Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
વસ્લની રાત
શાદ તરફ ઘણાના અંગાર વરસાવવા લાગી. “એમ? તે તું મારી સ્ત્રીને યાર છે, એમ ખુદ પોતાને મોંએ કબુલ કરે છે? અહીં મારા મકાનમાં, મારે મોંએ આ વાત કરવાની હિમ્મત કરે છે? ઈઝામુદૌલા! યાદ રાખ, જીભ ખેંચી કાઢીશ; તારી જાન લઈ નાંખીશ.”
હજાર! દિલશાદખાનામ આપની સ્ત્રી હતી નહિ, છે નહિ અને થશે પણ નહિ,” શાંત ચહેરે ઠંડાઇથી ઇઝામુદૌલાએ જવાબ વાળે; “આપનાં લગ્ન દિલશાદ સાથે થયાં જ નથી. થોડા વખત પછી આપને પણ એ વાતની ખબર પડશે. સારી જહાનને હું બતાવી આપીશ કે, દિલશાદ આપની બીબી નથી. અત્યારે માત્ર શરીક માણસ તરીકે હું મારું વચન આપું છું કે, તે આપની સ્ત્રી નથી.”
“અહાહા! શું શરાફત આપના ચહેરા પરથી ટપકી રહી છે!” ચંગમાં મલેક મુબારક ; “આપ શરીફ છો કે બદમાશ, તે સારી દુનિયા જાણે છે. કનીજ, ચોર, દુમને ઇમાન, ચૂપ રહે, જબાં બંધ કર. નીકળ, મારી આંખેથી દૂર થા. તું એમ સમજે છે કે અહીંની તારી મુરાદ બર આવશે નહિ, નહિ. કોઇની તાકાત નથી કે મારી બીબીને મારી પાસેથી છોડાવે. અહા ! મેં તેની સાથે શાદી કરી છે, એમને એમ આણી નથી. તે મરતાં સૂધી અહીં રહેશે અને હું એને બતાવીશ કે હું જ તેને શૌહર (માલિક) છું.” એટલું કહી તે દિલશાદ તરફ વળ્યો.
“એ બૂજદિલ, નામ! એક કમર રતપર હાથ ઉગામે છે. આવ, આવ, તારી દિલેરી મારી સાથે અજમાવ” એટલું કહી ઈકામુદૌલા તેને આઘાત કરવા આગળ ધર્યો.
મલેક મુબારકે પણ પિતાની તરવાર મ્યાનમાંથી બહાર કાઢી. બંને જણું પિતપોતાની બાંય ચઢાવી, તરવાર ખુલ્લી કરી પટાબાજી ખેલવા લાગ્યા. તરવારને ખણખણાટ તે ઓરડામાં સંભળાવા લાગ્યું. બન્ને જણા વાધની માફક એક બીજાપર તલપ્યા. ઇઝામુદૌલાને વખત ઘણે જ કિંમતી હતું, કારણ કે તેની પેઠે પકડવાને માટે માણસે ટયા હતા, અને તેને તેટલા સમયમાં દિલશાદને ટકારે કરી પલાયન થયું હતું. આણી તરફ ઈકામુદ્દોલા એ મલેક મુબારકના માર્ગમાં કંટક હતું. એટલી મોડી રાતે તે તેની સ્ત્રીને છોડાવવા આવ્યા હતા, અને તે દિલશાદનું મન મેળવે ત્યાર પહેલાં તેને આ દુનિયામાંથી સદાને માટે વિદાય કરવો જોઈએ. મલેક મુબારક કામુદૌલાની છાતી ચીરી તેનું રક્ત પીવાને માટે તરસત હતા. તેણે ત્રણ વાર તરવારને ફટકે લગાવ્યો, પણ ત્રણ વાર ઇકામુદૌલા બચી ગયો. ઈઝામુદ્દોલાની યુક્તિ જુદી જ હતી. તેને પોતાના બળને વ્યય ન કરતાં પોતાના પ્રતિસ્પર્ધીને હંફાવો હતા, અને લાગ મળતાં તેના પર જબરે પ્રહાર કર હતા.
દિલશાદ તંદ્રામાં હોય તેમ આ સર્વ બનાવ દૂર ઉભી ઉભી જોઈ રહી હતી. તેણે જોયું કે ઇકામદૌલા પાછો અને પાછા હઠે છે. પણ એક આંખના પળકારામાં તેણે મલેક મુબારકને નિરસ્ત્ર , અને તરત જ પોતાની તરવાર જમીનપર નાંખી દઈ એક ચપાટ તેના મોં પર ચઢી.
છંછાડાયલે સાપ જેમ ફણું માંડે તેમ વિકરાળ ડેછે, રેષિત મુદ્રાએ મલેક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com