Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 255
________________ દ્વારકા દહનત્કૃષ્ણનું અવસાન ૨૩ વરસને તારે પ્રયાસ વૃથા થયે. દિમૂઢતાથી લબે ઓળગેલ માર્ગ જેમ મુસાફરને વૃથા થાય છે તેમ. તે સાંભળતાં–શુ અહીં આ કૃષ્ણ?” એમ બોલતે જરા કુમાર એકદમ ત્યાં આવ્યા, અને કૃષ્ણને જોતાં મૂચ્છ ખાઈને જમીનપર પડ્યો, મહાકષ્ટ સંજ્ઞા પામતા કરૂણ સ્વરે રૂદન કરતાં તેણે હરિને પૂછયુંહા! હા! બ્રાંત ! આ શું? અહી તારૂ આગમન કેવું? શુ દ્વારકા બળી ગઈ? શુ યાદવને નાશ થયે? તારી આ અવસ્થાથી શ્રીનેમિની બધી વાણું સત્ય થઈ લાગે છે.” ત્યારે કૃષ્ણ બધે વૃત્તાંત કહી સંભળાવ્યું. એટલે જરા કુમાર ફરી અત્યંત રૂદન કરતા –“હા! અહીં આવેલ જાતાને શુ મેં આ ઉચિત કર્યું? દુર્દશામાં મગ્ન, બ્રાતાઓનુ વાત્સલ્ય કરનાર એવા તને હણતા મને નરક–પૃથ્વીમા પણ કયાં સ્થાન મળશે ? તારા રક્ષણની બુદ્ધિથી મેં વનવાસ સ્વીકાર્યો, પરંતુ હું જાણતા નથી કે વિધાતાએ તારી સમક્ષ આ સ્થાનમાં પશુ મને યમસદશ બનાવી રાયે કે પૃથ્વી ! માગ આપ કે જેથી હું આજ શરીરે આજે તે નરક–પૃથ્વીમા જાઉ હવે પછી અહી રહેવું, તે નરક કરતાં પણ વધારે દુઃખદાયી છે. કારણ કે સર્વ દુઃખ કરતાં મોટામાં મોટું બ્રાહત્યાનું દુખ મને પ્રાપ્ત થયું. હું વસુદેવને પુત્ર અને તારે ભ્રાતા શા માટે થયે? અથવા તે હું મનુષ્ય પણ શા માટે થયે? કે જે મેં આવું કર્મ કર્યું. શ્રીનેમિનું વચન સાભળીને તે જ વખતે હું મરણ કેમ ન પામ્યા? હે હરે! તું હયાત હોય તે મારા જેવા સામાન્ય માણસના મરણથી શુ ઓછું થવાનું હતું?” ત્યારે ગોવિંદ બાલ્યા- “હે ભ્રાત! હવે શોક કરવાથી તને શું વળવાનુ છે? તુ કે હું ભવિતવ્યતાને ઓળંગી શક્તા નથી. યાદવમાંથી તુંજ એક બાકી છે, માટે ચિરંજીવ હવે તું અહીથી એકદમ ચાલ્યા જા. નહિ તે મારા વધના ક્રોધથી રામ તને મારી નાખશે. મારા કસ્તુભ રત્નની નિશાની લઈને તુ પાંડવો પાસે જાય ત્યાં બધે વૃત્તાંત કહે છે તે તને સહાય આપશે. વળી તારે એવી રીતે વિપરીત પગે જવુ કે તારા પગ પાછળ આવનાર રામને તું તરત મળી ન શકે. પૂર્વે એશ્વર્યા મેં મોકલવા વિગેરેથી ખેદ પમાડેલા તે પાંડેને તથા બીજા બધાને મારા વચનથી તું ખમાવજે.” એ પ્રમાણે કૃષણે વારંવાર કહેતા તે જરાકુમાર કસ્તુભ લઈ અને કૃષ્ણના પગમાંથી બાણ ખેંચીને ચાલ્યા ગયે. હવે તે જરાકુમાર ગયે છતે પગની વેદનાથી પીડાયેલ ગોવિદઉત્તર દિશાની સન્મુખ અંજલિ જોડીને કહેવા લાગ્યા કે—“અરિહંત, સિદ્ધ, આચાર્ય, ઉપાધ્યાય અને સાધુ–એ સર્વને મારા ત્રિવિધ નમસ્કાર છે. વિશ્વના સ્વામી ભગવંતશ્રી અરિષ્ટનેમિને નમસ્કાર થાઓ, કે જે જિદ્દે અમ પાપીઓને તજીને પોતે પૃથ્વીપર તીર્થ પ્રવર્તાવ્યું.” એમ કહી ઘાસના સથારાપર રહી, ઢીચણ ઉપર પગ મૂકો અને તેને વરસથી ઢાકીને કેશવ પાછો ચિતરવા લાગ્યા“તે નેમિનાથ

Loading...

Page Navigation
1 ... 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265