Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
વસ્લની રાત
એટલે?” દિલશાદખાનામે ચોંકીને પૂછ્યું; “શું મેં આપેલા વચન પ્રમાણે આપની સાથે લગ્ન કર્યા નથી? મેં મારું વચન બરાબર પાળ્યું છે. આપે જ આપેલું વચન હજી. પૂરું કરવાનું બાકી છે.”
બાને! હજી આપે આપનું વચન બરાબર પૂરું કર્યું નથી. શાદીની શાદમાનમાં હજી એક બેસે પણ આપ્યો નથી.”
નહિ, આપે કસમ લીધા હતા કે, આપણી શાદી થાય તે સાંજે જ તે પત્ર મારા હાથમાં મૂકવો. હજી સુધી આપે તે પત્ર મને આ નથી. તે પત્ર તે જ વખતે અમ્બાને ત્યાં લઈ જવાને કહ્યું હતું, અને આપે પણ આ વાત મંજુર કરી હતી. મારા! તે પત્ર મારે સ્વાધીન કરે. હું અત્યારે જ તે પત્ર જાતે જઈ વાલિદે મહેરબાંને આપી આવું. ત્યાર પછી તરત હું આપની ખીદમતમાં હાજર થઈશ, અને આપ ફરમાવશે તે પ્રમાણે વર્તીશ.”
“આજની રાત હું આપને પળભર પણ વીહીલા નહિ ભૂલું બાનું !” મલેક મુબારકે કહ્યું “આવા પવનના તોફાનમાં અત્યારે ત્યાં જવું એ દુરસ્ત નથી, અને વળી હું કહું છું કે આપે હજી પૂરેપૂરી રીતે આપનું વચન પાળ્યું નથી. કાલે સવારમાં હું એ પત્ર આપને આપીશ.”
નહિ, આજે જ આપવાને આપે કસમ લીધા છે. જે આપને પવનના તેફાનની ધાસ્તી લાગતી હોય તો આપ મારી સાથે આવજે, હું તે પત્ર આપી આપની સાથે પાછી ફરીશ. મેં પણ તે પત્ર આજને આજ આપ એવી પ્રતિજ્ઞા કરી છે, અને હું મારી પ્રતિજ્ઞાથી પાછી નહિ કરું. એ ખરી વાત છે કે આપ મારા શૌહર (સ્વામી) છો, પરંતુ માત્ર નામના જ. જ્યાં સૂધી આપ પત્ર નહિ આપે ત્યાં સુધી હું મારા શરીરને સ્પર્શ કરવા નહિ દઉં.”
મલેક મુબારક સેજ હસ્યો અને બોલ્યા,
“એક ક્ષણ પહેલાં તો તમે મારા કબજામાં છે એમ કહેતાં હતાં, અને હમણાં જ એ સત્તાની સામે બંડ કરવા પ્રસ્તુત થાવ છો, કેમ? દિલશાદ! પહેલાને વખત ભૂલી જા. તું હવે મારી સત્તામાં છું, અને મારી સત્તાને આધીન થવું પડશે. હું બેલ નથી ત્યાં સૂધી ઠીક છે. બાકી, શરીરને સ્પર્શ નહિ કરવા દઉં એ શબ્દ તે હસવાના છે. જેઉં છું કે, કેની મજાત છે કે મને તેમ કરતાં અટકાવે? હું ધારીશ તે એક પળમાં આ તારા નાજુક બદનને મારા બાહુપાશમાં ભીડીશ, સમજ? દિલશાદ! તું અત્યારે એક પાંજરામાં પૂરેલી પંખણી જેવી છે. ચાહાય એટલી ઘડી સળીયા સાથે પાંખો ફફડાવે, પણ તેમ કરવાથી છટકારે થવાનું નથી. દિલશાદ ! દિલશાદ ! તું એક શૌહરની બીબી છું, માશુકા નથી. એક માશુકા ચહાય તે પિતાના આશકને ત્યજી શકે છે, પણ બીબી તો સદાને માટે ઈશ્કના જંજીરથી જકડાયેલી રહે છે, અને તેમ છે રહીશ, સમજી? દિલશાદ ! મારી મરજી વિરુદ્ધ જવું નકામું છે. આજ જે, વસ્લની રાત છે, અને આ બધી હઠ ના ઘટે છે. જે તો, જરા શાણી થા,” એટલું કહી તે તેને પકડી ચુબન લેવા ગયે. પણ દિલશાદખાનમ દર સરકી ગઈ, અને તેણે પિતાને હાથ તરત કેડ તરફ સરકાવ્ય.
શું? કટાર! આશ્ચર્યચક્તિ સ્વરે મલેક મુબારક બોલી ઉઠ; “શું તું એ કટાર મને કીશ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Surawww.umaragyanbhandar.com