Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૩૮
રોનક મહેલની રાજખટપટ
એક આદમી તેનાપર તલ, અને તેના વાળ પકડ્યા. બીજાએ તેના શરીર પર વહાર કર્યો. એટલામાં એક સનિકે ત્યાં આવી જેરથી ફટકો માર્યો, તે વિહાર કરનારને હાથ શરીરથી છુ પડી ગયું. ચારપાંચ જણ તેનાપર ધાયા, પણ તે બહાદુર સૈનિક નિડરતાથી લડવા લાગે, તેણે પિતાની તરવારથી બે ત્રણ જણના પ્રાણ લીધા, એટલામાં ત્યાં સિપાઈઓ આવી લાગ્યા.
“મારે, કાઢે દર એ બદમાશોને” સુલ્તાન કલિખાંને અવાજ સંભળાય.
સિપાઈ લૂટારાઓને ઘેરી વળ્યા. તેઓ પણ જીવ પર આવી લઢવા લાગ્યા. ઝાઝી વાર આ લડાઈ ચાલી નહિ. લુટારાઓની કલ થવા માંડી. જે બાકી રહ્યા તે પોતાના સાથીદારેને છોડી નાસવા લાગ્યા. જોતજોતામાં ત્યાં તેમાંનું કેઈ રહ્યું નહિ માત્ર મુડદાંઓને ઢગલે હતો. આણું તરફ ચગાનમાં પણ બહાદુર લુટારાઓની કલ ચાલી હતી. સિપાઈઓ સાથે તેઓ જીવની પરવા વગર લઢતા હતા, પણ તેમની સંખ્યા નાની હોવાથી ઘડી વારમાં તેઓને વંસ થયે હતો.
આ તરફ ઉપરની બાજુએ જેવી ખુમે ખયરુન્નિસાને બારીએથી ફેંકી કે, તરત નાસિરે નીચે નજર કરી એટલામાં એક લુટારાએ તીર કર્યું, ને ખમ તે તીરથી વીંધાઈ ગયે, નાસિરે જોયું કે એક સૈનિક ખયરની વારે દેડે છે. આ સૈનિક તે કોઈ નહિ, પણ આપણે ઈકામુદ્દૌલા હતા. તેણે ખયરુન્નિસાને બારીથી પડતી જોઈ કે, તરત દોટ મૂકી ત્યાં આવ્યું, પણ તે આવ્યા ત્યાર પહેલાં જ ખયરુન્નિસાને કારી જન્મે લાગ્યો હતો.
જેવા લુટાઓ નાઠા કે, તરત ઈકામુદીલાએ પાસે પડેલી ખયરુન્નિસા તરફ જોયું. તે તેના શરીર પર ઘા બાંધવા લાગ્યો. ખયરુન્નિસાએ તેને તેમ કરતાં અટકાવ્યું અને કહ્યું,
“હજરત ! મલમપટાની જરૂર નથી. કદિ આ ઘાથી હું બચીશ, પણ મારા જીગરમાં જે કરી ઘા લાગે છે તે મટવાને નથી. મને ઉગારવાને માટે પ્રયત્ન કર મિથ્યા છે. હા, હા, ચારે ઈમામુદ્દૌલા! હું આપને પાર સમજી શકી નહિ. મેં આપને ઘણું નુકસાન કર્યું છે. હું માફી માગું છું. યા ખુદા, રહમ! રહમ!”
“બાનું!” “કામુદૌલા બોલ્યા, “ગમે તેમ હો, પણ આપે જ મારે કેદમાંથી ટકારે કર્યો હતો. આપે જ મારે માટે નાસી જવાનાં સાધને તૈયાર રાખ્યાં હતાં, અને હું બચવા પામ્યો તે આપના પ્રતાપથી જ. બાને બેગમ ! આપે કઈ પણ ગુન્હો કર્યો નથી, અને કર્યો હોય તે તેની હું ખરા દિલથી માફી આપું છું. પાક પરવરદિગાર, રહિમ આપને માફી બક્ષે.”
ખયરુન્નિસા તેના સામું ટગર ટગર જોઈ રહી. તેની આંખે તમ્મર આવવા લાગ્યા. તેને અંધારું જણાવા લાગ્યું. કામે એક સિપાઈને તેને અંદર લઈ જવા હુકમ કર્યો, અને તે પણ તેની પાછળ અંદર દાખલ થયો.
જેવારે ઈઝામુદ્દોલાએ કિતીને છોડી મૂકી, તે વખતે લૂટારામાંના કેટલાક બીજી કિરતીપર સ્વાર થઈ તેની પૂઠે પડ્યા હતા; પણ સદભાગ્યે તેની સાથેના માણસોમાંના બે જણ નદીમાં કૂદી પડ્યા હતા, જેઓ લૂટારાઓની હેડી ઉંધી વાળવામાં ફતેહમંદ નીવડ્યા હતા, અને એટલામાં સામેથી સુલ્તાન કુલિખાના સિપાઈ આવતા જણાયા હતા. ઈમામુદ્દોલા આમ તે સ્ત્રીઓને અને દિલશાદને લઈ બારણા આગળ આવ્યા
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com