________________
૧૦.
શ્રી નેમિનાથ ચરિઅસલરૂપમાં આવી ગયે. ત્યારે યથાર્થ રૂપવાળા પિતાના પતિને જોઈને દવદતીએ અતિ પ્રેમથી આલિંગન કર્યું, જેમ લતા વૃક્ષને આલિંગન કરે. પછી દ્વાર આગળ આવેલ નલ રાજાને ભીમરથ રાજાએ આલિંગન દઈને પોતાના સિંહાસન પર માર્યો અને કહ્યું કે –ત મારે સ્વામી છે. આ બધું તારૂ જ છે, તારા આદેશ પ્રમાણે હ કરવા તૈયાર છું.’ એમ છડીદારની જેમ બોલી ભીમરથ નલની આગળ અંજલિ જેડીને બેઠે. એવામાં દાઉપણું પ્રણામ કરીને નલને કહેવા લાગે –“હે નલભૂપાલ! તું સદા મારા નાથ છે. અજ્ઞાનથી તારા તરફ મેં અયુક્ત આચર્યું અને અવિનય કર્યો, તે બધા માટે અપરાધ ક્ષમા કરજે.” તેવામાં તે ધનદેવ સાથે પતિ માટે લેટર્સ લઈને ભીમરથ રાજાને જેવાને આવ્યા. ત્યારે દવદંતીએ ભીમરથ રાજાને કહીને પૂર્વોપકારી એવા તેનું પોતાના બની જેમ ગોરવ કરાવ્યું, પછી પૂર્વના ઉપકારને જાણનારી તથા અત્યંત ઉત્કંઠિત એવી દવદતીએ ત્રાપણુ ગજ, તેની પ્રિયા ચંદ્રયશા, તેની પુત્રી ચંદ્રવતી, તાપસપુરને સ્વામી વસંતશ્રીશેખર, સાર્થપતિએ બધાને ત્યાં પિતાના માણસે મેકલીને બોલાવ્યા, અને નવા નવા આતિથ્ય પામતા તથા ભીમના સત્કારથી મનમાં આનંદ કરતા તે એક માસ રહા. એક વખતે તે બધા ભીમની સભામાં બેઠા હતા, તેવામાં પ્રભાતે તેજના સમૂહરૂપ કઈ દેવ આકાશથી ઉતરી આવીને તે સતીને કહેવા લાગે છે મહાનુભાવા! હું પૂર્વે વિમલામતિ નામે તાપસપતિ હતું, કે જેને તે પ્રતિબંધ પમાડ્યું હતું. તે મરણ પામીને સૌધર્મ દેવલોકમાં કેસર નામના વિમાનમાં કેસર નામે દેવ થયો છું; હું મિથ્યાષ્ટિ હતું, છતાં તે આહંત ધર્મમા મને સ્થાપે, તે ધર્મનું આ સાહ
ભ્ય છે, તારા પ્રસાદથી હું આ સુરસંપત્તિનો તા થયે છું” એમ કહી તે દેવ સાત કોટિ સુવર્ણ વરસાવી, પિતાની કૃતજ્ઞતા પ્રકાશને કયાંક અંતર્ધાન થઈ ગયા. પછી ભીમરથ, દધિપર્ણ, પર્ણ વસંતશ્રીશેખર તથા બીજા પણ મહા બલવંત રાજાઓએ નલને રાજ્યાભિષેક કર્યો, અને નલના આદેશથી તે રાજાઓએ વસુધાને સાકડી બનાવતા એવા પિતપિતાના ઘણા ને એકઠાં કર્યા, એટલે શુભ દિવસે તે રાજાઓની સાથે પોતાની રાજ્યલક્ષમી લેવા ઈચ્છતે એવા અતુલ બલિઇનલ રાજા આશા સન્મુખ ચાલ્યા અને સૈન્યની રજથી સૂર્યને અદશ્ય કરતે નલ કેટલાક દિવસે અશ્ચિના રતિવલ્લભ નામે ઉપવનમાં આવ્યા, નલને આવેલ જાણીને કબર જાણે પ્રાણ આવ્યા હોય તેમ અત્યંત વ્યાકુલ બની ગ. પછી નલે દૂત મોકલીને તેને કહેવરાવ્યું કે–ફરી પાશા લઈને રમત કર, તારી લક્ષ્મી મને આવે અથવા મારી લક્ષમી તને મળી જાય.” તે સાંભળી કુદર સંગ્રામની શંકા દૂર કરીને પૂર્વે વિજયી હોવાથી નલની સાથે ફરીને જુગાર રમવા લાગે, પણ ભાગ્યવાન નલ બધી પૃથ્વીને જીતી ગયે, અને કમર હારી ગયે. કારણ કે ભાગ્ય સીધુ હોય તે વિજય માણસના કરકમલમાં રાજહંસ સમાન