું?” ખયરુન્નિસા બેલી.
“કેમ પાપિછા! મરતી વખત પણ સાચું બોલવાની નથી ? હું' બેલ એને મારી નાંખ્યો, કે શું કર્યું?”
હું શું કામ મારું?” ખયન્નિસા બોલી.
“શું કામ મારું?” આવનારે કહ્યું, “તારે સ્વાર્થ સધાતો હોય તે તું એવાં સે ખૂન કરતાં પાછી ફરે એમ નથી.”
નહિ, મેં એને મારી નાંખ્યો નથી,” ખયરુન્નિસા બોલી ત્યારે શું કર્યું તે બોલની?”
એ મને અહીં વેચી ચા ગયો. પછી શું થયું તે આખી દુનિયા જાણે છે.”
“ઓ બેવફા ! દગાબાજ એરિત ! તું જ્યારે મને છોડી તારા યારની સાથે નાસી આવી, ત્યારે તને ખબર નહિ હોય કે તારું મોત મારે હાથે છે. તું જેની સાથે પ્યાર કરી નાસી આવી, તેની સાથે પણ વફાદારીથી રહી શકી નહિ ! ધમકી આપી, પૈસાની લાલચ દેખાડી તેને હાંકી કાઢયો. એ બદજાત, બદકાર એરત! ફિટકાર હજે તારા નામપર, લ્યાનત હજે તારા માબાપ પર. હવે જે, હું તારા શા હાલ કરું છું તે. તું દારાને છોડી બીજાને ગળે પડી, અને આ દરિયા દિલ ઉમરાવની આબરૂપર પણ પાણી ફેરવ્યું. અહા ! કમજાત ! દોજખમાં પણ તારે માટે સ્થાન નથી. તારા રજરજ જેટલા ટુકડા કરું તેપણું પાપ લાગે એમ નથી.”
મતથી હું ડરતી નથી, ખયરુન્નિસા બોલી, “મત કોને નથી ? જે ઉત્પન્ન થયું છે તે આજ નહિ તે કાલે મરવાનું; જે ખિલ્યું તે ખરવાનું; જે ઉગ્યું તે આથમવાનું, એ દુનિયાને નિયમ છે. આજ ચઢતી તે કાલ પડતી, એમાં શું છે?'
“શું તું મોતથી ડરતી નથી? જે, જે, મોત કેમ આવે છે તે જે. જે, લેહીના તરસ્યા વ તારું લેહી કેમ પીએ છે તે જે.”
એટલું કહી તેણે ખયરુન્નિસાને ઉચકી બહાર ફેંકી. ખયરુન્નિસા નીચે પડી પણ સદભાગ્યે એક જણના શરીર પર પડી તેથી તેને ઝાઝી ઈજા થઈ નહિ, પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com