Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
૩૪
રૌનક મહેલની રાજખટપટ
પણ વધારે મોટી હાકેમી મળવાની આશા છે; શાહની મહેરબાની છે. ભવિખ્યામાં તે સલ્તનતમાં ભારે નામના મેળવે તો એમાં કંઈ નવાઈ નથી.”
“નામવર ! આપ જ કહેતા હતા કે, આ દુનિયામાં મલેક મુબારક જે બચલન મનુષ્ય નથી. પહેલાં એક વખત દિલશાદના લગ્નની માગણી તેની તરફથી આવી હતી ત્યારે આપે શું કહ્યું હતું, તે યાદ છે ? જે આપ દૌલત અને માનઈકામની વાત કરતા હો, તે ઘણું વધારે દોલતમંદ અને ભારે ઈજતવાળા - ઉમરાવ દિલશાદખાનમ સાથે શાદી કરવા રાજી છે.”
સુલ્તાન કુલિખાંએ તરત જવાબ આપે નહિ. શે જવાબ આપે ? મલેક મુબારકનાં આચરણ ૫ાં ન હતાં. જે સમયે તે પાયતખ્તમાં હતા તે સમયે આખા ગામમાં તેની વાતે ચાલતી હતી. મહેલમહેલ બાંદીઓ તેની વાત લઈ જતી હતી. દિલશાદખાનમથી આ વાત છાની ન હતી.
- થોડી વારે સુતાન કલિખાએ કહ્યું –“બીબી તું જાણે છે કે આ દુનિયામાં મારા છોકરામાં સૌથી વધારે પ્રિય હોય તો મારી આ બેટી છે. એની બુદ્ધિ વિલક્ષણ છે. તે કોઈ સલ્તનતની મલેકા થવા જેટલી કાબેલ છે.”
“છતાં, અખજાન ! આપ એક સાધારણ આદમી સાથે, અને તે પણ એકચલન નહિ તેવા સાથે, આપ મને શાદી કરવા કહે છે!”
“બેટા! હું કહું છું એમાં કંઈ મતલબ છે. દીકરી! આ દુનિયામાં બધાં કંઈ સારાં માણસો હતાં નથી. જે દુનિયામાં સારાં માણસે ઉભરાઈ જતાં હેત તે આ દુનિયા તે દુનિયા નહિ પણ બહેક્ત બની જાત. બેટા! કેટલાક જુવાનીના ઉછાળામાં આડા વહે છે. જેમ એક નદીનું પાણી ચોમાસામાં ઉભરાઈ આડું વહે છે તેમ કેટલાકનું જીવન ઉચ્છંખલ બને છે. પણ તે સમય જવાની સાથે મંદ પડી જાય છે, અને સીધે રસ્તે પ્રવાહ ફંટાય છે. માણસને પણ તેમ ઘણી વાર બને છે.”
પણ, અબ્બાજાન! આપને આટલો આગ્રહ શા માટે ? આપ પહેલાં કહેતા હતા કે, મારું લગ્ન મારી રજામંદી વગર કરશે નહિ; પણું આજ આપ આમ શા માટે કહો છો ?
બેટા! તું જાણે છે કે, આજકાલ રાજમાં ભારે ગડમથલ થઈ રહી છે. ઉમરાવોમાં બેદીલી ઉત્પન્ન થઈ રહી છે. વછરેઆલમ કાસિમ ખરિદ કેટલાક ઉમરાવેની કાસળ કાઢવા ખટપટ કરી રહ્યો છે.”
“હા, અબ્બાજાન! પણ તેથી શું? આપને કોઈ વાંકે વાળ કરે એમ નથી. આપની વફાદારી જહાંઆકારા છે.”
ખરી વાત, પણ આ દુનિયામાં સગુણને હંમેશા વિજય થતો નથી. આપણું સારા ગુણ આપણું તરક્કીને બદલે આપણને ઘણી વાર હાનિ અને આફતમાં નાખે છે. સીધે રસ્તે ચાલનાર ભીખ માગતાં પણ પેટનું પૂરું કરતાં નથી, જ્યારે આડે માર્ગે જનાર, લોકોને ઠગનાર મોજમાં દિવસ કાઢે છે. મારી વફાદારી જ એ દગાબાજોને ભારે પડે છે. તેઓ શાહનાપર ફાવી શક્તા નથી. તેઓ મને પિતાના માર્ગમાં કાંટારૂપ લેખે છે, અને તેથી તેઓએ એક
પ્રપંચ રચ્યો છે, Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratww.umaragyanbhandar.com