Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રોનક મહેલની રાજખટપટ
“બિયા તા યક ઇમ શબ તમાશા કુનીમ,
ચુ ફરદા રસદ ફિક્રે ફરદા કુનમ. સુલ્તાન કુલિખા બેગમના જવાબથી ઘણે ખુશ થયે, અને તે ક્ષણભર પિતાની ચિંતાને વીસરી ગયું. તેણે શાંત ચિતે વાળુ કર્યું, અને તેમ કરતાં જાણે આજે કંઈ બન્યું જ ન હોય તેમ વાતચીત કરી. ભેજન સમાપ્ત થયા પછી બદીને ત્યાંથી ચાલી જવા ઇશારત કરી. નેકરે આવીને બાજઠ અને થાળી રકાબીએ લઈ ગયા.
મુક્તાન કુલિનાં પિતાની દિકરીના મુખ સામું જોઈ રહ્યો. તેના ચહેરા પર વિકારની છાયા કુરવા લાગી. જાણે એકાએક નિરભ્ર આકાશમાં વાદળાં ઘેરાઈ આવે તેમ તેના મેહપર ગ્લાનતાની છાયા પ્રસરવા લાગી. કયાં આ બાળકાનું અનિંદ્ય સૌન્દર્ય તથા બાલસુલભ નિર્દોષ સરળતા, અને જ્યાં તે કુટિલ, જૂર, લંપટ મનુષ્ય? કયાં આ સ્વર્ગનું મંદાર કુસુમ, અને કયાં આ વજ હૈયાને દાનવ? તેને મનમાં એમ થઈ આવ્યું કે, આ કુમળા કુસુમને હું પગ તળે છુંદી નાંખું છું. એક નાજુક તરુલતાપર કુહાડીને ઘા કરું છું; એક નિર્દોષ કપતીના હૃદયમાં છૂરી ભાકું છું તેને મુબારક સાથે પરણાવવામાં કાળની કરાલ છાયામાં હડસેલી મુકું છું; વા ધગધગતા અગ્નિમાં ફેંકી દઉં છું. એ ખરી વાત કે, મલેક સુબારકે પોતાનું વર્તન સુધારવાનું વચન આપ્યું હતું, પણ તે પોતાનું વચન પાળશે કે નહિ, એની શંકા જ હતી. તે આગળ જતાં નામના કાઢશે, એમાં કંઈ શક નહતો, પરંતુ તેની સાથે પોતાની પુત્રીના લગ્ન કરવાના વિચારથી તેને મનમાં ત્રાસ ઘટતો હતો. સુલ્તાન કલિખાને પોતાની પુત્રી પર અનન્ય વાત્સલ્ય પ્રેમ હતો. તેને તે પોતાના છોકરા કરતાં વધારે ચાહતે હતો. તેની બુદ્ધિ ઘણી જ તીવ્ર હતી અને ઘણું રાજ્યના કામોમાં પણ તે તેની સલાહ લેતા હતા. પોતાના પિતાને ઉદ્વિગ્ન હેરે પિતાની સામું જોત જોઈ દિલશાદખાનમ બેલી:
વાલિદે મહેરબાં! આપ શા વિચાર કરે છે? આપ ચૂપચાપ બેસી કેમ રહ્યા છો ?”
“બેટી!” કુલિખાએ કહ્યું, “હું તારી જ ફિકર કરું છું” મારી? અખજાન ! મારી ફિકર કરવા જેવું આપને શું છે ?” બિટિયાં ! હવે તું મટી થઈ; તારી શાદીને વિચાર કરવો જોઈએને ?”
“વાહ, અમ્બાજાન, વાહ! મારી શાદીની ફિકર એટલી બધી થાય છે ? એ તે સાધારણ વાત છે. પણ અબ્બાજાન ! આપના ચેહેરા૫ર દિલગીરી જણાય છે. આપ કંઈ બીજા જ વિચારમાં લાગો છો; આપ આપના અંતરની ખરી વાત જણાવતા નથી.”
સુલ્તાન કુલિખાંના અંતરની સ્થિતિ વિચિત્ર હતી. તે અપ્રિય બીનાને બેગમ અને દિકરી આગળ કહેવા ઈચ્છતા હતા, પણ તે હઠ પર આવતી નહિ. તે વિષયને રજુ કરવાને આડી અવળી પ્રસ્તાવના કરતા હતા, પણ વિષયને રજુ કરવાની હિમત થતી નહિ. મલેક મુબારકની ખરી હકીક્ત દિલશાદખાનમથી પી નહતી. ઘણી વાર તેઓએ પોતે તેના ખરાબ કામેની નિંદા કરી હતી. એવા
* આવે, આનંદ રાત્રીએ બેસી શેડે આનન્ટ મેળવીએ, કાલ થતાં કાલની ફિકરને જોઈ લઈશું.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com