Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
જાય તો તેથી તેઓ તેને કેવો ૬૫ગ કરે તે વાત તે સારી રીતે જાણતો હતો,
ખ્વાજા મહંમદ ગાવાન જે એક વખતે રાજ્યને માટે સ્તંભ હતું તેની શી દશા થઈ હતી તે બીના તેના ધ્યાનમાં આવી હતી.
છેડાયેલા વાઘની પેઠે તે પોતાની ઓરડીમાં આમતેમ આંટા મારવા લાગ્યો. આખરે એક નરને બેલાવી પોતાના મુન્સીને બેલાવી મંગાવ્યું. તે પણ પિતાના માલેકની માફક હાલોફાંફ્લો થઈ ગયો. તેના પર શક લાવવો એ સુલ્તાન કુલિખાને એક ભારે સમસ્યા થઈ પડી. તેના નોકરે બદલ તેને પૂર્ણ ખાત્રી હતી કે મરતાં સુધી તેઓ એવું કામ કરે નહિ. વારુ, તે કમરામાં કોઈ પરા માણસ સુધાં દાખલ થયો ન હતો. માત્ર સાંઈબાવા તે ઓરડામાં આવતા જતા હતા, પણ એ ધાર્મિક માણસ તે એવા કાગળને હાથ લગાડે એ બનવા જોગ નથી એમ તેને લાગ્યું.
આ ઉપરાંત કેઈ આવ્યું હતું કે નહિ તે સંબંધી તે વિચાર કરવા લાગે. અરે હા ! કેમ નહિ? ઈઝામુદૌલા ડીવાર સૂધી એકલો તે ઓરડામાં હતોસ્તો. તેણે એ કાગળ કાઢી લીધા હોય તો?”—આ વિચાર આવતાંની વાર તેના મનમાં એક પ્રકારની ધાસ્તી પેદા થઈ. જે તે કાગળે તેના હાથમાં ગયા તે સત્યાનાશની પાણી. તે પિતે એ કાગળને દુરુપયોગ કરે કે ન કરે, પણ જે તેના હાથમાંથી બીજાના હાથમાં જાય તો એ કાગળને જરૂર ૬૫ગ થાય, થાય ને થાય. અને જો એમ થાય તે એનું પરિણામ શું આવે? પિતાને જ નુકસાન થાય એટલું જ નહિ, પણ બીજા કેટલાક માણસેને પણ નુકસાન ખમવું પડે અને રાજ્યમાં ભારે મોટું રમખણ જાગે.
શું કરવું? આવા પ્રસંગે કેમ વર્તવું એની એને સારી ગમ હતી. રાજકાર્યને અંગે એનામાં પ્રસંગાવધાન આવી ગયું હતું. તરત જ તેણે મુન્સીને પૂછવું – “આજ પહેરાપર કોણ છે રે ?”
રહમતખાં,” મુન્સીએ જવાબ આપ્યો.
“વા, તે તેને કહે કે છ માણસે તૈયાર કરે, અને મારી સાથે સ્વાર થઈ આવે. હું તરત જ તૈયાર થાઉં છું. રોનક મહેલમાં જવું છે. વાર ન લગાડે, માટે
એકદમ તૈયાર થવા હુકમ આપ.” * ખરેખર તે છ જણ તૈયાર થયા એટલામાં તે સુલ્તાન કુલિનાં પિતાના નિપર સ્વાર થયો, અને દરવાજા આગળ આવી પહોંચે. તરત જ તેઓએ ઘોડાને મારી મૂક્યા. સુલ્તાન કુલિખાં પોતે આગળ હતું, અને રહમત અને બીજા માણસે તેની પછવાડે હતાં.
* ખ્યાના મહંમદ ગાવાન હમાયન જાલિમના વખતમાં વછરના ઉચ્ચપદપર હતો, અને સુલ્તાન નિઝામશાહ તથા મહેમદશાહના સમયમાં રાજ્ય તંત્રની મુખ્ય લગામ તેના હાથમાં હતી. તે વિદ્વાન અને રાજપ્રતિ અતિ વફાદાર અમિર હતું. જેવી તેની સત્તા હતી તેવો જ તેને વૈભવ હતો. બ્રાહ્મણી વંશના ઇતિહાસમાં એક રીતે તે કાર્ડિનલ વુઝી સમાન હતા. તેના દુશમનેએ બનાવટી કાગળ ઉભો કરી સ્વાજાની મુહર રાખનાર ને મેળવી લઈ, કાગળપર મહેર કરી, તે કાગળ શાહના હાથમાં આપે. વગર વિચાર્યું, શાહે તેને ઠાર કરવા હુકમ આપ્યો. Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com