Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
નક મહેલની રાજખટપટ વારં, આપ કહો છો તેમ હોય, તે પણ સાદી કર્યા પછી ? આપ અહીં આવી રહીને મલેક મુબારકને આશા આપી. ખયરુનિસા ! જે તારા અંતરમાં મારે માટે લાગણી હતી, તે તે આમ શા માટે કર્યું ? જે જરા સબુરી રાખી હેત, થોડી વાટ જોઈ હોત, સુખદુઃખે થોડાં વર્ષો કાઢયાં હોત તો આજ તારે અને મારે પ્રેમ સંલગ્ન થયે હેત. પણ હવે—”
“પણ હવે આપ મને ચાહાતા નથી એમ જ ને ?” “કચડાયેલી સાપણની માફક છેડાઈ બેલી.” આપ મને ધિક્કારે છો-આપ મારી અવગણના કરે છે, નહિં વારં?”
“હું આપને ધિક્કારતા નથી, તેમ આપની અવગણના પણ કરતું નથી. એટલું જ કહ્યું છે કે, તું તારા ખાવિદને છોડી અહીં આવી. તે ગુજરી ગયાની વાત આવી છે, તો હવે તું તારા પર પ્રેમ કરનાર તરફ બેવફા ન થા.”
મને ચાહનાર ! મને ચાહનાર કોણ છે? આપ શું મલેક મુબારક તરફ ઈશારે કરે છે? જે આપ એની તરફ ઈશારો કરતા હો તે તેમ કરવામાં આપની ભૂલ છે. કદાચ ક્ષણભર એમ માની લઉં કે, તેઓ મને ચાહાય છે તેથી શું? ચારા કામ ! આ દુનિયામાં હું એક જ આદમીને ચાહું છું, ને હું તેનો જ પ્રેમ મેળવવા ઇચ્છું છું. દુનિયામાં હજારો આદમી છે તેથી મને શું? હું કદાપિ કાળે મલેક મુબારકને મારું દિલ આપવાની નથી. હું મારે પ્યાર મરજીમાં આવે તેના પર ઢળવા સ્વતંત્ર છું” બોલતાં બોલતાં તે તર્જની ઊંઝવા લાગી. જાણે તેના અંતરના ભાગને કેઈએ ડંખ માર્યો હોય, તેમ વેદનાવ્યંજક સ્વરે બોલી, “હું, હા નસિબ ! હું જેના પર પ્રેમ કરું છું, જેના પર મારે પ્રાણ એવારી નાખું છું તેને મારી લેશ પણ પરવા નથી.” એટલું કહી લલાટપર હાથવતી આધાત કર્યો.
જ્યાં સુધી મલેક મુબારકને વિશ્વાસઘાતી ઠેરવવાને મારી પાસે પ્રમાણુ નથી, ત્યાં સુધી હું તેના પ્રેમની આડે આવીશ નહિ. અવશ્ય લાગશે તે બાનું સાહિબા ! હું તે પત્રની યોગ્ય કિંમત આપી ખરીદી લઈશ. કહે, બોલે, આપને તે પત્રના બદલામાં શું જોઈએ છે?”
ઈકામ, ઈઢામ! આપ મારા હૃદયને આમ પગતળે કચડે ના. હું તે પત્ર લાવીને આપના હાથમાં મૂકે તો તે આપની ખાત્રી થશે ને? જે હું મલેક મુબારકની નીચતા, દગાબાજી આપને પૂરવાર કરી આપું તો પછી આપને કંઈ કહેવાનું રહેશે નહિ ને? પ્યારા ઈકામ, મારી આંખના તારા, મારા જીગરના જીગર ! મને કંઈ જોઈતું નથી. આપ ચાહે ચા તિરસ્કાર કરે, પણ હું તો આપને જ ચાહવાની, હું આવી આપનાં ચરણમાં પડીશ, આપની પાસે પ્રેમની ભીખ માગીશ. દયાની યાચના કરીશ. હું નથી ધારતી કે, મને તરછોડી કાઢે એવા આપ નિધુર છે. ના, ના તેમ આપનાથી કદાપિ બનવાનું નથી. હું ચાલી, આ પળે જ તે પત્ર લઈ આપને સ્વાધીન કરું છું. બાદમાં જે મલેક મુબારક મારે તિરસ્કાર કરે તે તમે મારું રક્ષણ કરવા સમર્થ છે. હું જોઈશ કે, તેની દગાબાજી ક્યાં સુધી ચાલે છે? તેણે હજારેને રમાડ્યા છે, પણ તે આપને કેવી રીતે રમાડે છે. તેના દહાડા હવે ભરાવા માંડ્યા છે, તેને પાપને ધડે ફૂટવા આવ્યો છે. ઈકામ, ઈકામ! હું માત્ર આપની દયા, મમતાની આશા રાખું છું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com