Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપણે
ઉઘાડી હતી. ઇઝામુદૌલાને અંદર શું થતું હતું તે અહીંથી સ્પષ્ટ જણાતું હતું. તેને ઝાઝી વાર અહીં થોભવું પડ્યું નહિ.
afarro પ્રકરણ ૧૨ મું
વસ્લની રાત રાતનું વાળુ લઈ, પરવારી, મલેક મુબારક પોતાના શયનગૃહમાં ગયે. આજ તેનો આનંદ છાતીમાં સમાતો ન હતો. તે ખૂશમિજાજમાં હતા, અને ખૂશમિજાજી વધારવાને તેણે શીરાજના જામ ઉડાવ્યાં હતાં. મલેક મુબારક પોતાની બાજુમાં ફાવ્યો હતો, અને આજે તેને એક મુરાદ બર આણવાની ઉમેદ હતી. જે પણ પૂર્ણ થશે એમ તેને ભાસતું હતું. તેની મુખમુદ્રાપર આનંદની લહરી જણાતી હતી, અને તેની આંખોમાં વિજયના ગર્વથી એક પ્રકારની તેજી હતી. તે પિતાને અતુલ ભાગ્યશાળી લેખતે હતું, અને મનમાં કંઈ તર્ક વિતર્ક કરતા હતા, પરંતુ ઝાડપરથી ખરતાં સુકાં પાંદડાને ખડખડાટ અને પવનને સુસ્વાટ તેના આ તરંગોને હસતા હતા.
દિલશાદખાનમ જાણે ગમગીન હોય તેમ ચૂપચાપ બેઠી હતી. મલેક મુબારક દાખલ થયે તે જ પળભર તેના સામું જોઈ રહ્યો, અને બોલ્યા,
કેમ, બાન ! તબિયત નરમ છે?”
દિલશાદખાનમ ચૂપ રહી. મલેક મુબારક તેની પાસે ગયે અને તેના હાથ પિતાના હાથમાં લઈ બેલ્યો,
“બેગમ! આજની મૌજૂદા ખૂશીને ગમગીનીમાં કાં ફેરવી નાંખે છે. જે આ ચમકતા તારા, પેલું બુલબુલ સુંદર સરેજથી શાદમાનીનાં ગીત ગાએ છે. કેમ બેલતી નથી? શું તારા દિલ પર જરા પણ અસર થતી નથી? આહ! સંગદિલ બાનું! આમ નાહક દિલને સતાવવું એ સારું નથી.”
હજરત ! આપને એક અર્જ કરવાની છે?” મલેક મુબારની આ વાત પર ધ્યાન ન આપતાં દિલશાદખાનમ બેલી.
“શી?” મલેક મુબારકે ચકીને પૂછ્યું
હજરત ! આપ આપના કેલપર સાબીત કદમ રાખે છે ને?” “એટલે?” આશ્ચર્ય દર્શાવતી મુદ્રાએ મલેક મુબારકે પૂછયું.
જી, હું આપને વચન આપ્યું હતું તે પ્રમાણે આપની સાથે લગ્નગાંઠમાં જોડાઈ, હું આપના કબજામાં છું પણ આપને પણ આપને કોલ પૂરે કરવો પડશે. આપની સાથે શાદીમાં જોડાવા પહેલાં મેં આપની સાથે એક શર્ત કરી હતી, તે યાદ છે કે નહિ ?”
શી શ ?”
શી શર્ત ?” દિલશાદખાનમ બેલી, “એજ કે જે દિવસે હું આપની સાથે શાદી કરું તે જ દિવસે આપે અબ્બાજાને દત કરેલો તે પત્ર પાછો આપવા કબૂલ કર્યું હતું. મેં મારી ફરજ બજાવી છે, પરંતુ આપને–
“નહિ, બાન ! હજી આપની ફરજ પૂરેપૂરી અદા થઈ નથી.” Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com