Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૧૨૦
રોનકે મહેલની રાજખટપટ
ડતા નથી, માત્ર રણનીતિમાં જ ચતુર છું એમ કહેશે. ફરીથી આવી ઉપયોગી બાબત મને કદિ સોંપવામાં નહિ આવે, માત્ર સિન્યનું નાયકવ આપી અહીંતહીં લડાઇમાં મેકલવામાં આવશે. મને આ કામ શાથી સોંપવામાં આવ્યું હતું? તેઓની ધારણું હતી કે, મારામાં સુલ્તાન કુલિખાંના જેટલી કુનેહ છે; જે સલ્તનતમાં કોઈ માણસ યુક્તિથી તેને ફેરવી શકે છે તે મનુષ્ય હું જ છું, તેથી જ, પણ તે કામ તે પાર પડ્યું નહિ. ત્યારે હવે પાછા ફરવામાં હાનિ શી છે? આમ વિચારમાં ને વિચારમાં તે ભૂલી ગયા કે, વરંગુલમાં કેટલાક માણસે તેનું લેહી પીવાને તરસ્યા વરની માફક તલપી રહ્યા છે.
મત! મતની તે પરવા કરતો નહિ. સપાહી બચ્ચે જ મોતની સાથે રમે છે. તે સારી રીતે જાણતા હતા કે, જે ખયરુન્નિસા સીધી ઉતરી તે ઠીક નહિ તે ધારેલી વાત બર આણવી સહેલ નથી. ખયરુન્નિસા જે પહેલાંની માફક તેની સાથે આવવા રાજી થાય, દિલશાદને લઈ ચાલી ગયે, એ વાત મનમાં ન લાવે તો તે ઠીક, પણ ખયરુન્નિસા તેમ કરે ખરી ? ના, તેમ કરે એ બનવા જોગ નથી. છતાં રમણીહૃદયની વાત નિશ્ચયપૂર્વક કહી શકાય નહિ. વળી તેના મનમાં વિચાર આવ્યો કે, શા માટે વરંગુલ જાઉં છું ? સુલ્તાન કલિખને આતમાંથી બચાવવાને માટે, પણ સુલ્તાન કલિખાં તો ઉલ્ટા મને જ આતમાં આણવા તૈયાર થયા છે ને? ના, ના, સુલ્તાન કુલિખાને માટે નહિ પણ, દિલશાદને માટે. અહા! દિલશાદને માટે કેવી લાગણી! અને ખયરુન્નિસા? જે ખયરુન્નિસાની માગણી કબૂલ રાખી તે? અને વળી લગ્ન પછી તે કાગળ દિલશાદને આપ્યો હતો એ વાત તેણે જાણું તે? તો પછી હમેશા કુતરાંબિલાડાનું જીવન; બીજું શું? આમ તેનું મન અનેક પરસ્પર વિરેાધી તર્ક વચ્ચે કુરુક્ષેત્ર બન્યું હતું. તે ગમે તેટલો પ્રયત્ન કરતા હતા, પરંતુ દિલશાદપરનો સ્વાભાવિક પ્રેમ તેના દિલમાંથી ખસત નહતે. જે તેણે જતાં જતાં દિલશાદની બૂમ સાંભળી હતી તે, તે પાછો ફર્યો હત. જે તેણે દિલશાદના ચેહેરા સામું જોયું હતું તે, તેનું હૃદય વાંચી શકો હોત, અને ત્યાંથી એક ડગલું પણ આગળ ખસ્યો ન હોત. તેની પ્રેમભીની દૃષ્ટિમાં સ્નાન કરતે ત્યાં જ રહ્યો હતો. તેને વક્ષસ્થળે ચાંપી આશ્વાસન આપતે હોત, અને પ્રેમના નશામાં સુલ્તાન કુલિખાં, વરંગુલ, દસ્તુર દિનાર કે યુસુફ આદિલને વિસરી ગયે હેત, પણ તે શાહજાદીને ત્યાં ઉભેલી મૂકી ચાલી ગયે. તેની માન્યતા એવી દઢ થઈ કે, દિલશાદના હૃદયમાં મારે માટે સ્થાન નથી. તે તેનાથી હમેશને માટે છૂટા પડવાને ઈરાદો કરી ત્યાંથી નીકળ્યો હતો, અને જો કે તેનું દિલ દિલશાદને ચહાતું હતું, તેને માટે છટપટ કરતું હતું, છતાં તે અક પ્રેમની વિસરામણ થવા ઈશ્વરને પ્રાર્થો હતે.
તે દરીમાં તમંચાને અવાજ સંભળા, અને તરત જ કોઇના હસવાને અવાજ ઇઝામુદ્દોલાને કાને પડ્યો. પછી પૂર્વવત શાંતિ વ્યાપી. ઈઝામુદ્દૌલા ચાલતે હતે ત્યાં ઉભે રહો, અને કઈ દિશામાંથી અવાજ આવ્યો, તે વિચાર કરવા લાગ્યો. ઝાડની એથમાં તે ઉભો હતો એવામાં એક સ્ત્રીને તેણે નાસતી જોઈ. તેની ઓઢણી માથા પરથી સરકી ગઈ હતી. તેના વાળના લચ્છા હવામાં ઉડતા હતા,
અને ઓઢણું ફરફરતી હતી. તેના ચહેરા પર રક્તિમા છવાઈ હતી, અને ભયનાં Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com