Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
સટક
આપને માટે એક જોડે તૈયાર હશે. માત્ર બીબી સાહિબા એટલું જ જાણવા ઇતજાર છે કે આપની મુલાકાત ફરી કયાં થશે, અને આપ કયે રસ્તે પ્રયાણ કરશો ? હજરત! આપને માટે મને પણ રહમદીલી છે, અને તેથી જ મેં આ કામ પત કર્યું છે. આ ઉપરંત એક બીજી ઉમદા બક્ષિસ બીબી સાહિબા પણ બક્ષવાનાં છે; જેથી જીવના જોખમે પણ તમને આજ અહીંથી છુટા કરવા મેં દઢ નિશ્ચય કર્યો છે. હુજૂર ! જૂઓ સારી દુનિયાની સલ્તનતને માટે પણ જે કામ ન કરું તે આજ તમારે માટે કરું છું, સમજ્યા? જાઓ, આ એક બીજો પત્ર છે તે હું આપને સ્વાધીન કરું છું. પણ તમારે પ્રથમ કામ લેવા પડશે કે, દશ દિવસ વિત્યા પૂર્વે એ પત્રને ફોડીને વાંચવા નહિ. જલ્દી હાશમાં આવે. હાર ! વખત પાણીના રેલાની માફક વહી જાય છે, અને જે આ તક ગુમાવી તે ફરી હાથમાં આવવાની નથી, સમજ્યા? પહેરેગીરને કંઈ વાતની રસૂઝ ન આવી જાય કે આપને છોડાવવા માટે હું અહીં આવ્યો છું. આપને અહીંથી એક વાર છૂટકારો થયો કે થયું પછી ચહાય તે બીબી ખયરુન્નિસા આપને ઇશ્કની બેડીમાં જકડે યા ન જકડે, તેની મને લેશ પણ પરવા નથી. આપ આજ ને આજ રાત્રે આ ભયમાંથી સરકી જાઓ એટલે બસ્સ.”
“મૌલાને! પાક પરવરદિગારના કસમ લઈ કહું છું કે જે હું અહીંથી સહિસલામત છટકી ગયો તે દશ દિવસ પહેલાં આ પત્રને નહિ ફેડું, થયું?”
તે ફકીરના ચહેરા પર આનંદની છટા ખેલવા લાગી. “જુઓ ત્યારે મેં શી યુક્તિ રચી છે તે સાંભળો.”
એટલું કહી તે ફકીરે ધીમેથી ઇકામુલાના કાનમાં કંઈ વાત કરી.
ઇકામદૌલાના હૃદયમાં આશાએ અમૃત રિડ્યું; તેને સુકાયેલે પ્રાણ સતેજ થયે; તે એકદમ સફાળે ઉભે થયે, અને મનમાં બોલ્યો -“અહાહા! મારી સ્થિતિમાં એટલામાં કે વિલક્ષણ ફેરફાર ! મને મુક્તિ મળી કે બસ્સ. હું ગમે તેની સાથે ડાઉં તેમાં શું? મને મારું કામ કરવાની સંધિ મળી તે જ બસ્સ છે. એક વાર મારે દાવ સધાયો તે આગળ ઉપર બધું જોઈ લેવાશે.”
હજરત! આપ આમ ખ્વાબમાં હે એમ કેમ જણાઓ છે?” તે ફકીરે કહ્યું, “પેલી તરફ તમારે એક પહેરેગીર જમાલ તેની માશુકા સેઝનની સાથે પ્યારની ટખળ કરે છે; તેને સાથીદાર અહીં બહાર બેઠે છે, પણ તેને દુન્તરે અંગર સાથે મુહબત છે, જે મારી જાણમાં હોવાથી તેને માટે એક શીશી લેતે આવ્યું હતું. તે પીતાં જ તેના હશશ ઉડી જશે, સમજ્યા? પછી શું કરવું તે તે હાર જાણે છે.”
પહેરેગીર!” ફકીરે હાક મારી, “અરે આ કેદી તે બિમાર અને દિવાના જેવું લાગે છે. આમ આવ તે, હું ઝટ ચાલે જાઉં.”
લથડિયાં ખાતે પહેરેગીર ત્યાં આવી પહોંચ્યો. છેકામુકલાએ બાજઠ ઉંચકી, તેના માથાપર એક ફટકે એવો તો માર્યો કે તે બેશુદ્ધ થઈ અને નિર્જીવ શબવત જમીન પર પડ્યો.
* શરાબ-દારુ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com