Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
- ૧૩૬
રોનક મહેલની રાજખટપટ
કેણું જાણે શાથી ખયરુન્નિસાના દિલમાં થઈ આવ્યું કે, આજ નક્કી મારું મત છે. ભયથી અને ત્રાસથી તેણે બુમ મારવા પ્રયત્ન કર્યો, પણ જીભ તાળવે એંટી ગઈ હૈયું અટકી ગયું, હેઠ ફફડ્યા, પણ માંથી એક શબ્દ બહાર નીકળી શકે નહિ. તેનું બદન ભયથી થરથર કાંપતું હતું. તેને દેખાવ દયાજનક હતું. તેની અત્યારની સ્થિતિ જોઈ કોઈ પણ પાષાણ હૃદયના માણસનું દિલ પીગળી ગયું હોત, પણ સંગદિલ નાસિરપર તેની લેશ પણ અસર થઈ નહિ. તેણે ઝોડની માફક ખયરુન્નિસાને પકડી અને ઘસડીને બારી આગળ આણી. ક્ષણભર બહાર દષ્ટિ ફેંકી. મુડદાંને ઢગલે બહાર પડ્યો હતો. આણી તરફ બે તોપચી મરેલા પડ્યા હતા.
નીચે લટારાઓએ નાસિરને જે જોતાંની વાર જાણે ભક્ષ હાથમાં આવ્યું હોય તેમ બૂમ મારી. નિમિષભર આ વરના ટેળાપર નજર રેપી, નાસિર નીચેને દેખાવ જોઈ રહ્યો. પછી કંઈક વિચાર મનમાં આવતાં તેણે ખયસિાને ઉભી
“ઓ, જુઓ બા બેગમ! નીચે જુઓ આ લેકે આપના લેહીને માટે તરસી રહ્યા છે. તમારું મોત અહીં છે. આ લોકે તમારી જાન લેશે, જીવતાં નહિ છોડે, સમજ્યા કે?
એટલું કહી તે ખયરુન્નિસાના ચહેરા સામું જોઈ રહ્યો. ખયવિસાની આંખે બંધ હતી; માત્ર તેના શરીરને કમ્પ કહેતું હતું કે, તેનામાં જીવ છે, બાકી તેનામાં ચેતનાશક્તિ છે કે નહિ તે કહેવું અશક્ય હતું.
જે, જે,” ફરીથી નાસિરખાંએ બૂમ મારી. હથિયારના અવાજ સિવાય કિલ્લામાં બીજો અવાજ સંભળાતે નહિ.
ખયરુનિસાએ ધીમેથી આંખ ઉઘાડી નીચે નજર કરી, કેટલાકની નજર તેને તાકી રહી હતી. દરવાજા આગળ સંરક્ષકનાં મુડદાને ઢગલો પડ્યો હતો. પાસે કેટલાક લટાર પણ મુએલા પડ્યા હતા. દૂર ગુપડાં બળતાં હતાં. આ સર્વ ખયરુન્નિસાની નજરે પડ્યું, પણ તેની સાથે તે બીજું પણ જોઈ શકી. તેણે જોયું કે, દૂરથી કઈ સિપાઈઓની ટુકડીઓ આવે છે. જરા પાસે આવતાં તે પંખાની માફક પહોળી થઈ કિલ્લાને ઘેરે એમ લાગે છે. તે ભયચકિત આંખે જોઈ શકી કે આ સુલ્તાન કુલિખાંના સૈનિકે છે.
“સિપાઇઓ!” તેણે આવેશમાં બૂમ મારી “આહ! હજરત સુલતાન કલિખાના સિપાઈઓ આવી પહોંચ્યા.” = “વરંગુલનાં લશ્કરની આખી ટુકડી આવે તો પણ તું આજે બચવાની નથી. જે, તારા શા હાલ થાય છે તે ?” એટલું કહી તે ઝટપટ બહાર નીકળે, બાર
ને કડી મારી અને એક માણસને સાથે લઈ પાછો ફર્યો. હળવેથી દરવાજે ઉઘાડી અંદર દાખલ થયે. ખયરુન્નિસા સમજી કે, કોઈ બીજું માણસ સાથે આવે છે. પણ તે આવનારને તાંની વાર છળી પડી. તેના મોંમાંથી,
કોણ ખુર્રમ,” એટલા બેલ બહાર પડ્યા. હાં, ખુર્રમ. કેમ પહેલાંને જમાને યાદ આવે છે કે?” આવનારે કહ્યું. “કેમ બીબી ! આ આદમીને ચહેરાને પીછાને છે કે?” નાસિર બેલ્યો,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com