Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
“આજ નહિ તે કાલે, હવે કાઢી મુકવામાં બાકી શું છે?
કાલની વાત કાલે છે; કાલે શું થશે તે કોણ જાણે આજની તે બે ઘડી મેજ કરી લઈએ..જો, આ રાત કેવી હસી રહી છે ?”
“રાત હસી રહી છે, પણ મારા હૈયામાં તો અંધકાર છાઈ રહ્યો છે એનું શું?” “તારા અંધકારને દૂર કરે એ ચેરાગ નથી ?”
“ના, મારા હૃદયને ચેરાગ ગુલ થયો છે. હજરત! આપને અને મારે હવે કઈ જાતને સંબંધ રહ્યો નથી. ફક્ત એક જ ચીજ બાકી છે.”
“શી? શી ચીજ બાકી છે? ખયર! શું તું આમજ ચાલી જવાની?”
તે હજી કંઈ બાકી છે? આપે મને શાં શાં વચન આપ્યાં હતાં તે સાંભરે છે કે? આપે મને કેવી રીતે ભેળવી અને ફસાવી હતી, તે આપના સ્મરણમાં પણ છે કે ? કંઈ નહિ. જેનામાં વફાની બૂ નથી એની સાથે મારે શું કામ છે? પણ હજરત! યાદ રાખજે, કે મને આપે જે દશે દીધું છે તે દગાને બદલે હું લીધા વગર રહેવાની નથી.” - આ બેલતાં બોલતાં ખયરુન્નિસાનું શરીર કમ્પતું હતું. તેની આંખમાં એક પ્રકારનું વિદ્યુત તેજ ચમતું હતું, તેની રેષભરી આંખે મનહર લાગતી હતી; તેને દુપટ સરકી વક્ષસ્થલ પર રમતા હતા; કપાળ પર વાળની લટ નીચું વળી કંઈ જતી હતી. ખરેખર આ વખતે ખયન્નિસાના દેખાવમાં એક પ્રકારે હદયને લોભાવનારી અવનવી શેભા જણાતી હતી. મલેક મુબારક તેને હાથ પકડવા આગળ વધે, પણ તે ખુબીથી છટકી ગઈ ને એકદમ ત્યાંથી પિતાના કમરામાં ચાલી ગઈ. ત્યાંથી પિતાને સામાન ઉચકાવી એક બાંદીને લઈ પિતાની દરની એક સગાને ત્યાં ચાલી ગઈ.
મલેક મુબારક એકલે તે કમરામાં બેસી રહે, પુનઃ વિચારમાં પડે. ખયરુન્નિસાના જવામાં પણ તેને એક જાતની ઈશ્વરી મેહેરબાની જ જણાઈ. તેને લાગ્યું કે, જે થાય છે તે સારાને માટે. ખયન્નિસા ગઈ તે વિના ઉપચારે દમ ગયે એમ લાગ્યું. આમ વિચારમાં ને વિચારમાં તે ઉઠયો. તે ઉઠીને પિતાના ઓરડામાં ગયે, અને જઇને ઇસ્કેરે ઉઘાડી સુલ્તાન કુલિખાંની સહીવાળો કાગળ કાઢવા લાગ્યો. ખાનું ઉપાડે તે કાગળ “ન દારદ ! તેના હોશકોશ ઉડી ગયા. તેને ગુસ્સો આવ્યો; તેના મોંમાંથી જેમ આવે તેમ અશ્લીલ શબ્દ અને સોગન નીકળવા માંડ્યા; તેની આંખે હિંસક પશુની માફક ચમક્વા લાગી; તે જમીન પર જોરથી પગ અફાળવા લાગે; દાંત કચકચાવા માંડ્યો; ઓઠ કરડતાં તેમાંથી લોહીની તપ આવી. આવી સ્થિતિમાં દિવાનાની માફક તે ત્યાં બેસી રહ્યો અને જરા થંડે પડતાં પુનઃ તે ખાનામાં બારીકાઈથી તે પત્ર શોધવા લાગે. તેને ઉપરનીચે કર્યું, ઊંધું કર્યું, પણ પત્ર મળ્યો નહિ. હતાશ થઈ તે ત્યાં બેસી રહ્યો.
એક નેકર થોડી વાર રહી ત્યાં દાખલ થયો. તેણે નોકરને જે નહિ. આખરે નેકરે પૂછ્યું–“હુનારે વાલા ! આપ શયનગૃહમાં ચાલશે ?”
મલેક મુબારક કૂતરાની માફક પૂરકિયું કરી બોલ્યનાપાક! અહીંથી દૂર ખસ, નહિ તે તારું આવી બન્યું છે, એમ સમજ” તે નેકર પિતાના સ્વામીના સ્વભાવથી પૂરતી રીતે વાકેફ હતા. તે એક
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com