Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
મિજલશ
શરાબે તખ દે સાકી કે મર્દ અફગન બૂઅદ્ રશ,
કે તા લખી બિ આસાયમ જે દુનિયા જ શરે શરણ બિરાદરો” બીજાએ ઉમેર્યું કે, “અહા આ જામેશાબમાં કંઈ જાદુઈ અસર છે. તે રંજને દૂર કરે છે, નવું વન બક્ષે છે, આંખમાં અજબ નર આપે છે.”
આણું તરફ શરાબની રંગરેલ ઉડતી હતી તે વખતે ઇક્કામુલા બેગમ મહેલમાં જવાના માર્ગે આગળ બીજી બાજુના ઓરડામાં બેઠે બેઠે વિચાર કરતે હતો. “વરંગુલ શા માટે આવ્યો છું? શું જીવનસખીને શોધવા માટે ? ના, રાજકીય કામને માટે આવ્યો છું. છતાં રમણીઓના કાવાદાવાને પાશ રાજકીય બાબતોમાં પણ લાગેલો હોય છે. અહા ! રમણું તારી સત્તા કેવળ પુરૂષના હૃદય પર માત્ર ચાલતી નથી. ગમે તેમ પણ જે કાર્યને માટે આવ્યો છું તે પ્રથમ કરી લઈ બને ત્યાં સૂધી ઈતર બાબતોમાંથી મુક્ત રહેવું જ જોઈએ.” એમ વિચારી મુક્ત રહેવાને ઠરાવ કર્યો.
તે આમ વિચાર કરતા હતા એટલામાં ભયભીત હરિણુંની માફક એક યુવતી ત્યાં દાખલ થઈ. તેને જોતાં જ ઈઝામુદોલા આશ્ચર્યચકિત ઉભે થયે. તે પિતાનું દેહભાન ભૂલી ગયા. તે બેલી ઉઠયો કે
હર કશ કે દીદ ચમે ઉ ચૂત
ફૂ. મહતસિબ કે મસ્ત ગીરદ.”t અહા, શું તે રમણીનું અપૂર્વ સૌદર્ય હતું? તેણે પિતાની દેહલતાને અનુરૂપ સાદા અલંકાર ધારણ કર્યા હતા. અલંકારથી તેના દેહને શોભા મળતી હતી કે તેના દેહથી અલંકારને શેભા મળતી હતી, તે કહેવું કઠિન હતું. વાંચનારે આ રમણીને એક વાર જોઈ છે. એટલે અત્યારે તેનું વર્ણન કરવાની જરૂર નથી.
જાણે એકાએક ઉંઘમાંથી જાગૃત થયો હોય તેમ થોડી વારે ઈઝામુદોલા બે -“કેણુ- દિલશાદખાનામ.”
“જી, હું આપને ઓળખી શકી, અને આપ ઓળખી શક્યા નહિ?”
બાન આપને જે કંઈક વખત થઈ ગયે, અને આપ કેટલાં બધાં ફેરવાઈ ગયાં છે !”
“તે ખરું, પણ હું આપને પીછાની શકી. વારૂ, પણ આપ અહીં કયારના?”
ત્રણેક દિવસ થયા. આપ પરમ દિવસે અહીં આવ્યા હતા, નહિ વાર?” “છ, આપ તે વખતે અહીં હતાં?” “હા. આપ અહીં આજ મુબારક પ્રસંગે પધાર્યા છો?” “કંઈક, તેમ ખરું,” દિલશાદખાનને પ્લાનતાથી જવાબ વાળે. “શાહજાદી ! આપ ઉદાસ જણાવે છે. કેમ વારૂ ”
• અય સાકી! એ શરાબ આપ કે જેમાં એવું જોર હોય કે પહેલવાનને પણુ પાડી દે, સ્થી અલ્પ સમય માટે આ દુનિયા અને તેની ઉપાધિથી આરામ પામું.
જ જેણે પણ તેની આંખ જોઈ તે દરેક પુકારી યો કે દરેગે કયાં છે કે, આ મસ્તને પકડી લે.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com