Book Title: Raunak Mahelni Raj Khatpat Va Bramhani Vanshna Vidhvansno Prarambh
Author(s): Ramnik A Mehta
Publisher: Gujarati Printing Press
View full book text
________________
નિશ્ચય
૨૮
ઈમુદૌલા તે ઓરડામાંથી ચાલી નીકળ્યો. મલેક મુબારકે નેકરને બોલાવ્યો. તેણે ભોજનની વ્યવસ્થાને માટે હુકમ આપ્યો, અને તે ક્ષણભર ત્યાં બેસી રહ્યો. થોડી વાર પછી સુરાહી કાઢી ફરીથી જામ ભરી ઉડાવ્યું, અને વિચારના મણકા ફેરવવા લાગે
“દિલશાદખાનામ! અહા! બહેસ્તની હૂર ! તું હવે મારા સ્વાધીન આવીશ. સુલ્તાન કલિખા હવે મારા પંઝામાંથી છટકે એમ નથી. જે એ છટકવા ચન કરશે, તે બને તરફથી સંકડામણ છે. ઇઝામુદૌલા પોતાનું કામ કાઢી લેવા માગે છે, પણ એ નથી જાણતો કે, મલેક મુબારક તેને પોતાના લાભને માટે બાજી ખેલી રહ્યો છે.” એટલામાં એક નેકરે આવી ખબર આપી કે દસ્તખાન તૈયાર છે. મલેક મુબારક તે એારડાની ભીંત બાજુના એક ટાંકામાં કાગળ રાખી, બંધ કરી ત્યાંથી ભોજન લેવા ચાલી ગયે.
પ્રકરણ ૪ થું
નિશ્ચય સલતાન કલિખાં પોતાના મહેલમાં આવી પહોંચે. આવતાંની વાર તેણે પિતાના ઓરડામાં જઈ કપડાં ઉતાર્યા માત્ર બદન પર મલમલન પહેરણ અને ઇજારને રહેવા દીધી. ડી વાર પછી તેણે નોકરને હાંક મારી.નોકર તરત જ હાજર થયે. સુલ્તાન કુલિખાંએ તેને ફરમાવ્યું કે, “આજ જનાનખાનામાં જ હું વાળુ કરીશ એમ બાંદીને ખબર કર, અને ભોજનની તૈયારી થતાં મને આવીને ખબર આપવા કહે.” એટલી આજ્ઞા કરી તે નોકરને ત્યાંથી વિદાય કર્યો, અને પોતે તે ઓરડામાં આમ તેમ આંટા મારવા લાગ્યો. તેને આંટા મારતાં જે ભૂલ થઈ. તેના પિતાના મનમાં વિચાર કરવા લાગ્યું. “સુધારવી? શી તદબીરથી, તેમાંથી છટકી જવું? અને તે હિંસક પશુ મલેક મુબારના દાંત શી રીતે તેડવા,' તે સંબંધી તે મનમાં અનેક તરેહની યોજના ઘડવા લાગે. વાંચનાર ! આપણે તેને વિચાર કરતે છોડી તેના પૂર્વવૃત્તાંતપર દૃષ્ટિપાત કરીએ.
સુતાન કુલિખાંને પિતાનું નામ ઉવીશ કુલિખાં હતું. તે કુરાવિન્યુ જાતિને હતું, અને ઇરાનના રાજા અમીર જહા બેગને સંબંધી થતું હતું. તેનું જન્મ સ્થાન ઈરાન દેશના હમદાન પ્રાંતમાં શહાબાદ નગર હતું. તે જાતે ઉખ્ય વંશને હતું, અને ઈરાનમાં તે વખતે બે પક્ષ હતા. કુરા વિજુ, અને એક કવિત્યુ: આ બને પક્ષમાં વિરોધ હતા, અને સામસામી લડાઈઓ થતી હતી; પણ પાછળથી તે વિધિ મટી ગયો હતો. તે સમયે એક કવિત્યુની સત્તા ભારે હતી. સુલ્તાન કલિખાને જન્મ થયો, ત્યાર બાદ તેની ચાલાકી અને હોંશિયારીથી સઘળાને એમ જણાવા લાગ્યું કે, એ આગળ જતાં પોતાની કેમ ઉદ્ધાર કરશે. આ વાત તે વખતના શાહ યાકુબ બેગના જાણવામાં આવી. તેણે જેશીઓને પૂછ્યું તે તેઓએ એમ જણાવ્યું જે, એ આગળ જતાં ઈરાનમાં નહિ, પણ પૂર્વમાં (હિન્દુસ્તાનમાં) રાજસત્તાને પ્રાપ્ત કરશે. આ વાત લિખાંના જાણવામાં આવી અને તેણે પોતાના ભાઈ અમીર અલ્લા કુલિ સાથે હિન્દુસ્તાન મેક્લી આપ્યો. બાળક સુલ્તાન કુલિ પિતાના કાકા સાથે હિન્દુસ્તાન આવ્યો અને બ્રાહ્મણવંશની રાજ્યધાની અહમદાબાદ બિઠુરમાં આવી રહ્યો. ત્યાં શાહી ઠાઠમાઠ જોઈ તેને હિન્દુસ્તાનમાં વાસ વસવાની
Shree Sudharmaswami Gyanbhandar-Umara, Suratvww.umaragyanbhandar.com