Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
નિશ્ચય
માણસ સાથે પુત્રીને પરણાવવી. એ જાણી જોઈને કસાઈડે ગાય બાંધવા જેવું હતું, પરંતુ એક પ્રકારની લાચારીને વશ થઈ તે કામ કર્યા વગર છૂટકો નહતો.
બેટી તારાથી છુપી વાત કંઈ જ નથી. તું તે જાણે છે ને કે બિટિયાં, દરેક બાબતમાં હું તારી સલાહ લઉં છું કે રાજકાજના કામમાં પણ બેટા તારી સલાહને હું માન આપું છું.”
“અબ્બાજાન! આપ આ નાદાનની બુદ્ધિની બહ તારીફ કરે છે.”
“નહિ, બેટા ! હું ખરું કહું છું. વારૂ હું તને પૂછું છું કે, આ દુનિયામાં સ્ત્રીઓનું મુખ્ય કામ શું છે?”
મુખ્ય કામ? યારે અબ્બ! આપ શું કહે છે, તે હું સમજી શકતી નથી.” “શાદી અને શૌહરની ખિદમત, એ પાકિદામન એરતની ફરજ છે કે નહિ?”
શું કહ્યું, અબ્બાજાન? શું એારતેને ખુદાએ એટલા માટે બનાવી છે. કે તેઓ શું તેમની ગુલામગીરી કરે ?'
“નહિ, બેટી! તું સમજતી નથી. સ્વામીની ચાકરી કરવી, એમાં ગુલામ ગીરી શાની?
કયેમ નહિ? અખજાન! આપ તે એમ જ કહે છે કે, એારતેઓ ખાવિંદની સેવા કરવી. એારતેને સ્વામીના પ્યાર મુહબત સાથે કંઈ કામ નથી.”
બેટા! શાદી કરીએ એટલે મુહબત થાય.” નહિ, અબ્બાજાન! આપ એમ કેમ કહે છે?
“બેટા! મારે વિચાર તારી શાદી કરવાનું છે. હું જાણું છું કે, આજ પહેલાં ઘણું સારા માણસેએ તારી સાથે લગ્ન કરવાની માગણી કરી છે અને કરે છે. હું કહું છું કે, આપણે મલેક મુબારક સાથે તારી શાદી નક્કી કરીએ તો શું?”
દિલશાદખાનમ ચુપ રહી. તે કંઈ બોલી નહિ. તે જાણતી હતી કે, સુલતાન કલિખાં મલેક મુબારકને ધિક્કારતા હતા. તેના તરફથી એવી માગણી આવેલી, તેને તેમણે તિરસ્કાર પણ કરેલો, છતાં, આજ તેઓને મેહે આ વાત સાંભળી તેને ઘણે અજાયબી લાગી.
બેગમ બેલી ઉઠી:–“હુજૂરેવાલા! આપે શું કહ્યું. શું દિલશાદખાનની નિકાહુ મલેક મુબારક સાથે ?”
હા, તેની સાથે નિકાહૂ કરવામાં વાંધો છે?”
“વાધે! તેની સાથે મારી પુત્રીને પરણાવવા વાંધો કર્યો નથી ? આપ શું તેના ચરિત્રથી વાકેફ નથી ?”
હા, હું વાકેફ છું. પણ શું એવા માણસ સુધરી શકતા નથી? ઘણું માણસે આગળ જતાં સુધરી જાય છે?”
“સુધરી ગયા હશે, પણ મુબારક સુધરે એની આશા નથી. તેની ચાલ ચલગતથી કે વાકેફ નથી ? જ્યારે તે પાયતખ્તમાં હતા, ત્યારે બાંદીઓ રેજ એની વાતે લાવતી હતી. મને એનાં લક્ષણું ગમતાં નથી. મારી રંક છોકરી એને ત્યાં જઈ સુખી થાય નહિ.”
“શા માટે સુખી નહિ થાય?” કુલિખાએ કહ્યું, “એને ત્યાં શી વાતની મણું છે? પૈસે છે, માઈક્રમ છે, નેકર છે, ચાકર છે, અને આગળ જતાં એથી Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com