________________
.
મેં જાણ્યું છે કે હું મને જાણતો નથી ત્યાં સુધી કશું જાણતો નથી.
• મારા અજ્ઞાનને ઓળખવા જેટલું જ્ઞાન પણ મને નથી.
• ઉપયોગનો અંતરાભિમુખ અભિગમ તે જ્ઞાનધારા.
• જ્ઞાનધારા અને યોગધારા અથવા જ્ઞાનધારા અને કર્મધારા બંને જ્યારે છૂટા પડી જાય છે ત્યારે જ્ઞાન તૈલવન્ધારાએ પ્રવહે છે. અને તે જ સમ્યગ્દર્શન છે.
અવિનાશીમાં આત્મિક બુદ્ધિ કે શ્રદ્ધા થવા નહિ દે અને વિનાશીમાં જ અવિનાશી બુદ્ધિએ પ્રવર્તાવે તેજ નૈશ્ચયિક મિથ્યાત્વ છે. વાસ્તવિક અજ્ઞાન છે.
સંસારના સુખને સારું માનવામાં સમસ્ત સંસારની અનુમોદના થાય છે; તે મિથ્યાત્વ જ છે.
જ્ઞાનને
મુલાયમ રાખો ! દૃષ્ટિને સ્વચ્છ રાખો ! દૃષ્ટિ સ્યાદ્વાદમય હશે તો જ્ઞાન મુલાયમ રહેશે. આગ્રહ- હઠાગ્રહ-દુરાગ્રહ-કદાગ્રહથી મુક્ત નિરાગ્રહી બનાશે તો પછી વાણીમાં વ્યક્તતા-વિધ્યર્થતા હશે પણ ઉપદેશકતા-આદેશકતા-આજ્ઞાર્થતા નહિ રહે.
૭ દર્શન-જ્ઞાન-ચારિત્ર