Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ઝપાઝપી
કયદખાનું છે. બીજી તરફ સલ્તનત અને સત્તા છે. શું આપ દુશમનના હાથમાં રમષ્ઠ બનવા તૈયાર છો? શું આપ જગતમાં આપની હાંસી કરાવવા રાજી છો? આપના બાકીના દિવસે કયદખાનામાં ગુજારવા ખુશી છે ? બેલ, હારે વાલા બોલે.”
મુબારકે કલમદાન આપું, બાજઠ૫ર રાખ્યું અને ફરીથી સુલ્તાનને ઉશ્કેરવા કહ્યું:R . “હુાર આમ લાચાર બચ્ચાંની માફક ખૂણામાં બેસી અકસેસ કરવાથી શું વળનાર છે? આપ દિલેર છે, પકડે સમશેર હાથમાં દુરમને બતાવો કે સુલ્તાન કલિખને સતાવ એ રમત નથી, એ એક બાળકને ખેલ નથી. કવતદાર સરદારે આપને સહારે આપવા રાજી છે, દસ્તુર દિનાર ફેજ લઈ તૈયાર છે, - અજીજ-ઉલ મુક પોતાને કિને લેવા દસ્તુર દિનાર સાથે મળી ગયો છે. વિજયપુરના રાજાને આ પત્ર છે. જુઓ, આપ તેપર દરકત કરેઃ “મને સુલ્તાનની પરવા નથી, હું બીજાને સુલ્તાન તરીકે લેખવા તૈયાર છું” એમ એરતની માફક અફસથી કામ સરતું નથી. જાગ્રત થાવ, છોડાયેલા શેરની માફક ગર્ભે, હદીસની માફક અંધા બનો, શયતાનની માફક બેરહમ બને, બુલાની માફક દાંત પીસવાથી લાભ નથી. ઉઠે, દસ્કત કરે.”
એ કાંટાને આપના માર્ગમાંથી દૂર કરે. એમાં આપનું ભલું નથી, પણ સલ્તનતનું ભલું છે. એ જુલમગાર વછરના હાથમાંથી શાહને છોડા, રિયાયાની પરવરીશ કરે. ખુદાએ માટે આપ્યો છે તે ગુમાવે ના. એમ કરવાથી હાર! આપનું નહિ, પણ કુલ રૈયતનું ભલું થશે શાહને શાન આવશે. દગાબાજીને અંત આવશે જે આપના જેવા રાજભક્ત આવે વખતે ચુપકી ધારણ કરશે તે પછી બીજા સરદારનું શું થશે? સલ્તનતનું આલીશાં મકાન જમીનદોસ્ત થઈ જશે, સરદારમાં આપખુદી વ્યાપશે, કઈ કોઈનું માનશે નહિ; દેશમાં ઠેર ઠેર જંગ જાગશે, લોહીની નદીઓ વહેશે.”
બલેકતારું કહેવું રાસ્ત છે, મને પણ એ જ ખ્યાલ આવે છે.”
“તે હજુર આપ વિલંબ કાં કરે છે? જુઓ, આ પત્ર પડ્યો છે, તે પર આપના દસ્કત કરે. બેડે પાર છે.”
સુલ્તાન કુલીખાએ કલમ હાથમાં લીધી, ટગર ટગર તે કાગળપર જોઈ રહ્યો.
સુલ્તાનેવાલા! કેરીને આ માટે નથી. આપના દુશમને ફતેહ પામે ત્યાર પહેલાં હવાની માફક,વિજળીની માફકઝડપથી કામ લો, એક નિશ્ચય ૫ર આવે.”
ધ્યાનભંગ ઋષિને લલચાવવા માટે ઈંદ્રની અપ્સરાએ પણ આથી વધારે સબળ રીતે મીઠા શબ્દોમાં લાલચ દર્શાવી નહતઃ સુલ્તાને તે કાગળપર દકત કર્યા.
બાજી માટે પાઈ મલેક મુબારકને પાસે સવળો પડ્યો. તેની ફતેહ થઈ
પ્રકરણ ૩ નું
ઝપાઝપી સુલ્તાન અલીખાં ગાદી પર બેફામ પડ્યો. તેણે તકિયાપર શરીર નાંખી દીધું, આંખો બંધ કરી દીધી, અને શ્વાસ લેવા લાગ્યો. તેના હાથમાંની કલમ પડી ગઈ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, SuratvWW.umaragyanbhandar.com