Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૬૦.
રોનક મહેલની રાજખટપટ
દિલશાદખાનમ ચૂપ બેસી રહી મલેક મુબારક તેનિ ભાવ કળી ગયો. તેની આંખ હિંસક પ્રાણી જેવી પૂરકતી જણાવા લાગી, અને તે આગ્રહ. પૂર્વક વધુ :
“ગર આપના દિલમાં મમતાને છાંટે ન હોય તો તેની કંઈ ચિંતા નથી. આપ ચાહે તે મને ધિક્કારે, અને જુઓ કે તેનું પરિણામ શું આવે છે? આપના અબ્બાજાનની શી સ્થિતિ થાય છે, તે જેજે. તેઓ ભલેને મદખાનામાં જાય યા પગમાં બેડીઓ પહેરી છંદગી કાઢે, યા તે હાથીને પગ તળે છુંદાઈ જાય, તેમાં મને થતું નુકશાન છે? તેમના જવાથી મને લાભ છે. તેમની પડતીથી જ મારી ચઢતી થવાની છે. તેઓ જશે તે મારા માર્ગમાંથી સદાને માટે શળ જશે. પણ યાદ રાખજે, શાહજાદી સાહિબા ! કે તેમની જીંદગીને આધાર આપના અક્ષરપર છે. તેમને બચાવવા એ તમારા હાથમાં છે.”
રહમ, રહમ, મુબારકખાં! રહમ! આપ શું એવા બેરહમ છે કે, મારું કહેવું છેક જ માનશે નહિ? આપનામાં શું આબરનો છાંટો પણ નથી? ના, ના; આપ વિચાર કરેઃ આજ તમારે વારે છે, તે કાલે કોઈ બીજાનો આવશે સત્તા કેઇની રહી નથી ને રહેવાની નથી. સુબારક, વિચાર કરે કે, અમ્બાએ આપનું કદિ નુકશાન કર્યું છે? અહા! જેની આખી જીંદગી સારા કામમાં ગઈ છે; જેણે રાજસત્તાને પણ પિતાના હૃદયમાં સ્થાન આપ્યું નથી; એટલું જ નહિ પણ જેણે તમારા ઉપર અનેક ઉપકાર કર્યા છે, તેની સામા દગે રચવામાં આપને લાભ થવાને નથી. ઈશ્વર જરૂર તેને બદલે આપશે. આપના હાથમાં ભલાઈ કરવાનું છે, આપ શા માટે તેમ કરતા નથી? આપ મને ચાહે છે. હું કબૂલ કરું છું કે, તેમ હશે. મને વખત આપે; હું મારા હૃદયમાં તમને સ્થાન આપવા પ્રયત્ન કરીશ. માત્ર આપ તે દુષ્ટ ઇરાદાને મનમાંથી કાઢી નાંખે વેર ન લેવાની પ્રતિજ્ઞા કરે—”
આટલું બોલતાં તેને શ્વાસ ભરાઈ આવ્યું તે એકદમ અટકી પડી, અને મિલેક મુબારકના સામું જોઈ રહી. તે જોતી હતી કે, કંઈ કરતાં મુબારકના દિલને અસર થાય છે કે નહિ. તેણે મુબારકના ચહેરા પર દયાને વિકાર જે નહિ. તે સ્વભાવે અભિમાની હતી છતાં તે તેને પગે પડી અને કહ્યું:
મુબારક! મુબારક! હું રહમની ભીખ માંગું છું.” •
ભીખ, ભીખને જવાબ ભીખથી મળે છે. યાને એજ કે આ મુબારક કદિ તેના બોલવાથી પાછા ફર્યો નથી અને ફરશે નહિ. સમજ્યાં સાહિબા? માનવું હોય તો માની જાઓ. નાહક સમય ગુમાવો નહિ. હા, કે ન જે કહેવું - હોય તે કહી દે.”
તે એકદમ ઉભી થઈ, જાણે તેનું હૃદયસ્પંદન બંધ થઈ જતું હોય એમ તેને લાગ્યું જણે મતની કરાલ છાયા ગ્રસવા લાગી હોય તેમ તે આખે શરીરે કમ્પ અનુભવવા લાગી, ધ્રુજતા સ્વરે બેલી - -
“લાવો, તે કાગળ ક્યાં છે? હું કબુલ-મંજુર-” એટલું બોલતાં તેને સ્વર મંદ પડતે ગયે અને જાણે ચકરી આવી હોય તેમ તમર ખાઈ નીચે પડી.
મલેક મુબારક ક્ષણભર તે વિલાયેલા કમળસમાન મુખ સામું જોઈ રહો.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com