Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
રૌનક મહેલની રાજખટપટ
બને જણઓ સૈયદના ખેાળામાં એક જમણે અને એક ડાબે પડખે બેઠી. સૈયદે એકને જમણે હાથ પોતાના હાથમાં લીધું અને બીજીને ડાબે હાથ લીધે, અને બન્નેના હાથ પોતાના ગળાપર સેરવી દીધા; પછી પોતાના હાથ બનેની કમરની આસપાસ રાખી બન્નેને પોતાના ધણીનું ધ્યાન ધરવા કહ્યું. પછી જાણે ઉધમાં બોલતા હોય તેની માફક ધીમા સ્વરે તેણે કહ્યું –
તમારા બનેને સ્વામી સિપાઈગીરી કરે છે, અને ચંચળ અને જુવાન છે. એનું નામ જમાલ છે, બીજાનું નામ સમશેરખાં છે. જમાલ સિપહાલાર થશે, જંગે મેદાનમાં ફતેહ પામશે, અને તેને ભારે માન ઇક્રમ અને દૌલત મળશે. આખરે તે સુબાગીરી મેળવશે, અને સેઝન તેની બેગમ બનશે.”
સઝન આ સાંભળી હર્ષઘેલી બની ગઈ.
સમશેર દિલેર છે, પણ તે ઘણે અભિમાની છે. તેની તરક્કી થશે, પણ તે ધીમે ધીમે. તે પણ આગળ જતાં સ્વતંત્ર તુફદારી મેળવશે, મોટા અમીર કહેવાશે. પણ તેના પર એક બીજી ઓરતને પ્યાર છે. તે પ્યાર ઝુલ્ફનની આડે આવશે.”
આટલું સાંભળતાં જુન નરમ બની ગઈ. તેનું મહ ઉદાસીન બની ગયું. તેની જાણે કોઈ ઘણા વખતની સાચવેલી, મહામહેનતે એકઠી કરેલી દૌલત લૂંટાઈ ગઈ હોય, બરબાદ થઈ ગઈ હોય તેમ રડવા લાગી.
મૌલાના! મારું શું થશે ?” કહી હુકે ભર્યો.
રડ ના, મારા જીગર ! એમ તારા દિલને દુઃખી કર ના. ખુદાએ સહુ વાતને ઇલાજ કરી રાખે છે.”
“હે મૌલાના ! શું આપ ખરું કહે છે? “ખરું નહિ, તે ટું? તને પવિત્ર માણસના બેલવાપર યાકિન નથીને?” “ના, ના, મૌલાના ! આપના કહેવા પર ચેકિન છે.” સાચું કહે છે? જે જૂઠું બેલીશ, તે તારી મુરાદ બર નહિ આવે.” “ખુદા કસમ! હું સાચું કહું છું કે, મને આપના કહેવા પર પૂરે ઇતબાર છે.”
વારુ, દિલારા! હું તને એક ઉપાય બતાવું છું. આજે તેં મારી ચાકરી કરી છે, તે તેને બદલે હું બરાબર આપીશ. તે નાફરમાન ઓરત તારી આડે આવશે નહિ. સમશેરમિયાં રાતદહાડે તારું જ ધ્યાન ધરશે; તારાપર તે ફિદા કરશે. જો હું તને એક તાવીજ મંત્રી આપીશ, તે તું દરરેજ તારી પાસે રાખજે. શુક્રવારે તેને લોબાનને ધુપ આપજે, અને પીરની દરગાહ પર જઈ પૂલ ચઢાવજે. સમજી?”
“જી, મૌલાના! હું બરાબર એમ કરીશ.”
“વાર તે જાવ, હવે બંને જણ પિતાપિતાના કમરામાં જઈ આરામ કરો. પણ પહેલાં એક સાની ખયરાત કરાવી જાઓ.”
બને જણીઓ કહ્યા પ્રમાણે કરી ચાલી ગઈ. જતાં જતાં સઝન બેલી - “અલિ ! બા, મૌલાના! તે ખરેખર ઘણું હોંશિયાર જણાય છે જે
લે, નિગોડી! હોંશિયાર ન હોય તો આકા આપણને તેની એટલી બરદાશ કરવાનું કહે ખરા કે ?”
“હા, પણ અલી સેઝન? એણે તારા જમાલનું નામ શી રીતે જાણ્યું?
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratwww.umaragyanbhandar.com