Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
પત્ર હાથ આવ્યો
૧૨૩
આપને આપવા આવતી હતી, નહિ વાર? પ્યારે કામ! તે પત્ર તે વરંગુલમાં છે; નહિ કે અહીં, સમજ્યા? મેં તે પત્રને ખાલાજાનને ત્યાં સંદુમાં બંધ કરી મૂક્યો છે, સમજ્યા?”
“આપ કસમ ખાઓ છે કે, તે પત્ર આપની પાસે અહીં નથી?” ઈકામુદૌલાએ ધીમેથી કહ્યું.
હા, હું કસમ ખાઉં છું,” જાણે સત્ય અને સરળતાની મૂર્તિ હોય તેવા દેખાવે ખયરુન્નિસા બેલી.
“વાર તો, આપણે અહીંથી વરંગુલ જઇએ,” શાંત ચિત્તે ઈઝામુદૌલા છે; કહો તે આપણે આપની ખાલાજાનને ત્યાં જઇએ. ત્યાં ગયા પછી આપ તે પત્ર મારે હવાલે કરજે, પછી ? ચાલોને આ ઘડીએ જ આપણે પાછા ફરીએ, એમાં શું છે?”
એમાં શું છે? એમ કેમ ?” પેળી પૂણું જેવી મુદ્રાએ ખયરુન્નિસા બેલી; “અત્યારે આવા વખતે આપણે વરંગુલ જઈએ! એ બને જ કેમ? આપ સાથે આવે તે પણ હું આવવા રાજી નથી. જંગલમાં કફની ટળી આવી છે, તે આપ નહિ જાણતા હો. આપ તેમનાથી ન બીહા, એ ખરી વાત છે, પણ હું આવીને શું કરું? આપ એકલા એટલા બધા માણસે સામે મારું રક્ષણ કરી શકે, એ બનવા જોગ નથી. આ નસીમાબાદ અહીંથી બે ડગલાં દૂર છે. આપ કહે છે કે, હું આપને કબજામાં છું, તો તેમ. હું કંઈ નસીમાબાદથી ભાગી જવાની નથી. આપના વગર મારું અહીં કાણું રક્ષણ કરી શકે એમ છે? ઈકામુલા! મારા કહેવા પર વિશ્વાસ રાખે, એ પત્ર ક્યાંય જવાને નથી.”
ઈકામુલાએ ડોકું ધુણાવ્યું.
“બાનુ સાહિબા ઈકામદૌલા બેલ્યો; “જે આપનું હું બદિયન ખેલું તે હમણાં જ તે પત્ર બહાર નીકળે, પણ હું બળાત્કારે તે પત્ર લેવા માંગતે નથી. હું જાણું છું કે, આપે મારા૫ર મોટે ઉપકાર કર્યો છે. આપના પ્રયત્નના પ્રભાવે હું છૂટવા પામ્યો છું. આપે જે તે ઘડે મને ન આપ્યો હોત તે હું સહિસલામત અહીં સૂધી આવી પહોંચ્યો હેત, કે નહિ, એ પણ શંકાસ્પદ છે. આપે મારી જાનપરથી આફત ટાળી છે, એટલું જ નહિ, પણ શાહજાદી સાહિબા પણ બચી ગઈ તે આપને લીધે જ. બાનુ સાહિબા, આપને ઉપકાર કદિ વિસરાયા તેમ નથી. હું આપની શરત પાળવા કબૂલ છું, પણ આપને તે પત્ર તે મને આપ જ પડશે.”
“તે શું આપ મારી સાથે શાદી કરવા તૈયાર છે ?” એટલું બોલતાં બોલતાં ખયરુન્નિસાના આનંદની છટા ચેહેરા પર ચમકવા લાગી.
“આપ કહે તે કબૂલ” ઈઝામુદ્દોલા બે .
તરત જ વૈજયંતિ માળાની માફક ખયરુન્નિસા તેના ગળે વિંટળાઈ પડે, પિતાનું માથું તેની છાતી પર રાખ્યું, અને તેજ સરી ઉંચી થઈ ચૂમી લીધી. - ઇઝામુદૌલા વિકારરહિતમુદ્રાએ સ્તબ્ધ જોઈ રહ્યો; કોણ જાણે શાથી તેના દિલ પર સેજ પણ અસર થઈ નહિ. તે પથરના પૂતળાની માફક ઉભો રહ્યો, અને જાણે તેના સ્પર્શથી દુષિત થતું હોય તેમ તેણે તેને શાંત ચિત્તે પિતાના શરીરથી અલગ કરી કહ્યું,
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com