Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ૌનક મહેલની રાજખટપટ
પડ્યો રહ્યો. આખરે તે જે ઓરડામાં કેદ હતું તેનું બારણું ઉપડ્યું. અને તેણે
એક મનુષ્યને દીવા સાથે અંદર દાખલ થતે જે, ને તેની સાથે એક ફકીર નજરે પડ્યો. નેકર દી મૂકી ચાલ્યો ગયો.
હજરત!” તે ફકીર બોલ્યો. ઈકામુદૌલા તેના સામું જોઈ રહ્યો અને પૂછયું:મૌલાના ! આપને મારી સાથે શું કામ છે ?”
ખામોશ, બેટા !” તે ફકીરે હ્યું, “ગમ ન કર, સહુ સારાં વાનાં થશે. તે બહુ દુઃખ સહન કર્યું હોય એમ લાગે છે. આટલી વારમાં તારા જે મનુષ્ય છેક હતાશ થઈ જશે એમ જે મને કેઈએ કહ્યું હેત તે મેં ભાગ્યે જ એ વાત સાચી માની હોત. ગમ કરવાથી કંઈ ફાયદો નથી. તારે માટે હું કંઈ સંદેશ લાવ્યો છું.”
એક ક્ષણભર આશાનું કિરણ ઈઝામુદૌલાના ચહેરા પર ચમકવા લાગ્યું.
અને તે પણ કોની તરફથી? એક બહેક્તની હુર તરફથી, સમજ્યા ?” તે ફકીર બોલ્યો; “ હજૂર! આ રહ્યો તે સંદેશો.”
ઇકામુદૌલાએ તે ફકીરના હાથમાંથી પત્ર લીધે અને ફેડીને વાંચવા લાગ્યા. તે પત્ર ખયરુન્નિસાએ લખે હતો. તેમાં મજકુર ઘણે ટૂંકે હતા. માત્ર એક જ યાચના હતી, અને તે એ કે, ઈઝામુદૌલાએ તેની સાથે લગ્ન કરવાનું વચન આપવું; અને જે તે તેમ કરે, તે તે તેને કારાગૃહમાંથી મુક્ત થવાને મદદ કરે, એટલું જ નહિ, પણ તે ઉપરાંત કંઈ બીજું સાધન પણ તે આપવા તૈયાર હતી. આ સાધન તે કંઈ નહિ પણ સુલ્તાન કલિખાંએ જેનાપર સહી કરી તે પત્ર કે જે તેણે ચારી લીધું હતું. ઈઢામુદૌલા જાણે કંઈ ભારે વિચારમાં હોય તેમ બેસી રહ્યો.
ફકીર તેના પર સ્થિર દૃષ્ટિ રેપી જોઈ રહ્યો.
“હજરત !” નીચે નમી મૃદુ સ્વરે ફકીર બોલ્યો, “ખયરુન્નિસાએ જોયું કે રમણને ઉષ્ણ આંસુથી ફકીરનું દિલ પિગળ્યા વગર નહિ રહે, અને તેમ જ બન્યું. હું કંઈ કામસર બીબી મહેરને ત્યાં ગયો હતે. એ તેમનાં ખાલી થાય. ત્યાં તેમને ખબર પડી કે હું કિલ્લામાં કામસર સુલ્તાન કુલિખાને ત્યાં ઉતર્યો છું. તેથી તેમણે મને આ કામ સેંડું; મારાથી ના ન કહેવાઈ. બીબીએ રડીને, પગે પડીને મારી આજીજી કરી; મારાથી તરછોડાયાં નહિ. મેં સંદેશો આપને પહોંચાડવાનું પત કર્યું એટલું જ નહિ, પણ સાહબે આલમ ! મેં બને તે આપને આ બંદિખાનામાંથી છોડવવાનું વચન આપ્યું છે! હાર! જે મેં દીનને આ લીલ ફિરકે પહેય ન હેત તે એ બહેશ્તની હુર ખાતર મેં હજારે આફરી કરી હેત ! તેના એક મીઠા બેલની ખાતર હજારે મુસિબત ઉઠાવી હત! પણ, હજરત! આપનું દિલ લાગણી રહિત લાગે છે, નહિ તે આપ આમ બેસી રહો નહિ; હાથમાં આવેલી સોના જેવી તક ગુમાવો નહિ. આપ વિચાર શું કરે છે? શું આપનું દિલ મહેબતને દમ ભરતું નથી? ગર એમ માની લ્યો કે આપને તેને માટે મુહબ્બત નથી. પણ આપને આપના ટકારાની પણ દરકાર નથી. શરમ છે! આપ એક બહાદુર માણસ થઈ આમ કાયરની માફક બેસી રહ્યા છે, અને હાથમાં આવેલી બાજી ગુમાવવા તૈયાર થયા છે! જુઓ, આપના કારાને માટે સર્વે ગોઠવણ
કરી છે. અહીંથી રૌનક મહેલમાં જવાના રસ્તા પરથી આડવાટ છે, ત્યાં આગળ Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com