Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
અરણ્યમાં આરામ
૧૦
“હું એક ખુદાને ખંદેશ છું;” કીરે જવાબ વાળ્યા; પણ આપ શું મને ઓળખતાં નથી એમ બને જ કેમ ? હું નિામુદિન ચિશ્તી—”
“આપે જ મારી શાદી મલેક સુખારક સાથે કરાવી હતી ને?” “જી, હા, શાહજાદી સાહિબા! એ આ સેવકનું જ કામ હતું.” “પણ મને એમ કહેવામાં આવે છે કે, મેં તેની સાથે શાદી કરી નથી, એ શું ?” દિલશાદે પૂછ્યું.
સાંઈ સાહબે એક તીવ્ર દૃષ્ટિપાત ઇંક્રામુદ્દોલાપર ફેંકયો. ઇંક્રામુદ્દોલાએ તે સૃષ્ટિના ષ્ટિથી જ જવાબ વાળ્યા. સાંઇબાવાની ખાત્રી થઈ કે, રહસ્ય બહાર પડ્યું નથી એટલે સંતાષજનક ચેહેરે જવાબ આપ્યા, કદાચ તેમ પણ હાય. એ શું બનવા જોગ નથી ?'
“તેમ પણ હાય એટલે?” આશ્ચર્યજનક ચેહેરે ખિન્નતાવ્યંજક સ્વરે દિલશાદ ખેાલી, “શું મારાં લગ્ન થયાં નથી, એ સાચી વાત છે?”
“સાચી છે કે ખારી તે ખરાખર વખત આવ્યે સમજાશે, ફકીરે જવાબ
ار
આપ્યા.
“નક્કી કંઈ કાવતરું જણાય છે. આપ મને જણ મારાપર દગા રમે છે, એમાં કંઈ શક નથી,” પ્લાન મુદ્રાએ દિલશાદ બેલી.
શાહજાદી સાહિબા !” ફકીરે કહ્યું, “અમે તેા ખુદાના ખંદા છીએ. રાતદહાડા મુદ્દાની મસ્તીમાં રહીએ છીએ. નેક કામ કરવા પુર્ અમારું ધ્યાન હોય છે. આ દુનિયામાં નઠારાં કામ કરવાં એ ફ્કારને લાજમ નથી, તેા પછી આપ એમ શા માટે માને છે, કે મેં કંઈ કાવતરું રચ્યું હશે. આપનું નુકસાન કરવામાં મને કંઈ લાભ છે?”
“પણ ત્યારે ખરું શું છે તે આપ કહેતા કેમ નથી ?” દિલશાદે રેશમાં પૂછ્યું. ખરું શું છે તે આપે।આપ જણાશે;” ફકીરે કહ્યું ! “પણુ શાહજાદી સાહિબા ! આપતાં લગ્ન થયાં એ આપને બરાબર યાદ છે. ?” “એટલે ?” ચોંકીને દિલશાદે પૂછ્યું.
“એટલે હું એમ પૂછું છું કે, આપે બધા માણસેાની સમક્ષ મલેક સુખારક સાથે શાદી કરી, એ આપને સ્મરણ છે ખરું? આપ એ કમરામાં આવ્યાં હતાં એમ આપને લાગે છે કે?”
દિલશાદ ચૂપ રહી. શું કહેવું તે તેને સૂઝયું નહિ; પણ તેના મનમાં એમ થઈ આવ્યું કે આ બાબતમાં કંઈ ધેટાળા છે, અને આ ફકીર તે સારી રીતે જાણે છે.”
દિલશાહને ચૂપ તેઈ કારે કહ્યું,
“જીએ, શાહજાદી સાહિબા 1 એમાં અફ્સાસ કરવા જેવું કંઈ નથી. ખુદા જે કરે છે તે મનુષ્યના ભલાને માટે જ કરે છે. અમે પણ કાઇનું ખુરૂં કરતા નથી. બધું આપે!આપ જણારો,” એટલું કહી ઇકામુદ્દૌલા તરફ વળી કહ્યું; “ત્યારે હવે આપણે જરા આરામ કરશું ?”
“હા ચાલેા,” એટલું કહી બન્ને જણા ત્યાંથી ઉચા, અને ઇકામુદ્દોલા પ્રથમ સૂતા હતા તે એરડીમાં આવ્યા. આવતાંની વાર ઇંક્રામુદ્દોલાએ કહ્યું, “હજરત ! આપે પણ ઠીક બજાવી.'
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com