Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
નિક મહલની રાજખટપટ
L
એમ બને ખરું? આપને એમ લાગે છે કે, જે મારાથી બનતું હોય તે આપના શબ્દને હું પાછો ઠેલું?”
હજરત ! મને એમ જણાયું છે કે આપે અબ્બાજાનપર એક પ્રકારનો કાબૂ મેળવ્યો છે, ખરી વાત?”
જવાબમાં અર્થસૂચક ચેહેરે હેજ માથું નમાવ્યું.
“મેં સાંભળ્યું છે કે, આપની પાસે એક પત્ર છે, અને તેના પર અબ્બાજાનના દસ્કત છે. જે તે પત્ર શાહના હાથમાં જાય તો તેથી અબ્બાજાનને ઘણા જ નશાનમાં આવવું પડે, તેમની આબરુ ઈજજતને કલંક લાગે, અને કદાચ શાહની ગેરમરજી થાય તથા તેમની પાસેથી સુબાગીરીને અખીયાર લઈ પણ લે.”
“એથી પણ વધારે નુકશાન થાય, કદાચ તેમની જીંદગી પણ જોખમમાં આવી પડે. પણ હા, આ બધી હકીક્તની આપને કયાંથી ખબર પડી ?”
ગમે ત્યાંથી: પણ, હજુવાલા ! હું એમ પૂછું છું કે તે પત્ર શાહની પાસે જાય એમ તમે ઇચ્છો છો ખરા?”
જે આપ મને ફરમાવે તે ન મેલું; આપ કહેતાં હો તે તે પત્રને હું નાશ કરું; પછી ?”
“આપ તે પત્રને ફાડી નાખ ચા બાળી નાંખે. અબ્બાજાને મને કહ્યું છે કે, આપ મારી સાથે લગ્નમાં જોડાવા ઈચ્છે છે. હું એ બાબત આપને એશાન માનું છું, પણ હુર ! હું તેમ કરવા અસમર્થ છું.”
શા માટે ? આપ એમ માને છે કે, હું એક અદના માણસ છું? શું આપ એમ લેખ છે કે, મારી પાસે પૈસાનાં જોઈએ તેવાં સાધન નથી? શું હું માન ઈજજતમાં છેક ઉતરતો છું, યા મારા પૂર્વજો ખાનદાન ન હતા? કહો આપને શો વધે છે ?”
વા કંઈ નહિ, માત્ર એ કે હું આપને ચાહાતી નથી.”
ખરી વાત, એમાં ના નહિ. કેઈ પણ સ્ત્રી પરણ્યા પહેલાં તેના સ્વામીને ચાહાતી નથી. શાહજાદી સાહિબા ! લગ્ન એ તે પ્રેમના મંદિરનું દ્વાર છે. એ દ્વારમાં
પ્રવેશ કર્યા પછી પ્રેમની ઝાંખી, દર્શનને અનુભવ થાય છે.” ! બતે શું એ આપ આપના અનુભવથી કહે છે?”
“ના છે. એ અનુભવ હજી લેવાને છે,” તેનાપર તીવ્ર દૃષ્ટિપાત ફેંકી કહ્યું, “આપની મહેરબાની હશે તે એ અનુભવ આપણે સાથે જ લઇશું. પ્રેમના પાઠ પછી હું આપને પઢાવીશ.”
તે શું આપે ઇશ્કની પાઠશાળા ઉઘાડી છે યા કોઈ આપ પ્રેમના પંડિત કે મોલવી છો?”
“આપ જેમ માને તેમ, પછી-” પણ આપની પાસે એ પ્રેમપાઠ પઢવા મારું મન ના પાડે છે.”
ના પાડે વા હા પાડે, આપને એમ કર્યા વગર છૂટકે નથી, કંઈક રિષભંજક સ્વરે ગર્વભરી દૃષ્ટિએ મલેક મુબારક બેલ્યો.
“ટક નથી?” આશ્ચર્યચક્તિ ચેહેરે દિલશાદખાનમ બેલી.
ના, ટકે નથી. હું પૂછું છું કે, આપ આપના પિતાશ્રીને ચાહો છો યા નહિ ?”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com