Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૨૬
રોનક મહેલની રાજખટપટ
પ્રકરણ ૧૭ મું નસીમામાદ
નસીમામાદ એક નાનું સરખું ગામડું હતું. અહીં રાજ્યની સીમાના અંદેખસ્તને માટે થાણું રાખવામાં આવ્યું હતું, અને તેને માટે એક કિલ્લા ખાંધવામાં આવ્યા હતેા. નસીમામાને કિલ્લા કંઈ બહુ મોટા ન હતા તેમ નાના પણ ન હતેા. તે સાધારણ હતા. તેને કાઈ ભોંયરેટ કહે તે તે તેવા પ્રકારના ન હતા, તેમ તેને ડુંગરી કિલ્લા એ નામ પણ આપી શકાય તેમ ન હતું. તેને એક સાધારણ ટેકરી પર બાંધવામાં આવ્યા હતા, અને ખાંધનારની ખૂબીપરથી એમ સ્પષ્ટ પ્રતીત થતું હતું કે તે વખતની યુદ્ધ વિદ્યાનું જ્ઞાન તેને હેવું જોઇએ. બચાવ કામને માટે ખાસ કાળજી રાખવામાં આવી હતી. તેની ભીંતા પત્થરની અને મજબૂત બનાવવામાં આવી હતી. તેને બે માન્ડ્રૂએ બૂરો હતા, અને મુખ્ય દરવાજાના ઉચ્ચ ભાગપર એક તાપ ગેાઠવવામાં આવી હતી. એક તરફ નદીને ખળળ કરતા પ્રવાહ વહેતા હતા, અને તેને સામે તીરે એક સાંઇને ક્રિયા હતા. આ સાંઈ અસલ ઈશન દેશનેા હતેા. તેણે ત્યાં આવી ઘણા ચમત્કાર દેખાડ્યા હતા, અને અંતે તેના શમની અંત્યેષ્ટિ પણ ત્યાં જ કરવામાં આવી હતી. લેાકેા તેની કમ્રપર ફુલ ચઢાવવા આવતા અને ત્યાં ઘણાક માનતા રાખી જતા. આ દરગાહનું મકાન વિશાળ હતું. તેની આસપાસ ફરતી ચારસ દિવાલ હતી. તેના પ્રાંગણમાં પ્રવેશ કરતાં મધ્ય ભાગમાં મેટું ટાંકું હતું, અને તેની સામે છેડે તે પવિત્રકારની કમ્ર હતી. તેની આસપાસ એક મેટા ઘુમ્મટવાળા એરડા હતા. દરગાહની ભીંતની અડે!અડ પડાળી નાખવામાં આવી હતી. ત્યાં માણસે ઉતરતા હતા. વર્ષમાં બે વખત અહીં મેળે! ભરાતા હતા, જે વખતે આજુબાજુના ગામામાંથી હજારો માણસ એકઠા થતા હતા. વળી તેાફાનના વખતે ગામના માણસે આવીને કાંતા લ્લામાં કે કાંતા દરગાહમાં આશ્રય લેતા હતા.
અત્યારે આ કિલ્લાનું સ્વામિત્વ અમીર ઇનાયતખાંના હાથમાં હતું. ઇનાયતખાં અસલ ઇરાનમાં નિશાપુરને રહેવાસી હતા, ને તેનું ખાનદાન ઘણું ઊંચું હતું. ત્યાં તેની મેાટી જાગીર જપ્ત કરવામાં આવી હતી, તે મેળવવાને તેણે ઘણા પ્રયત્ન કર્યા હતા. આખરે તે નસીબ અજમાવવા હિન્દુસ્તાનમાં આવ્યા હતા. તેણે ઘણી ચઢતી પડતી જોઈ હતી, અને પેાતાના જ પરાક્રમથી ઉંચી પદવીએ ચઢયા હતા. તેણે બ્રાહ્મણી સુલ્તાનની સારી મેહેરબાની સંપાદન કરી હતી; પણ પાછળથી તે રાજ્યધાનીના કાવાદાવાથી કંટાળી ગયે હતા. તેણે પેાતાની જાગીર આ અરણ્ય સ્થાનમાં રાખી હતી, અને અદ્ભુ સીમાડા સાચવવાને તેને સોંપરત કરવામાં આવી હતી. ઇંનાયતખાં એક ઉત્તમ લડવૈયા હતેા, એટલું જ નહિ પણ રાજનીતિમાં પણ કુશળ હતા, અને તેને હાથે ઘણાં સારાં કામ થયાં હતાં. ઈશ્વરની કૃપાથી તેનું ભાગ્ય ઉધડ્યું હતું, પરંતુ ઉત્તર અવસ્થામાં તેને કૌટુમ્બિક દુ:ખ શેષવાં પડ્યાં હતાં. તેની એકની એક સ્ક્રી મરણ પામી હતી, અને ઘેાડા વખત ઉપર તેના એકના એક પુત્ર યુદ્ધમાં લડતાં મરણ પામ્યા હતા. આથી કરીને તેનું મન સંસારપરથી ઉઠી ગયું હતું. તે અહીં
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com