Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
કુલિખાંની તરવાર હવામાં એક સરખી ફરતી હતી; ઘડીકમાં ઉંચે તે ઘડીકમાં નીચે; એક વખત માથાપર, તે એક વખત હાથના પોંચા આગળ, વિલુલ્લતાની માફક તે રમતી હતી. મુબારક પિતાનાથી બનતે બચાવ કરતા હતા. આખરે સુલ્તાન કુલિખાંએ પોતાના દુશ્મનને એવો તે હંફાવી દીધું કે, તેને શરણ થવાની તૈયારી આવી લાગી. પોતાના પ્રતિસ્પર્ધીની તરવાર છાતીનું લોહી પીવા તત્પર થઈ, પણ સુલ્તાન કલિખાંએ પિતાને હાથ રે, જેમ છોડાયેલો નાગ કુંફાડા કરે તેમ, જાણે અચાનક જેરને આવેશ આવ્યો હોય તેમ, જાણે ભૂત ભરાયું હોય તેમ ગાંડાની માફક કેધયુક્ત મુદ્રાથી મુબારક તરવાર ફેરવવા લાગે; તરવારો અથડાવા લાગી. મુબારકની દક્ષતા કંઈ ઓછી ન હતી. તેણે એક એવો જબરે આઘાત કર્યો કે સુલ્તાન કલિખાંની તરવાર મુઠમાંથી તૂટી ખણણ કરતી દૂર જમીન પર જઈ પડી. પિતાના પ્રતિપક્ષીને નિરસ્ત્ર જેતાની વાર આનંદના આવેશથી મલેક મુબારકે પિતાની તરવાર તેની છાતી સરસી ધરી. જાણે તે તેની છાતી ચીરી નાંખવા માંગતા હોય તેમ તે તરવારને ધરી ઉભો રહ્યો. સુલ્તાન કલિખાં તિરસ્કારભંજક મુદ્રાએ, રષદર્શક દૃષ્ટિએ પરિણામ જાતે ઉભો રહ્યો.
તે છૂપી ઓરડીમાં ખયરુન્નિસા આ સર્વ જોઈ આભી જ બની ગઈ. સ્તબ્ધ બની ગઈ, ચિત્રવત્ પૂતળાની માફક તેનાથી હલાયું નહિ કે ચલાયું નહિ. તેણે બૂમ મારવાનો પ્રયત્ન કર્યો પણ, તે તેમ કરી શકી નહિ. કેણુ જાણે તેની જીભ તાળવે ચોંટી ગઈ. એકાએક તેણે ધીમેથી ડકું ભર્યું અને જવાને ઉદ્યત થઈ, એટલામાં નીચે પાછલના દ્વારથી કઈ અંદર દાખલ થયું. હાથમાં ઉઘાડી તરવારે તે સુલ્તાન કલિખાં અને મલેક મુબારક ઉભા હતા ત્યાં આવી લાગે –“માફ કરજો સાહેબ!” આવનાર શાંત મુદ્રાથી બે –“આપના કંઠને અવાજ મારે કાને પડ્યો. પછી જાણે તે બંધ થયાને ભાસ થયે. રખેને કેઈને ગંભીર ઈજા થઈ હોય એમ ધારી હું વગર રજાએ અહીં દાખલ થયો છું. મારે તેમ કરવાની જરૂર પડી તે માટે હું માફી માગું છું. આપના દ્રઢ યુદ્ધમાં ભંગાણ પાડવા માટે હું દરગુજર ચાહું છું, અને આપ બને ઉમરાવોને સહીસલામત જોઈ આનંદ પામું છું. હું પાછો ફરું છું. આપ આપના દ્વતને ચાલુ કરે. અરે, પણ આ શું? હજરત, આપની તરવાર ભાંગી ગઈ છે. હજરત સલામત ! જે આપને આ હથિયાર ઉપગમાં લેવાને વાંધો ન હોય તો તે આપ સ્વીકારશે.”
એટલું કહી તેણે તે તરવારને સુલતાન કલિખાં આગળ ધરી. સુલ્તાન કુલિખાંએ તે તરવારને લીધી અને તેમ કરતાં સ્મિત હાસ્યથી તે બે
“આમ અણીને વખતે ઉપકાર કરનારનું મુબારક નામ ?” “ગુલામને કામુદૌલા કહે છે.”
ઇકામુદૌલા !” આશ્ચર્યચક્તિ સ્વરે સુલ્તાન કુલિખાએ કહ્યું, “માફ કરે, હું મારા દુશમનના હાથે થતો ઉપકાર સ્વીકારી શકતો નથી.”
મલેક મુબારકે ઈશારત કરી. ઇકામુદૌલા ત્યાંથી ચાલી ગયે. *
કલિખાએ કહ્યું, “મલેક! આજ તારે ચેરે ખૂની દેખાય છે. ભલે તે મેળવેલા વિજયને બદલો લઈ લે, તારું કામ અધુરું રાખ ના.”
મલેક મુબારક હસ્યો અને પોતાની તરવારને કષબદ્ધ કરી. હજરત! તેમ કરવાની જરૂર નથી,” મલેક મુબારકે કહ્યું, “જે હું તેમ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com