________________
બો નેમનાથ ચરિ– હવે રામને પૂર્વભવને સંબધી જાતિસ્મરણ જ્ઞાનથી અતિ સંવેગ પામેલ એવો કોઈ એક મૃગ, રામનો સદા સહચારી થયે રામર્ષિની ઉપાસના કરી કરીને તે હરિણ વનમાં ભમતે, અને અન સહિત કાણ-તૃણાદિ લેનારા માણસને શોધતે. જ્યારે તે જોવામાં આવતા, ત્યારે તરતજ આવી ધ્યાનસ્થ રામષિને પગે મસ્તક અડાડીને તે ભિક્ષાદાયકાની સુચના આપતું હતું. એટલે રામર્ષિ પણ તેના ઉપરાધથી ક્ષણભર ધ્યાન મૂકી અગ્રગામી તે મૃગ સાથે ત્યાં ભિક્ષા માટે જતા હતા. એક વખતે તે વન વિભાગમાં સારા કાણને માટે રથકાર આવ્યા અને શ્રેષ્ઠ તથા સરલ એવા ઘણા વૃક્ષને તેમણે કાખ્યા. એવામાં ત્યાં ભમતા તે મૃગલાએ તેમને જોઈને તરત શમર્ષિને નિવેદન કર્યું. તેના ઉપરથી તે મહામુનિએ પણ ચાન પાર્ટ પછી તે રથકારે જમવા બેઠા. ત્યારે અગ્રગામી તે મૃગ સાથે માસ ખમણના પારણે રામર્ષિ ત્યાં આવ્યા. એટલે વૃદ્ધ રથકર રામમુનિને જોતા પ્રસન્ન થઈને ચિતવવા લાગ્યો-“અહા! આ મહાશયમા પણ જંગમ ક૫વક્ષ સમાન એવા આ સાધુ મને પ્રાપ્ત થયા, અહા ! એનું રૂપ! અા સૂર્યસમાન એનું તેજ ! અહા મહાન ઉપશમ ક! આ અતિથિ મુનિએ સર્વથા મને કૃતાર્થ કર્યો. એમ ચિતવી પંચાગ પ્રણામથી ભૂપીઠને સ્પશી તે રથકારે નમન કરીને બલભદ્ર મુનિને અન્ન-પાનાદિ વહેરાવ્યા. ત્યારે રામએિ ચિંતવ્યું કેકોઈ શુદ્ધમતિ શ્રાવક વર્ગફલરૂપ કર્મ ઉપાર્જન કરવાને મને ભિક્ષા આપવા તૈયાર થયો છે. જે આ લિસા હું ગ્રહણ ન કરૂં તે એની સદગતિનો અંતરાય કરનાર થાઉં તે કારણથી આ આહારને હું ગ્રહણ કરું.’ એમ ચિંતવી કરૂણારસ ના ક્ષીરસાગર તથા પોતાના શરીરની અપેક્ષા રહિત છતા રામષિએ તેની પાસેથી આહાર લીધે. એવામાં ઉંચે મુખ કરી રહેલ, અને અશુપાતના જળથી જેણે પિતાના નેત્ર યુગલને ભી જગ્યા છે એવા તે મૃગ, મુનિ અને રથકારને જોતાં ચિંતવવા લાગ્યા કે-અહે કૃપા નિધાન, પોતાના શરીરમાં પણ નિરપેક્ષ તથા તપના એક સ્થાન એવા આમુનિએ રથકાર પર અનુગ્રહ કર્યો. અહો! આ રથકાર ધન્ય છે અને એનો અવતાર સફલ થયે કે જેણે આ ભગવાન મહામુનિને અન્નપાનાદિ લહેરાવ્યા. હું તે મહામદભાગી, તપ કરવાને તથા વિહરાવવાને અસમર્થ છું. તેથી તિર્યંચના ભવથી દૂષિત એવા મને ધિક્કાર થાઓ એ રીતે મુનિ, રથકાર અને મૃગ એ ત્રણે જેટલામાં ધમ ધ્યાનમાં તત્પર થયા તેવામાં મહા વાયુથી હણાયેલ એવું અધ કાપેલ વૃક્ષ તત્કાલ પડી ગયું, એટલે પડતા તે વૃક્ષથી ત્રણે હણાયા. અને મરણ પામીને બ્રહ્મદેવલેકમાં પહોતર નામના વિમાનમાં દેવતા થયા. સાઠ મા ખમણ, સાઠ પક્ષખમણ, તથા ચાર ચાતુર્માસિક વિગેરે દુસ્તપ તપી સો વરસ વ્રત પાળી, બારસો વરસનું આયુષ્ય ભેગવી પાચમા દેવલોકમાં ગયેલ તે બલભદ્રદેવે અવધિજ્ઞાનથી ત્રીજા નરકમાં રહેલ બાતાને જે. એટલે ભ્રાતાના