Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
શાદી મંજૂર
“શાહજાદી સાહિમા દિલશાદખાનમના હાથના તલખગાર છું, એ.” “એ બાબતમાં મેં મારા વિચાર આપને સ્પષ્ટ જણાવ્યા છે. મારે એ ખાબતમાં હવે કંઈ વધારે કહેવાનું નથી,’′ એટલું ખેલતાં સુલ્તાન કુલિખાંના ભવાં ગુંથાયાં, અને તેણે તીવ્ર દૃષ્ટિપાત મલેક સુબારકપર ફેંકયા.
મલેક સુખારકે લેશ પણ સંકેચ વગર જવાબ આપ્યા,
“ખરી વાત, પણ ખુદ્દે શાહજાદી સાહિબાએ મારી માગણી મંજૂર કરી છે, એ શું આપ જાણતા નથી ? ’’
“દિલશાદે આપની માગણી કબૂલ કરી છે ? કયારે ?” આશ્ચર્ય દર્શાવતા સ્વરે સુલ્તાન કુલીખાં ખાલ્યા.
કાલે જ્યારે તેઓ જલસામાં પધાર્યાં હતાં, ત્યારે. શું તેએએ આ વાત આપને જણાવી નથી ? ”
૭૧
“તા, મને કંઈ એ વાતની ખબર નથી.”
“કદાચ મેાડાં આવ્યાં તેથી વિસરી ગયાં હાય એમ લાગે છે, નહિ તા આપને જણાવ્યા વગર ન રહે.”
"
“હું નથી ધારતા,” સુલ્તાન કુલિખાંએ થંડાઇથી જવાબ આપ્યા, “ કે તેણે રાજીખ઼ુશીથી આ માગણીના સ્વીકાર કર્યો હાય.”
“હજરત ! આપને એમ માની લેવાનું કંઈ ખાસ કારણ નથી. શાહનદી સાહિબાને મેં મારી આરજી જણાવી, મારું જીગર ખેાલીને ખતાવ્યું, તેમણે રાજીખુશીથી મારી વાત માન્ય રાખી. ગર આપને ચિકન ન હેાય તે આપ ખુશીથી શાહજાદી સાહિખાને પુછી જુએ. હજરત ! આપણ બન્નેની એક સરખી સ્થિતિ છે. આપ તે પત્રને મેળવવા ઇંતેજાર છે; હું શાહજાદીના હાથના તલખગાર છું. હું ખાસ શાદીની ગેાઠવણ સંબંધી વાતચીત કરવા આવ્યા છું. . આપણે નાહક કામ લંબાવવાની જરૂર નથી. શાદીને અંગે મેાટી ધામધૂમ કરવાની કે ઘણાં માણસાને ઈજન કરવાની કંઈ જરૂર નથી. એ કામ આપના મકાનમાં ઘેાડા વખતમાં થઈ જાય તે વધારે સારું. હું મારું આપેલું વચન પાળવા બંધાઉં છું. શાહજાદી સાહિબા મારી સાથે લગ્નમાં જોડાય, કે તેના બીજે દિવસે હું તે પત્ર આપને શાહજાદી મારફત પહોંચાડીશ.”
સુલ્તાન કુલિખાંના ચેહેરા પર આનંદની ચમક પ્રસરી. તેણે હર્ષસુચક સ્વરે કહ્યું:
“આજ ફરી પાયતખ્તથી ખુશખખર આવી છે. રહમદિલ શાહે આજ એક રુક્કો મેાકલ્યા છે તેમાં મારી નજીવી સેવાની સારી કદર બૂઝવામાં આવી છે, એટલુંજ નહિ પણ શાહે સ્પષ્ટ જણાવ્યું છે કે, તમે સલ્તનતની સેવા કરી છે તે અણુમેલ છે. તમારી આખી જીંદગી સલ્તનતની સેવામાં ગઇ છે. તમારી વફાદારી તરફ્ શંકા લાવવાનું કંઇ કારણ નથી. રાજની વધતી જતી ખટપટને લીધે, સરદારની માંહેામાંહુ પ્રતિસ્પર્ધાને લીધે, અને કેટલીક હકીકત અયેાગ્ય સ્વરૂપમાં મારી આગળ મૂકવામાં આવવાને લીધે, તમને પહેલે રૂક્કો મેાલવામાં આવ્યા હતા. તે વખતે વળી વધારામાં મારી તબિયત ઠીક ન હતી, અને ઉતાવળમાં કો માલવામાં આવ્યા હતા, તેથી નિરાશ થવાનું કારણ નથી. તમારા કાર્યમાં અને ખૂદ તમારામાં પૂરતા વિશ્વાસ છે.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com