Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 261
________________ રર૯. :: બળદેવ દેવો નરકમાં શ્રીકૃણને મળવું. મેહથી મોહિત થયેલ રામ ક્રિય શરીર કરીને ગોવિંદની પાસે ગયો, અને પરમ પ્રીતિથી તેને આલિંગન આપીને બોલ્યા-”હ રામ તારે વૃદ્ધ બાંધવ, તારૂં રક્ષણ કરવાને બ્રહ્મદેવલોકમાંથી અહીં આવ્યો છું. માટે કહે, તને પ્રસન્ન કરવા શું કરું?" એમ કહીને તેણે કૃષ્ણને હાથવતી ઉપાડ્યો, પરંતુ હાથમાંથી તે પારાની જેમ શીર્ણ થઈને (વીખરાઈને) જમીન પર પડી ગયે, અને ફરી મળી ગયે. પ્રથમ આલિગનથી, ત્યારબાદ પૂર્વભવ કહેવાથી અને પછી ઉપાડવાથી જાણવામા આવેલ રામને કેશવે અતિ હર્ષથી ઉડીને નમસ્કાર કર્યો પછી બલભદ્ર તેને કહ્યું કે-“હે ભ્રાત! શ્રી નેમિએ તે વખતે વિષયજન્મ સુખને પરિણામે દુઃખરૂપ કહ્યું, અત્યારે તને પ્રત્યક્ષ થયું કર્મથી જકડાયેલ તને દેવલોકમાં લઈ જવાને હુ સમથે નથી. માટે હે હરે! તારા મનની પ્રીતિને માટે હું તારી પાસે રહે ત્યારે શેવિંદ બો – હે બ્રાત! તારે અહીં રહેતાં પણ શું થઈ શકે? ત. અહીં હોય છતાં પૂર ઉપાર્જન કરેલ આ નરકાયું તે મારેજ ભેગવવાનું છે. નરક કરતાં પણ મને અધિક દુઃખ તે તે થયું કે આ મારી અવસ્થાથી શત્રુઓને હર્ષ થયે અને મિત્રોને ખેદ થયે, માટે તું ભરતક્ષેત્રમાં જા અને ચક્ર, શાંગ ધનુષ્ય અને ગદાધારી, પીતવ, ગરૂડધ્વજા અને વિમાન પર બેઠો હાઉ તેવી રીતે મારું સ્વરૂપ લેકેને બતાવ. તથા નીલવસ્ત્ર, તાલધ્વજ, હલ-સુશ. લશસ્ત્રને ધરનાર તથા વિમાન પર રહેલ એવા તારા પિતાના સ્વરૂપને તે સર્વત્ર પગલે પગલે દર્શાવ, કે જેથી “રામ-કેશવ મહા બલવંત, અવિનશ્વર અને સ્વેચ્છા વિહારી છે” એમ પૂર્વના તિરસ્કારને અટકાવાનાર પ્રોષ લાકમા જાહેર થાય.” એ પ્રમાણે સાંભળી અને કબુલ કરીને રામ ભરતક્ષેત્રમાં આવ્યું, અને તેજ રીતે તે બે રૂપ બનાવીને તેણે સર્વત્ર દેખાડયા અને કહ્યું કે “અરે લકે! તમે અમારી સુંદર પ્રતિમાઓ કરીને સર્વોત્કૃષ્ટ દેવ બુદ્ધિથી સ્વીકારો અને પૂજે. કાર કે અમેજ સૃષ્ટિ, સ્થિતિ અને સંહાર કરનારા છીએ. અમે દેવલોકથી અહીં આવ્યા છીએ, અને સ્વેચ્છાએ દેવલોકમાં જઈએ છીએ. દ્વારકાને અમે બનાવી હતી અને જવાની ઈછા થતા અમોએજ તેને સહાર કર્યો, બીજો કોઈ કર્તા (હરનાર) નથી. સ્વર્ગ આપનારા પણ અમે જ છીએ ” એ પ્રમાણે તેની વાણીથી બધા લોકે ગામનગરાદિકમાં રામ-કેશવની પ્રતિમાઓ કરી કરીને પૂજવા લાગ્યા. તે દેવે પ્રતિમાને પૂજનારા લોકોની બહુ ઉન્નતિ કરી. તેથી બધા લેકે તેમના ભક્ત થયા. એ પ્રમાણે રામદેવ બ્રાતાનું વચન ભરતક્ષેત્રમાં બાવને ભાઈના દુ:ખથી મનમા દુભાતે તે પાછા દેવલોકમાં ગયે હવે જરાકમારે આવીને પાંડને કૈભરત્ન આપ્યું અને દ્વારકાના દાહ વિગેરેની વાત કહી, તે સાંભળતા શોકમાં નિમગ્ન થયેલા બાપની જેમ એક વરસ સુધી રૂદન કરતા તેમણે કેશવના વિશેષથી મૂતકાર્યો કર્યા. તેમને દીક્ષા લેવાને

Loading...

Page Navigation
1 ... 259 260 261 262 263 264 265