Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
નસીમાબાદ
૧૨).
એકાંતસ્થાનમાં પિતાને ઘણેખરે વખત કુરાનના વાંચનમાં અને ઈશ્વરભક્તિમાં ગાળતો હતો. જે ફકીરની દરગાહ અહીં હતી તેને તે શિષ્ય હતો, અને દર ગાહની વ્યવસ્થાપર દેખરેખ રાખતે હતે.
અમે જે વખતની વાત લખીએ છીએ તે વખતે રાજ્યના સીમાડા પર ઘણી વાર બખેડા થતા હતા, અને ત્યાંના અસલના વતની હિંદુઓ વખતોવખત બંડ ઉઠાવતા હતા. ગયા પ્રકરણમાં ખયરુન્નિસાના સાથીદારેપર હુમલો થયાની હકીક્ત વાંચકોને અવગત થઈ છે તે હુમલો કરનાર હિંદુઓ હતા. આ હિંદુઓ તે તરફના ડુંગરી પ્રદેશના વતની હતા, અને કઈ કઈ વખત ટોળાબંધ લૂંટ કરતા કે લડાઈને પ્રસંગે ઉપસ્થિત થાય તે સૈન્યમાં દાખલ થતા હતા. જે સમયે ઈમુદોલા જંગલમાંથી પસાર થતો હતો તે વખતે આવી એક ટોળી ડુંગરાઓમાંથી બહાર પડી હતી.
સાંજને વખત થવા આવ્યું હતું. અમીર ઈનાયતખાં પોતાના સુસજજીત ઓરડામાં બેસી એક પણ સાથે વાતચીત કરતો હતો.
હજરત !” પણે બેલ્યો, મને આશ્ચર્ય લાગે છે કે આપના જેવો માણસ આ નિર્જન સ્થાનમાં રહેવાનું પસંદ કરે. ખરેખર જે માણસે પોતાની છંદગીનો મોટો ભાગ શાહી મહેલમાં, રાજકાજની ચર્ચામાં ગાળે છે, જેણે લડાઈના મેદાનમાં ફતેહ મેળવી છે તેવા માણસને અહીં રહેવાનું પસંદ આવે નહિ
આપનું કહેવું ખરું છે, નાસિરખાં! ઈનાયતખાંએ જવાબ વાળ્યો; “પરંતુ મારા જેવા જઈફ આદમીને માટે તો હવે એકાંતવાસ જ ઠીક છે. મારે આ દુનિયામાં કાઈ રહ્યું નથી. હવે મારે હાય હાય કરવાની કંઈ જ જરૂર નથી. જે થોડા દહાડા બાકી રહ્યા છે, તે ખુદાને ધ્યાનમાં અને ભક્તિમાં જાય એટલે બસ્સ.”
“ખરી વાત છે,” નાસિરખાંએ જવાબ આપે; “પણ શું આપ પાયતખ્તમાં રહીને આ સર્વ કરી શકે નહિ ?
ના” ઈનાયતખાએ પ્રત્યુત્તર વાળ્યો; શહેરમાં અનેક પ્રકારની બીજી બાબતમાં મન પરોવાયેલું રહે છે. પાયતખ્તમાં અનેક પ્રકારના રાજકાજમાં માથું મારવું પડે છે. આજ આ, કાલ બીજું. આજ એક ઉમરાવે આમ કર્યું, કાલે અમુક ઠેકાણે લડાઈ થઈ, તેને બંદોબસ્ત કરવો. હવે આટલી વયે શરીર ચાલતું નથી. અહીં તો બે કામ થાય છે. આ દરગાહમાં જઈ બંદગીમાં વખત ગાળું છું. બાકી કામમાં તો આ સરહદને સંભાળવાનું છે. બખેડે કઈ વખત જાગે છે, તે તેને બંદેબસ્ત કરી નાંખું છું; પણ આજ એકાએક આપનું આવવું થયું, એ શું?”
“જી, વાત એમ છે કે, મારે અહીં વરંગુલમાં જરા કામ છે,” નાસિરખાંએ જવાબ આપ્યો.
ખયર, તે કામ પૂરું થયા પછી અહીં થોડો સમય ગાળવામાં કઈ વાંધો છે?”
“વાંધે?” આશ્ચર્ય દર્શાવતાં નાસિરખાએ કહ્યું; “આપને ત્યાં રહેવામાં વાં શાને ? આપ તે મારા મુરબ્બી છે, અને નિકટના સગામાં હો તો માત્ર આપ જ છો.”
ત્યારે પછી અહીં રહેવામાં વાંધો શું છે ?” ઈનાયતખાએ કહ્યું, “હું સમજે કે, આપ સગાઈ બગાઈ કંઈ ભૂલી ગયા હો એમ લાગે છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com