________________
રરર
શ્રી નેમિનાથ ચરિ– બંને કપાટ ભાંગીને સમુદ્રમાં જેમ વડવાનલ તેમ કુણુ તે નગરમાં પેઠો, અને તે અર્ગલાને લેતા હરિએ તે ઘણા સૈન્યને માર્યો. પછી વશ થયેલ અછદંતને તેણે કહ્યું–હજી પણ અમારૂં ભુજાએલ કયાં ગયું નથી, પુરૂષના શરીરના મલ સમાન એવી લક્ષમી માત્ર ગઈ છે, તે પણ શું થઈ ગયું ? માટે અરે તૃપાધમ! તેં કરું? હવે અમારા પ્રસાદથી પિતાનું રાજ્ય ચિરકાલ નિશ્ચલ રીતે ભગવ. અપરાધી છતાં તને અમે મુક્ત કરીએ છીએ. એમ કહી પગે પડેલ તેને છોડી મૂકી નગરની બહાર ઉદ્યાનમાં જઈને તે બનેએ ભજન કર્યું
પછી દક્ષિણ દિશા તરફ ચાલતાં તે બને કશાંબ વનમાં આવ્યા, અને ત્યાં મદ્યપાનથી, લવણ સહિતના ભેજનથી, ઉણ કાલના વશથી, થાક લાગવાથી, શાકથી, અથવા તે વધારે શું કહેવું? પુણ્ય ક્ષીણ થવાથી કેશવને તીવ્ર તુષા લાગી. ત્યારે કણે બલભદ્રને કહ્યું-બ્રાત! તરસથી તાળવું ચુકાય છે. તેથી વૃક્ષની છાયાથી ત્રાસ છતાં આ વનમાં ચાલવાને હું સમર્થ નથી, બલભદ્ર બાલ્યા–હે બાંધવ! પાણી લાવવાને હું જઈશ, પણ આ વૃક્ષ નીચે વિસામે ખાતા તે સાવધાન થઈને રહેજે. ” ત્યારે ઢીંચણ ઉપર પિતાને પગ મક અને પીત ( પીળા ) વજથી શરીર ઢાકીને માર્ગના વૃક્ષ નીચે હરિ સુતા અને તેને નિકા આવી ગઈ. જળ લાવવા જતાં રામે ફરી તેને હ્યું-“હે પ્રાણુવલભ! જ્યાં સુધી હું પાણી લાવું, ત્યાં સુધી તું ક્ષણવાર સાવધાન રહેજે.” પછી ઉચે મુખ કરીને ફરી બલદેવ બોલ્યા,–“હે વનદેવતા! ગુણ વૃદ્ધ મારે લઘુ ભ્રાતા તમારા શરણે છે. માટે વિશ્વવલલભ એવા એનું તમારે જ રક્ષણ કરવું.' એમ કહીને તે પાછું લાવવાને ચાલ્યા. એવામાં તે વખતે ધનુષ્યને ધારણ કરનાર, વ્યાઘચર્મના વસ્ત્રને પહેરનાર, લાંબા કેશવાળા અને કર્મથી ખેંચાયેલે એ જરા કુમાર શિકારી ત્યાં આવ્યો ત્યાં શિકાર પાછળ ભમતાં તેણે તે પ્રમાણે સુતેલ કૃણને જોયા, અને મૃગની બુદ્ધિથી તેને પગમાં તીક્ષણ બાણ માર્યું, ત્યારે કેશવ એકદમ ઉડીને બોલ્યા–અરે!અપરાધવિના છળથી બોલાવ્યા વિના મને પગમાં બાણ કોણે માર્યું ? ક્યાંઈ પણ મેં જ્ઞાતિ અને નામ જાણ્યા સિવાય કોઈને માર્યો નથી, તે તમે પણ તમારૂ ગાત્ર અને નામ કહા એટલે વૃક્ષના આતરે રહેલ તે ચકિત થઈને ગાયદુવંશરૂપે સમુદ્રમાં ચંદ્રમા સમાન, એવા વસુદેવ રાજાની જરા રાણથી ઉપન્ન થયેલ જરા કુમાર નામે હું રામ-કેશવને માટે ભાઈ છું. શ્રી નેમિનું વચન સાંભળીને કઠણની રક્ષાને માટે હું અહીં આવ્યો છું. આ સ્થાને રહેતાં મને આજ બાર વરસ વીતી ગયા, પરંતુ અહીં કેહવાર કે મનુષ્યને જે નથી, અને તે એ પ્રમાણે લે છે, તે તું કેણ છે?”કૃષ્ણ બાલ્યા–“હે પુરૂષ વ્યાખ્ર! આવ, હું તેજ તારે ભ્રાતા કૃષ્ણ છું, કે જેને માટે તું વનવાસી થયે હે બાંધવા બાર