Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
કરે તે મૂર્ખ કહેવાઉં. મારે હજી ઘણું વેર લેવાનું બાકી છે. જે હું આપને પ્રાણ લઉં તે આપ મારા પંઝામાંથી સટકી જાઓ. હું તેમ કરવા ઇચ્છતા નથી. આજે આપે મારું જે અપમાન કર્યું છે, આપે જે શબ્દો કહ્યા છે, તે જે ખુદ સુલ્તાને કહ્યા હોય તો પણ હું સાંખું નહિ.”
તે થોડી વાર જાણે વિચારમાં હોય તેમ ચૂપ રહ્યો. તેના મનમાં કંઈક વિચાર બદલાયો. તેના હપર આનંદની ઝળકી ફૂટી. તે વિનયનમ્ર સ્વરે બો:
હુજુર! ગયેલી ગુજરીને વિસરી જાઓ. મેં કંઈ આપને ગુસ્સાના આવેશમાં કહ્યું હોય તે માફ કરે. મારે તેમ કરવાને ઈરાદો ન હતો. હજરત ! આપને મારા કહેવા પર વિશ્વાસ નથી, લાચાર છું. રાજ્યની હકીકત શું આપ જાણતા નથી. મારા કહેવામાં શું છેટું છે? આજ નહિ, પણ થોડા વર્ષમાં આપ રાજ્ય ગાદીના માલેક થવાના. ઇરાનથી આવતાં જે શુકન થયા હતા, તે આપ ભૂલી જાઓ છે. ખયર, આપની મરજી. આજે આપે મને જરૂરીપરસ્ત કહ્યો છે. હું કબૂલ કરું છું કે તે છું. હજરત ! આપ જાણો છો કે, હું કંઈ કમીને માણસ નથી. આજ મારી શી સ્થિતિ છે, તે આપને કયાં વિદિત નથી. મને પણ ભવિષ્યની આશા છે. હજરતવાલા ! આપ મને દિલશાદખાનના હાથને માટે નાલાયક ગણે છે, પણ હું ખાત્રી આપું છું કે મારા અંતઃકરણથી હું તેમને ચાહું છું. હું કસમ ખાઈને કહું છું કે હું જનેજીગરથી એમને ચાહું છું. આજ આ રાજ્યમાં મને જે માન મરતબ છે, તે કંઈ ઓછો નથી. હું તેમની સાથે લગ્નને માટે નાલાયક તદન નથી. એમની સાથે લગ્નમાં જોડાવાથી મારી જીંદગી સુધરી જવાનો સંભવ છે, આપ શું તે નાકબૂલ કરશે? હજરત ! આપ માઠું લગાડતા ના. આપે કેટલાક ખોટાં ઇજામ લગાડ્યાં છે. હું આપને શાહની પ્રત્યે બેવફા થવા કહેતો નથી, પણ શાહની આસપાસ જે ખુદપરસ્ત ઉમરાવ બીજાનું સત્યાનાશ વાળે છે, તેની સત્તા તેડવા કહું છું. તે ઝેરી સાપના દાંત તોડવાને જ વિનવું છું. આપ જે મારી માગણીને સ્વીકાર કરશે, આપ જે દિલશાદખાનમને મારી સાથે લગ્નગાંઠથી જેડશે, તે હું વચન આપું છું કે આપના વિરુદ્ધ કે રાજ્યવિરુદ્ધ કઈ બાબતમાં ખટપટ કરીશ નહિ. આપની વફાદારીમાં સામેલ રહીશ. જુઓ, આજથી ત્રણ દિવસમાં મારા નિકાહ થઈ ગયા છે, પછી હું આપને આ કાગળ પાછો સોંપી દઈશ.”
“પણ જો હું માગણીને ઈન્કાર કરું તે?”
તે પછી મને ફાવશે તે કરીશ. આ પત્રને સુલ્તાનની સમક્ષ મૂકીશ. હું માત્ર એકજ આશાએ જીવું છું અને તે દિલશાદખાનમ. જે હું તેમને મેળવવા ભાગ્યવાન નીવડીશ તે ઠીક છે. નહિ તે મને જીંદગીની પણ પરવા નથી. હું જનમમાં જઉં તો પણ બહીત નથી; સાથે દુનિયાને ઘસડવાને પણ ડરતે નથી. હજરત! હું નથી ધારો કે આપ મારી માગણીને ઈન્કાર કરે. આપ જરૂર મને મદદ કરશે, એવી મારી ખાત્રી છે.”
એટલી વાતચીત પછી સુલ્તાન કુલિખાં ત્યાંથી ચાલી નીકળ્યો.
મલેક મુબારક પાછો તે ઓરડામાં આવ્ય; પાછલી બાજુનું બારણું ઉઘાડી ઇકામુદૌલાને અંદર બેલાવ્યો અને કહ્યું –
હજી સુલ્તાન કુલિખાં માને એમ લાગતું નથી. જ્યારે મેં આપણી વાત ખુલ્લી કરી ત્યારે તેમણે મારું અપમાન કર્યું. તમારી માગણ મેં તેમના આગળ
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com