Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
અરણ્યમાં આરામ
૧૯
ઈકામુદીલાએ ડોકું ધુણાવ્યું અને ફકીર સાહબે બગાસું ખાધું.
“વારે તો હું જરા આરામ લઉં,” ફકીરે કહ્યું, “તમે ત્યાં સુધી જાગતા રહા, થોડી વાર પછી આપ મને જગાડજે, અને આપ સુઈ જજે. પછી હું જાગત રહીશ. કેમ ઠીકને?”
હા, ઠીક છે. એમ કરીએ,” ઈઝામુદ્દેલાએ કહ્યું. “વા ત્યારે, આ મારી દારૂની નાની મશક છે. મારે તમે માત્ર બહાર મેં સંતાડ્યો છે.”
“બહાર?” ઈમુલાએ ભવાં ઉંચાં ચઢાવી આશ્ચર્યમાં પૂછયું, “બહાર તમંચે સંતાડ્યો છે ?”
“જ્યારે મેં અહીં આવી બારણું કર્યું,” ફકીરે જવાબ આપે, “ત્યારે મને ખબર નહતી કે આપ અહીં હશો. અને આવી વખતે આ ફકીરના વેષમાં તમંચે રાખ એ સારું નહિ, એમ જાણું મેં તેને બહાર સંતાડો છે.”
વા, તે આપણે તે લઈ આવીએ.” ઈમામુદ્દોલાએ કહ્યું ફેણ જાણે કયી વખતે તેની જરૂર પડે તે કહેવાય નહિ.”
એટલું કહી ઈઝામુદ્દોલા ઉભે થો; સાંઈ સાહેબ પણ તેની પાછળ ચાલ્યા. તે બન્ને જણ હળવેથી બારણું ઉઘાડી બહાર આવ્યા.
આ રહે તે તમંચો, ઈઝામુદૌલાએ ફકીરે કહેલે સ્થાને વાંકા વળી હાથમાં લઈ કહ્યું.
ચૂપ, હજરત !” સાંઈ સાહેબે કહ્યું, “જુઓ તે પેલી તરફ, પણે લાંબે શું જણાય છે?
ઈઝામુદૌલાએ દૂર નજર કરી. તે ખીણમાં લાંબે છે. તાપણું સળગાવી કોઈ માણસેની ટેળી મળી હોય એમ તેને ભાસ્યું.
કાં તો સુલ્તાન કલિખાંનાં સિપાઈઓ, મલેક મુબારકના માણસે, વા ખયસિાના ભાડુતી માણસે પૈકી કઈ હોવા જોઈએ.” ફરે કહ્યું જુઓ હજરત! અહીંથી આપણે મધરાત વ્યતીત થતાં નીકળી જવું, અને પહો ફાટતાં પહેલાં આ ડુંગરે વટાવી આગળ જતા રહેવું જોઈએ. જે એમ નહિ કરીએ તે આપણને તેમના હાથમાં સપડાવું પડશે, અને જો તેમ થયું તે તમારી બધી મેહેનત બરબાદ જશે.”
આમ તેઓ પુનઃ પિતાને સ્થાને આવ્યા. ફકીર બાવા તો બિસ્તરહ પર આળેટી પડ્યા અને ઘસઘસાટ ઉંધવા લાગ્યા. અર્ધ રાત્રિ વ્યતીત થઇ કે ઝટ ઈઝામુદ્દૌલાએ સાંઈ સાહેબને ઢંઢળી જગાડ્યા અને કહ્યું –
મૌલાના! ચાલો તૈયાર થઈ જાઓ, વખત થયો છે.”
“શાને વખત?” સાંઈ સાહેબે પૂછયું, “આપને આરામ લેવાને અને મારે પહેરે ભરવાને કે ?”
“ના છે, આપણે અહીંથી કુચ કરવાનો સમય થયું છે. હું શાહજાદીને જગાડું છું. તમે જઈને ઘોડાને સજ્જ કરે” ઈઝામુદ્દૌલા બે.
આકાશમાં અસ્તમિત થતા નક્ષત્રને પ્રકાશ હતો. સાંઈ મૌલા વાડામાં આવી ઘોડાપર ખેગર નાખવા લાગ્યા. આણું તરફ ઇઝામુદ્દૌલા શાહજાદી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com