Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
ભમ કાજી
ઉદાસીનતા ઉડી ગઈ. તેણે ત્રાંસી આંખે સેઝિન ભણું જોયું, અને બીજી જ પળે ઝુલ્ફન ભણી નેણુ ઢાળ્યાં. તે બન્ને જણુઓ સૈયદના મનને આછો ભાવ કંઈ કળી ગઈ, અને આ ગમતમાં જમાલ અને શેરખાંને ક્ષણભર વિસરી ગઈ.
“મૌલાના? હવે કેમ છે? આપને હવે જરા આરામ લાગે છે ને?” ઝુલ્ફને પૂછયું.
“ઠીક છે, દિલારા! આ તારા નાજૂક હાથે એ દર્દને દફે કરી દીધું છે અને આ શરાબે અર્ગવાનીએ તેને ઠંડું પાડી દીધું છે. અય સ્વર્ગની પરીઓ ! અહાહા! આં દુનિયામાં ખરી મજાહ બમ્સ બે ચીજમાં છે. જિંદગીની લુલ્ફ સનમ અને સાકીમાં છે. મૌલાના હાફિઝને કલામ છે.
બિયાતા ગુલ બર અફશાનીમ, વ મય દર સાગર અંદાજીમ; ફતકરા સફ બિશ ગાફીમ,
૫ તરહે નવ દર અન્દાજીમ.” એટલું કહી તેણે ફન તરફ તીવ્ર દષ્ટિપાત કર્યો. એક નિ:શ્વાસ નાંખે, અને છાતી પર હાથ મૂકી વિશેષ કહ્યું
બન્ને બહેરૂમાં પણ દૂર ન હોય તો બહેતરમાં જવાની પણ કોઈને વાહેશ થાય નહિ. અને આ દુનિયામાં પણ જે તમારી જેવી ગુલબદન ન હોય તે આ દુનિયા ખરેખર દેખ જ બની જાય.”
એટલું કહી તેણે ગુફનને હાથ પોતાના હાથમાં લીધું અને તેને રમાડવા લાગ્યો.
“મૌલાના! આપનું એહતે વતન કર્યું?” સેઝને પૂછ્યું.
ઈરાન, કહરમાન.” “તે મૌલાના. આપ અહીં શું કરે છે ?” ઝુલ્ફને પૂછયું.
“શું કરું છું? ખુદાનું ધ્યાન ધરું છું; દિવસે ફરું છું. ને રાતે ઉંધું છું, જંગલી પ્રદેશમાં ફરી સચ્ચા દીનને ઉપદેશ કરું છું. રિન્દ છું. હું સુફી છું. સનમની શેપમાં ફરું છું.”
મૌલાના ! આપને ઈમે નક્નમ માલમ છે?” સેઝને પૂછ્યું. હા, જરૂર.” મૌલાના અમારું નસીબ જોઈ આપશે.” “મૌલાના! મને પણ મારું ભવિષ્ય કહી સંભળાવેને?” ગુલફન બેલી.
“અય ગુલે ગુજારા ભવિષ્ય જાણવું સારું નથી. પણ ખયર તમારી મરજી છે તો હું તે કહી સંભળાવીશ. પણ હાં, ત્યાર પહેલાં એક નામ ભરી આપે છે.”
બને જણીઓએ જામ ભરી આપ્યું. સૈયદ નમની પ્યાલીથી મસ્તીમાં આવી બોલ્યા
“અય રકમર ગુલબદન હરે! તમને બંનેને ભવિષ્ય જાણવાની દરકાર છે ?” “હા, મૌલાના!” બન્ને સાહેલી બદીઓએ સાથે જવાબ આપે.
“અચ્છ, તે બન્ને જણું મારી પાસે આવે. એક આ પહેલમાં અને બીજી બીજા પહેલમાં બેસો.”
* આવ આપણે કુલો વરસાવિએ, શરાબ પ્યાલામાં ભરીએ, આસ્માનનું છત તેડી નાંખીએ, અને નવું જ બનાવીએ.
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com