Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ભંહદય
૧૧૭
આમ તેઓ તેટેકરી ઉતર્યા, તે દરમિયાન દિલશાદના મનમાં અનેક તર્ક ઉત્પન્ન થતા હતા, અને તેના મનને વીંધી નાખતા હતા. તેની દૃષ્ટિ સમીપ ઈઝામુદ્દૌલાના ભવિષ્યનું ચિત્ર ખડુ થતું તે જોતી કે ઇઝામુદ્દોલાના હાથપગ બાંધ્યા છે, અને સિપાઈઓ તમંચાવડે તેને મારી નાખવા તલપી રહ્યા છે. જોતજોતામાં ધડાકે થે, અને “યા પરવરદિગાર કરી ઈઝામુદ્દોલા જમીન પર પડ્યો. તેનું બદન લેહીથી ખરડાઈ ગયું. આ ચિત્ર જોતાં તેણે કિકિયારી મારી અને ફાટી આંખે આમ તેમ જોયું. નદીને પ્રવાહ ખળખળ વહેતે હતે. ઝાડપર એક પક્ષી ક્લિકિલાટ કરી રહ્યું હતું. તેણે ઈઝામુદ્દૌલા પ્રતિ જોઈ કહ્યું – - “હજરેવાલા! મારી ખાતર આપ આપની જિંદગીને જોખમમાં નાખતા ના, હું આપની તેવી દયાને પાત્ર નથી. હું ખરું કહું ? હું આપની સાથે આવી ખરી, પણ તેમ કરવામાં મારે કંઈક જુદો જ હેતુ હતું. મારું એવું ધારવું હતું કે, તે પત્ર આપની પાસે છે, અને તે ગમે તે પ્રકારે પ્રાપ્ત કરવો, એ મતલબથી હું આપની સાથે આવી હતી. મને જે એમ ખબર હોત કે, તે પત્ર આપની પાસે નથી, તે હું પાછી વરંગુલ ચાલી ગઇ હેત.”
“શાહજાદી સાહિબા!” ઈઝામુદ્દૌલા બેલ્ય:-“હું મારા મનમાં એમ ધારતા હતું કે, કંઈ નહિ, હું આપના હૃદયને મારી તરફ વાળી લઈશ. મારે બળવત્તર પ્રેમ આપના દિલને સ્પર્શ કર્યા વગર નહિ રહે, અને વખતના જવાની સાથે આપ નેહની નજરથી નિરખશે, એમ મારું માનવું હતું. વળી એમ પણ ધારો હતું કે, આપ વરંગુલ પાછાં નહિ ફરે. એક જરા જેટલે પત્થરની અંદર ઘર કરી રહે છે, તે એક ઇન્સાનને દિલબરીના દિલમાં વાસ કરવો, એ કંઈ મુશ્કેલ વાત નથી. નહિ, પણ મારી માન્યતા ખોટી હતી. એમાં આપને દોષ દે નકામો છે. હું ન હોતે જાણતા કે, આપ માત્ર તે કાગળ લેવાની આકાંક્ષાથી મારી સાથે આવવા પ્રસ્તુત થયાં. મારે જૂદો જ ભ્રમ હતા, પણ તે ભ્રમ આપે ભાંગી નાંખ્યો, એ એક રીતે ઠીક જ થયું છે. શાહજાદી સાહિબા! જે દિવસે આપ ફરીથી મારી દષ્ટિએ પડ્યાં ત્યારથી જ કેણ જાણે, મારા મનની શી સ્થિતિ થઈ છે, તે હું જાણતો નથી. આપે શું જાદુ કર્યો છે, તે હું સમજી શકતા નથી. શા માટે મારું મન આપને મળવાને તલપે છે? શા માટે મારી આંખો આપના દિદારને દેખવા ઉત્સુક રહે છે? શા માટે કાનને આપના મીઠા બેલ સાંભળવા ગમે છે? શા માટે હદય આપના હૃદયને ભેટવા ઉછળી પડે છે? શા માટે, શા માટે આમ થાય છે? હું જ્યાં ફરું છું ત્યાં આપની મૂર્તિ હૈયામાં ધારણ કરી કરું છું. હું પૂર્વે કે હતો, અને અત્યારે કે થઈ ગયો છું! આપના પ્રેમની ખાતર મેં દુનિયાની મોટાઈને તિલાંજલિ આપી, રાજની મોટાઈ, અન્ન અને નામનાને પગ તળે કચડી નાંખી દુનિયાની સલ્તનતને પણ કંઈ લેખામાં ગણી નહિ, હું કર્તવ્યભ્રષ્ટ થયો. થયું, થયું તે ખરું. કોઈના હૃદયપર પરાણે અધિકાર મેળવાતે નથી. શાહજાદી સાહિબા ! હું આપને દોષ દેતો નથી, હું આપને ઠપકો આપતે નથી, ઠપકો આપવા જેટલો મને અધિકાર નથી. દોષ મારો પોતાને, મારા પિતાના હૃદયને છે. પણ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com