________________
(૧૧) મંગલાચરણ (સાર્થ) અહો ! શ્રી સત્પષકે વચનામૃત જગહિતકર, મુદ્રા અરુ સત્સમાગમ સુતિ ચેતના જાગૃત કરે; ગિરતી વૃત્તિ સ્થિર રખે દર્શન માત્રસે નિર્દોષ હૈ, અપૂર્વ સ્વભાવકે પ્રેરક સકલ સગુણ કોષ હૈ. ૧
ભાવાર્થ – વૃત્તિ બાહ્ય ભાવ તજી પ્રભુ સન્મુખ બને તે અર્થે મંગલાચરણ, ભક્તિ શરૂ કરતાં કરાય છે. અહો ! શબ્દ આશ્ચર્યકારી બાબત બતાવનાર છે તેથી બીજી વિચારણા તજી સપુરુષનાં ભક્તિ કરવા યોગ્ય વચનરૂપ અમૃત તરફ બોલનારનો લક્ષ કરાવે છે. બીજાં વચનો કરતાં સપુરુષનાં વચનો ત્રણે કાળના ત્રણે જગતના જીવોને આત્મકલ્યાણ તરફ પ્રેરનાર છે. માટે આશ્ચર્યકારી છે. વળી બીજી આશ્ચર્યકારી બાબતો બતાવે છે. પુરુષની વીતરાગતા સૂચક મુખમુદ્રા તથા તે મહાભાગ્યશાળી સત્પરુષોનો દુર્લભ સત્સમાગમ પણ આશ્ચર્યકારી છે. “મોક્ષકી નિશાની, દેખ લે જિનકી પ્રતિમા' એમ શ્રી કબીર મહાત્માએ વીતરાગ મુખમુદ્રાથી મુગ્ધ બની પ્રકાશ્ય છે. શ્રીમદ્ રાજચંદ્ર પણ કહ્યું છે :
“મોટા પુરુષના સંગમાં નિવાસ છે તેને અમે પરમ સત્સંગ કહીએ છીએ, કારણ એના જેવું કોઈ હિતસ્વી સાઘન આ જગતમાં અમે જોયું નથી, અને સાંભળ્યું નથી. પ્રત્યક્ષ જોગે વગર સમજાવ્યું પણ સ્વરૂપસ્થિતિ થવી સંભવિત માનીએ છીએ, અને તેથી એમ નિશ્ચય થાય છે કે તે જોગનું અને તે પ્રત્યક્ષ ચિંતનનું ફળ મોક્ષ હોય છે, કારણ કે મૂર્તિમાન મોક્ષ' તે સત્પરુષ છે.”