Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press

View full book text
Previous | Next

Page 59
________________ રૌનક મહેલની રાજખટપટ એકણું ફરફર કરવા લાગ્યું. તેના અંગમરોડથી જાણે કુસુમલતા ટુટી પડશે એ ભાસ થવા લાગ્યો. નાચતાં નાચતાં પગમાં કાંટો વાગ્યો, અને તેની તીવ્ર વેદનાથી પ્રાણુને પીડા થતી હોય એમ, એકાએક કુમળી કદલીલતા પવનના તેફાનને લીધે ટુટી પડે તેમ જમીન પર પડી ગઈ; પણ આશ્ચર્ય તે એ હતું કે ન તેની મટુકી પડી, કે નં તેમાંથી પાણીનું ટીપું પડ્યું. આ નૃત્યથી સભાજન જેમ વીણાપર સર્પ મેહિત થાય તેમ મંત્રમુગ્ધ સ્તબ્ધ બની ગયા. ત્યાર પછી બીજી જાતના નાચ બતાવ્યા તેમાં કેટલાક ધાર્મિક નાચ પ્રાણસ્પશી હતા. તેનું નાજુક બદન કુલની પેઠે મૃદુ ગતિથી ધ્રુજતું હતું. કેઈ નાચમાં માત્ર તેના શરીરના અમુક અવયવનું જે કમ્પન થતું હતું, પણ તે એવું તે મને હારી હતું કે આલાકની નાચનારી નહિ પણ ઈંદ્રની કઈ અસર ઉતરી આવી છે, એવો ભાસ થતું હતું. નાચ પૂરે થતાં થોડી વારમાં તેણે ગાયનની શરૂઆત કરી. વસંત સમયે કોકિલ પંચમ સૂરથી વન ગજાવી મૂકે તેમ તેના કિન્નરકંઠમાંથી નીકળતી સ્વરલહરીએ સભાજનેને આનંદસાગરમાં નિમજિજત કર્યા. ગાનારીએ જયદેવમણુત ગીત ગોવિંદમાંની ચીજ છેડી: વસંતરાગે રૂપકતાલે અષ્ટપદી ૩. લલિતલવંગલતા પરિશીલનકેમલમલયસરે, મધુકરનિકરકરખિતકિલકૂજિતકુંજકુટીરે; વિહરતિ હરિરિહ સરસવસંતે, નૃત્યતિ યુવતિજનેન સમ સખિ વિરહિજનસ્ય દુતે. ધ્રુવ ઉમદમદનમોરથપથિકવઘૂજનજનિતવિલાપે; અલિકુલસંલકુસુમસમૂહનિરાલબકુલક્લાપે. મૃગમદસૌરભરભસવશંવદનવદલમાલતમાલે; યુવજનહૃદયવિદારણુમનસિજનખચિકિશુકજાલે. મદનમહીપતિકનકદંડરુચિકેશરકુસુમવિકાસે; મિલિતશિલીમુખ પાટલિપટલકૃતસ્મરતૂસુવિલાસે, વિગશિતલજિતજગદલેકનતણુકણકૃતહાસે; વિરહિનિકૃન્તનકુન્તમુખાકૃતિકેતકિદન્તરિતાશે. માધવિકાપરિમલલલિતે નવમાલતિજાતિસુગન્ધો મુનિમનસામપિમેહનકારિણિતરુણકારણુબન્ધો. ફુરદતિમુક્તલતાપરિરશ્મણમુકુલિતપુલકિત ચૂતે; વૃન્દાવનવિપિન પરિસરપરિગતયમુનાજપૂતે. શ્રી જયદેવભણિતમિદમુદાયતુ હરિચરણસ્મૃતિસારમ; સરસવસન્તસમયવનવર્ણનમનુગતમદનવિકાર. . ૮ ગાયનસદ બંધ થયા. મિજલસમાંના માણસે થોડી વાર ગાનારીઓને આરામ આપવા અને પેતે જરા વિશ્રાંતિ લેવા ઉઠયા. મલેક મુબારક પોતાના સરખા માણસો જોડે પાસેના કમરામાં જામે અર્ગવાની ઉડાવવા લાગ્યો. ખુશમીજાજમાં આવી મુબારકે કહ્યું. યારે મસ્ત હાફિઝ કહે છે તે ખરે છે કે Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com

Loading...

Page Navigation
1 ... 57 58 59 60 61 62 63 64 65 66 67 68 69 70 71 72 73 74 75 76 77 78 79 80 81 82 83 84 85 86 87 88 89 90 91 92 93 94 95 96 97 98 99 100 101 102 103 104 105 106 107 108 109 110 111 112 113 114 115 116 117 118 119 120 121 122 123 124 125 126 127 128 129 130 131 132 133 134 135 136 137 138 139 140 141 142 143 144 145 146 147 148 149 150 151 152 153 154 155 156 157 158 159 160 161 162 163 164 165 166 167 168 169 170 171 172 173 174 175 176 177 178 179 180 181 182 183 184 185 186 187 188 189 190 191 192 193 194 195 196 197 198 199 200 201 202 203 204 205 206 207 208 209 210 211 212 213 214 215 216 217 218 219 220