________________
૨૨૬
શ્રી નેમિનાથ ચરિત્રથાય છે. મહાત્માઓને આ યુવાને વખત નથી” એ પ્રમાણે વિલાપ કરતાં રામે તે રાત્રિ વ્યતીત કરી અને પ્રભાતે પણ–“હે ભ્રાત! તુ શાથી રૂઠે છે? હવે ઉઠ, ઉઠ, મારાપર પ્રસાદ કર એમ તે વારંવાર કહેવા લાગ્યા હવે કૃણ ઉચા નહીં, એટલે મોહથી હિત રામ ઉઠી, તેને પોતાના ખભે ઉપાડીને મિશિગુફા તથા વનાદિકમાં તે ભમવા લાગ્યા. ભાઈના નેહથી વિમોહિત થયેલ બલદેવે કૃષ્ણના કલેવરને ઉપાડતા અને પુષ્પાદિકથી નિરંતર તેને પૂજતા છ મહિના વીતાવ્યા.
એ પ્રમાણે રામ ત્યાંજ ભમતે છતે વકાર આવ્યું ત્યારે દેવપણાને પામેલ તે સિદ્ધાર્થે અવધિજ્ઞાનથી જોયું, અને વિચાર્યું કે–અહા! ભ્રાતૃવત્સલ મારે ભાઈ મૃત કેશવને ઉપાડી ફરે છે માટે એને પ્રતિબોધ આપું. એણે મને પૂર્વે પ્રાર્યો છે કે આપદા વખતે મને બોધ આપજે એમ ધારીને તેણે પર્વતથી ઉતરતે પાષાણુમી રથ વિફર્ચો. વિષમ પરથી ઉતરીને તે રથ સમ (સરખા) સ્થાનમાં ભાગી ગયો ત્યારે તે દેવ કણબીરૂપે આવીને તે રથને સાંધવા લાગે એટલે બલભદ્રે તેને કહ્યું– અરે મુગ્ધ! રથને સાંધવાને શું વાછે છે? કે જે વિષમ પર્વતથી ઉતરીને સમ સ્થાને ભાગી ગયો દેવ –હજારે યુદ્ધોમાં જે ન હણ, તે યુદ્ધ વિના અત્યારે મરણ પામ્યા એ જીવે, તે માટે રથ પણ સજ થાય. પછી તે દેવ પાષાણુમાં કમળ રોપવા લા. ત્યારે રામ બોલ્યા- “અરે પાષાણુમાં કમલ શું ઉગે ? દેવ બોલ્યો-જે આ તારે લઘુ બ્રાતા મરેલા જીવતે થશે, તે આ કમળ પણ ઉગશે કઈક આગળ જઈને પાછે તે દેવ બળેલા વૃક્ષને જળ સિંચવા લાગ્યા ત્યારે રામે કહ્યુ -અરે બની ગયેલ વૃક્ષ, વધ્યાની જેમ સિંચતા પણ શું પલ્લવિત થાય? દેવે તેને જવાબ આવે-જે તારાખજો રહેલ શબ જીવતે થશે, તે આ પણ ઉગશે 'પાછે તે દેવ યંત્રવિકુને વેજુ પીળવા લાગે એટલે બલભદ્રે કહ્યું–આમાથી તેલ નીકળશે? તેણે કહ્યું–જે તારે મૃત બાંધવ જીવતે થશે, તે આમાંથી પણ તેલની પ્રાપ્તિથી મારી વાંછા પૂર્ણ થશે. ફરી તે દેવ આગળપર વાળ બની ગાના કલેવરના મુખમાં જીવતી ગાયોના સુખમા જેમ નવીન દૂર્વા (ઘાસ) નાખવા લાગ્યું તે જોઈને બલભદ્ર બોલ્યા- અરે મૂઢ માનસી હાડકારૂપ થયેલી આ ગાયે શુ કદિ કઈ ખાય ખરી?” એટલે દેવ –જે તારા ભ્રાતા સજીવન થશે, તે આ ગાય પણ ઘાસ ચરણે હવે બલદેવ મનમાં ચિતરવા લાગ્યા-શુ મારે ભ્રાતા મરણ પામ્યા તે સત્ય હશે? કે આ બધા અલગ અલગ એજ એક વાત જણાવે છે ત્યારે તેનું ચિતિત જાણીને તે દેવ પણ તરત તેની આગળ સિદ્ધાર્થનું સ્વરૂપ ધારીને –આ હું તારે સિદ્ધાર્થ સારથિ છું. તે વખતે દીક્ષા લેતા મરણ પામીને હું દેવપણને પાપે અને તને પ્રતિધવાને અહી આવેલ છું. કારણ કે તે પ્રથમ તેવી માગણી કરેલ હતી.