Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
સટકો
८५
નો જ ભૂખી છું. આપની સાથે શાદીની તલબગાર છું. પ્યારે ! એક મીઠે બેલ કહે. જુઓ, આપને માટે આટલી રાતે અહીં આવવાની હીંમત કરી છે. આપ આપના પ્રેમને કોલ, એક ઇંધાણી આપો, અને પછી આપ સિધા. જુઓ, વખત ઘણો જ કીંમતી છે. ચાલ, વરા કરે. અરે, પણ આ શું?”
શાંત રજનીની નિસ્તબ્ધતા ભંગ કરતે તમંચાના બહારને અવાજ આવ્યો.
“મને લાગે છે કે, તેઓ આપને પકડવા નિકળ્યા છે.” ખયરુન્નિસા બેલી; “ભાગે, ભાગે. નહિ તો બધી મહેનત બરબાદ જશે.”
ઇઝામુદોલા જાણે અવાજ સાંભળ્યું ન હોય તેમ ઉભો રહ્યો. શું કરવું તે તે નક્કી કરી શકે નહિ. એક તરફ ખયરુન્નિસાની મુહબત, તેણે ઉઠાવેલી મેહેનત, તેણે રચેલી તદબીર તેને દીલપર અસર કરતાં હતાં. બીજી તરફ દિલશાદખાનમનો પ્યાર તેને બીજી જ તરફ ખેંચતો હતો. તેનું મન અત્યારે હિદેળાની સ્થિતિ અનુભવતું હતું. જેણે આટલી મહેનત કરી તેને છૂટકારે કર્યો હતે તેને, “હું તને ચાહત નથી,” એમ કહી તેના દીલપર કારી જન્મ કરતાં તેનું મન અચકાતું હતું. તેના પ્રારને પગ તળે છુંદવા તેનું મન કબુલ કરવું નહિ. એકદમ તેને ભગ્ન હૃદય કરવી એ હીચકારાનું કામ છે, એમ તેને લાગતું હતું. પણ તેના પિતાના અંતઃકરણને તપાસતાં એમ સ્પષ્ટ જણાતું હતું કે, ખયરુન્નિસાને માટે તેના જીગરમાં જગા નથી. સાફ કહેવું કે નહિ તે તે વિચાર કરવા લાગ્યું.
ફરીથી ગેળીબારના અવાજ એક પછી એક થયા. “ભાગ, ભાગે, યારે ઈકામ! તમે દિવાના તે થયા નથી ને? ખૂદાની ખાતર ભાગો.” ગભરાયેલા સ્વરે આજીજી કરતી હોય તેમ ખયરુન્નિસા બેલી.
ઈઢામે વાંકા વળી તે રમણીનું એક ચુમ્બન લીધું અને ઘોડાપર પલાણું કર્યું. તેને ઘોડાપર સ્વાર થતે જોઈ તે રમણી બોલી,“જલદી, જલદી, જૂએ, ગીરમાં પ્રવાસને લગતે સર્વ સામાન બધેલો છે”
તરત જ તેણે ઘોડાની લગામ ટી મૂકી દીધી, અને વેગથી રસ્તો કાપવા લાગ્યો. તે જંગલ ભણી વળવાને બદલે રૌનક મહેલ તરફ વળ્યો. ક્ષણમાં તે અયરવિસાની મહેબતની વાત વિસરી ગયે. અત્યારે જૂદા જ વિચાર તેના મગજમાં રમતા હતા. દુશમન દગાબાજીથી મેળવેલી વસ્તુને ઉપભોગ લે ત્યાર પહેલાં તેને પરાસ્ત કર, એ વિચાર તેના મગજમાં ભૂતની માફક ભરાયે હતો. ભયની તેને પરવા ન હતી. ફરીથી પકડાવાની તેને દરકાર ન હતી. તેણે એથી પણ વધારે જોખમ ખેડ્યાં હતાં. તે મારતે ઘોડે રૌનક મહેલ પાસે આવી પહોંએ. ઘોડાને તેણે વાંડની બાજુમાં બાંધી દીધે. મહેલના રસ્તા વગેરે તેને બરાબર અવગત હતા. એક બાજના નાના રસ્તા પરથી તે મહેલની નિકટ આવી પહોંચે. ભીંતપરથી ચઢી તેણે પટાંગણમાં કૂદકો માર્યો, અને આસ્તે આસ્તે પોતાના ધારેલા સ્થાને આવી લાગે. અહીં આવી આસપાસ નજર નાંખી. દૂર પહેરે ગીરે કાં ખાતા હતા. તેઓ પોતાની ધુમમાં મસ્ત હતા.
ચીતાની માફક ગુપચુપ તે એક સીડી પર ચઢયો, અને ધીમેથી તે એક ઝખા આગળ પહોંચે, અને કોઈ ન જાણે તેમ અંદરના ભાગમાં જવાને માટે માર્ગ શોધવા લાગ્યો. ઝરૂખાના બારણાં બંધ હતાં. પણ પાસે જ એક બારી
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com