Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૮૦
રૌનક મહેલની રાજખટપટ
બાંદીના મોંમાંથી આ શબ્દ પડતાંની વાર તે ત્યાંથી ચાલી ગઈ, અને સાંજની તૈયારીમાં લાગી. તેણે સેઝનને બોલાવી મંગાવી, અને તેની સાથે કેટલીક વાર સુધી વાતચીત કરી.
રિન્ટ પ્રકરણ ૧૧ મું
સટક તે ભવ્ય પ્રાસાદના મંદ પ્રકાશવાળા કારાગૃહની ઓરડીમાં, ઇઝામુદ્દોલાનો વખત કેમે કર્યો જ નહિ. મલેક મુબારકને તેણે, આવતો અને તે પિતાની એરડીની જાળમાંથી જે હતું, અને તેને જોતાંની સાથે તેના મનમાં એ તર્ક થઈ આવ્યું હતું કે માનો ન માને, પણ કંઈ વળી નો પેચ મલેક મુબારક રમ્યો છે, કંઈ નવી જ ખટપટ ઉભી કરી છે, અને એવા જ કામ સારુ તે અવશ્ય આવ્યો હોવો જોઈએ. પણું આ વાતનું નિરાકરણ કરે છે?
અસ્તાચલ સમીપ સૂર્યનાં કિરણો, મહેલના ઉચ્ચ ભાગને છેવટનું આલિંગન આપી વિદાયની તૈયારી કરતાં હતાં. અંતે સંધ્યા વ્યતીત થઈ. પૃથ્વી પર અંધકાર છવાવા લાગ્યો. ઘેડી વાર પછી ઈઝામુદ્દોલાએ ગાડાંના પૈડાને ખડખડાટ સાંભળે, અને બારીના સળિયામાંથી દુષ્ટિ ફેંક્તાં કેઈ માણસને ગાડીમાંથી ઉતરતા હોય એમ જોયું. રાવતને ફાનસ લઈ રસ્તો દેખાડતાં જે, અને તેણે ધાર્યું કે આ કેઈ નહિ પણ મલેક મુબારક જ છે. - શેડી વાર પછી તેના એરડાનાં દ્વાર ઉઘડ્યાં, અને બદીઓ ભોજનને સામાન રાખી ચાલી ગઈ. તેણે ભોજન લેતાં લેતાં પહેરાવાલાને પૂછ્યું –
“મિયાં! કની ગાડી હતી એ?” પહેરેગીર પોતાના સાથીદારના સામું જોઈ હસ્યો અને પળવાર પછી કહ્યું –
હજરત ! મલેક મુબારકની આજ શાદી છે અને તેઓ એ ગાડીમાં અહીં પધાર્યા.”
ઇકામુદ્દોલાના શરીરને ક૫ થયો; શરાબને જામ એ માંડતાં તેને હાથ થરથર ધ્રુજવા લાગે. જે તે ઓરડામાં પ્રકાશ મંદ ન હોત તો પહેરેગીરને ઇકામદોલાનો ચેહરે જોતાં જ તે એકદમ પૂણી જેવો ફીક્કો જણાયો હોત. ઇકામુદૌલાએ ધીમે રહીને, જાણે તે વાતથી તેને કંઈ પણ લાગણી ન થઈ હોય તેમ, જામ નીચે મૂક્યો અને બેલ્ય:
શાદી ! કોની? અત્યારે! કોઈ બીજા માણસો તે જણાતાં નથી. એવી શાદી કેવી ?”
હાર! એ જ તાબીની વાત છે ને?” તે પહેરેગીરે જવાબ આપે, “અમારા આકાને એકની એક લાડકી કન્યા છે, અને તેની આજે કંઈ ધામધૂમ વગર એકાએક શાદી થાય છે.”
“એમ કંઈ બને ખરું? કંઈ બીજું હશે, કામુદૌલાએ જવાબ વાળે.
“નહિ. હજૂર! મારી પક્કી ખાત્રી છે કે, શાહજાદી સાહિબાની આજ શાદી છે. તેઓ મલેક સુબારકખાંની સાથે આજ નકાહ પઢનાર છે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com