________________
નોગૅચા જ
श्रीमद्-गुणविजयगणि विरचित. श्रीनेमिनाथ प्रतुनुं चरित्र.
प्रथम परिच्छेद.
પૂર્વભવ વર્ણન.
6 આ આ દુનિયામા બ્રહ્મારૂપે વંદનીય થયેલા, જેમના ચરણેત વૃઘભનુ લાંછન વિરાટ દૂ છે છત છે, તથા જગતમા ભવ્ય ધમ્રજનો જેમને નમસ્કાર કરી રહ્યા છે, એવા છેગ્રીષભદેવ સ્વામી જયવત વર્તે છે.
ત્રણ ભુવનમા સર્વ સમાન, લવિજનરૂપી કમળને વિકસિત કરવામા કારણરૂપ, મન્મથનું માન માડનારા તથા પૃથ્વીમડલમા પ્રસિદ્ધ થયેલા એવા
શ્રી ત્રિશલાનંદન જયવતા વર્તો. આગમરૂપ કમળને વિકાસ પમાડવામાં રવિ સમાન, એવા મારા સદગુર ચિરકાલ જ્યવત રહે, કે જેમની અદ્દભુત પ્રતિભા (બુદ્ધિ), શિષ્યના અતિ આગ્રહથી ઇચ્છા પૂર્વક જાણે મતિને ઉન્નત બનાવતી હોયની?
દેદીપ્યમાન કેવલ જ્ઞાનરૂપ સુર્યને ધારણ કરનારા એવા શ્રી પુંડરીક ગણધર સ્વામીથી માડીને ગૌતમસ્વામી સુધીના તમામ ગણધરે ગતને પાવન કરે છે.
કનકના નિર્મળ કુંડળને ધારણ કરનારી, જગતને પૂજનીય, સુવિઓના મને વાછિતને પૂર્ણ કરનારી, એવી શ્રી સરસ્વતી દેવી સાક્ષાત અગણિત સુખને ઉપજાવે છે.
ઊપર રહ્યા તે જિનેશ્વરે, ગણધરના તથા શ્રી સરસ્વતીની, પરમ ભક્તિથી પ્રીતિને ઉપજાવનાર તથા માનસિક સુખ કરનાર એવા ચરણકમલ–યુગલને પ્રણામ કરીને શ્રી નેમિનાથ, રામ, કૃષ્ણ, જરાસંધ, એમનું સરલ ચરિત્ર હું (ગુણવિજયગણિ) રચુ છુ.