Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
જન્મદિન
૪૭
દુખવવાની નહતી. આપને માઠું લાગ્યું હોય તે ક્ષમા કરે. જે તે પત્ર ખરેખર આપની પાસે હોય તો તે માટે સ્વાધીન કરે. કારણકે આપ તે જાણે છે કે, તે પત્ર મારે છે. તે મલેક મુબારકને પણ નથી, તેમ જ આપનો પણ નથી.”
ખયવિસા જરા આધી સરકી.
કેમ બાનુસાહિબા! મારું કહેવું શું ખોટું હતું? આપ બદલાની આશા ખે છે ?”
ખયરુન્નિસાએ કંઈ પણ જવાબ આપ્યો નહિ. તે તેને ગળે વળગી, તેને પિતાની બાહુલતામાં ભીડી દીધે, અને રૂદ્ધકો, અશ્રસિદ્ધ નયને તેની તરફ જોઈ ધીમેથી બેલી,
“પ્યારા કામ! મને કંઈ જ આશા નથી, હું કંઈ માગતી નથી; માત્ર હું આપને પ્રેમ માગું છું. આપ પૂર્વવત મારા પર સ્નેહ કરે, એ જ મારી યાચના છે.”
તે રમણુના સ્પર્શથી કામુદૌલા રોમાંચ અનુભવવા લાગે, તેના શરીરે કલ્પ થવા લાગ્યો. તે રમણીનું અપૂર્વ સૌદર્ય, વિલાયેલા કમળ જેવું મુખ, દયાદ્રિ પ્રેમપિપાસુ આંખે, તેના હૃદયના મર્મ ભાગ પર આઘાત કરવા લાગી. તે મહા કટે આભસંવરણ કરી, તેના ભુજપાશમાંથી મુક્ત થયા. તેની ધડકતી છાતીને અલગ કરી કહ્યું,
બાનુ સાહિબા ! શાંત થાવ. આપ જાણે છે કે, આપના દિલ પર અન્યને અખીયાર છે. આ ઉપરાંત હજી આપે મલેક મુબારક દગાબાજ છે, એમ સિદ્ધ કર્યું નથી. જ્યાં સૂધી આપે તે પત્ર મારા હાથમાં મૂક્યું નથી, જ્યાં રસૂધી તે પત્ર૫ર સુલ્તાન કલિખાંએ દસ્કત કર્યા છે કે નહિ તે મેં જોયા નથી, ત્યાં સૂધી ( મલેક મુબારકને દગાબાજ તરીકે માનવા ના પાડું છું. બાનુ સાહિબા ! કેવળ શબ્દ, એ સાબીતી નથી. કાલે આપે મને સાચી વાત કરી ન હતી. આપે કસમ લીધા, તે પણ આપે પાળ્યા નહિ અને તે ગુમ ઓરડામાં જઈ બધી વાત સાંભળી. કહે, આપ જ કહો, કે આપના કહેવા પર હું કેવી રીતે વિશ્વાસ કરું?”
પ્યારા ! તમને હજી મારા કહેવા પર એતબાર નથી ને? ઈઝામુદૌલા ! આપ મને તરછોડે ના. પ્યારા! જે મારું જીગર ચીરી બતાવાતું હોત તો આપને દેખાડત કે મારું જીગર બોલબ આપના યારથી ભરેલું છે. આ સિનામાં માત્ર આપની જ મૂર્તિ વિરાજમાન છે. આપ ચાહે તે ધારે, પણ આપને માટે હું પ્રાણ કાઢી આપવા તૈયાર છું. કામ, પ્યારા ઈક્રામ! આપ તે ઘેરાની વાત ભૂલી ગયા છો, પણ હું તે વિસરી નથી, ને વીસરવાની નથી. અહા ! આપે તે વખતે શું કહ્યું હતું તે યાદ છે? આપે શાં વચન આપ્યાં હતાં તે યાદ આવે છે? હાલા! હું તમને ભૂલી નથી ને ભૂલવાની નથી.” -- “પણ, બાનુસાહિબા ! મારા જેવા બાદ આપે બીજાની સાથે શાદી કરી,
“કબુલ, કબુલ; પણ તે મેં મારી રાજીખુશીથી નહિ. મને તેમ કરવાની ફરજ પડી, તેમાં હું શું કરું? શાદી વખતે પણ મને આપનું જ ધ્યાન હતું, આપને જ ચેહેરે મારી આંખે આગળ રમી રહ્યો હતો, મારે આત્મા આપને જ ઝંખતે હતો. લગ્ન તે માત્ર નામનું જ હતું.”
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com