________________
શ્રી કૃષ્ણ વાસુદેવને જન્મ.
૧૭ પૂર્વનો મિત્ર સમજીને તેના પર રહેલી અશોકની છાયાને સ્તંભી દીધી, અને પિત પિતાના કામને માટે ગયા. પછી કામસિદ્ધ કરીને પાછા વળતાં તેમણે તે બાલકને લઈ લીધે, અને નેહથી તેને વૈતાઢ્ય પર્વતપર લઈ ગયા. તે દેવેએ જેની છાયા સ્તભિત કરી એ તે અશોક ત્યારથી પૃથ્વીયર છાયાવૃક્ષ એવા નામથી પ્રખ્યાત થયે. તે બાલકને દેવેએ વૈતાદ્યની ગુફામાં ઉછેર્યો અને આઠ વર્ષ થતાં તેને પ્રજ્ઞપ્તિ પ્રમુખ વિદ્યાઓ શીખવી. તે વિદ્યાઓને લીધે એ આકાશગામી છે. એ આ અવસર્પિણમા નવમો નારદ અને ચરમ શરીરી છે. નારદની આ ઉત્પત્તિ ત્રિકાલજ્ઞાની એવા સુપ્રતિષ મુનિએ મને કહી છે. એ સ્વભાવે કલકપ્રિય અને અવજ્ઞા પામતાં ક્રોધાયમાન થાય છે. એક સ્થાને સ્થિર ન રહેતાં તે સર્વત્ર પૂજાસત્કારને પામે છે
એક વખતે મથુરા નગરીમાં આવેલ કસે સ્નેહથી વસુદેવને બેલાબે, ત્યારે વસુદેવ સમુદ્રવિજય રાજાની રજા લઈને મથુરા નગરીએ ગયા. ત્યાં એકવાર છવયશા સહિત કસે વસુદેવને કહ્યું-“હે મિત્ર! મૃત્તિકાવતી નામે માટી નગરી છે, ત્યાં મારે કાકે દેવક નામે રાજા છે, તેને દેવકન્યા સમાન દેવકી નામે પુત્રી છે, તેને તું પરણુ હું તારે આ અનુચર છું. માટે આ મારી સ્નેહ પ્રાર્થનાનું ખંડન ન કર.” એમ કહેતાં દાક્ષિણ્ય નિધાન વસુદેવ કંસની સાથે વૃત્તિકાવતી નગરી તરફ ચાલ્ય, એવામાં રસ્તામાં નારદને તેમણે જે, એટલે વસુદેવ અને કસે તેની પૂજા કરી અને તેથી પ્રસન્ન થયેલ નારદે પૂછયું કે- તમે બને શા કારણે ક્યાં જાઓ છો?” વસુદેવ બોલ્યો-“હે દેવક રાજાની પુત્રી દેવકીને કંસ મિત્રની સાથે પરણવવા જાઉં છું.” એટલે નારદે કહ્યું કે આ કામ ઠીક આરંડ્યું. આવું કરીને પણ લાયકને લાયકની સાથે ચોગ કરવામાં વિધાતા પણ મૂર્ણ છે. હે વસુદેવ! યુરૂમા જેમ રૂપથી તું ઉત્કૃષ્ટ છે, તેમ સ્ત્રીઓમાં તે દેવકી રૂપની એક રેખા છે. કારણ કે દેવકીને જોતાં તું પરણીશ તે વિદ્યાધરીઓને પણ વધારે હીન માનીશ. આ રોગમાં કંઈ વિના ન થાય. માટે ત્યાં જઈને દેવકીને હું તારા ગુણો કહું છું.” એમ કહી ગગનમાં ઉછળીને તે નારદ દેવકીના ઘેર ગયો. તેણે પૂજા કરતાં નારદે આશીર્વાદ આપે કે –“હે કુમારી! તને વસુદેવ વર મળે.” ત્યારે તેણીએ કહ્યું- વસુદેવ કોણ?નારદ બોલ્યા- મન્મથના રૂપને મથન નરનાર, યુવાન, તથા વિદ્યાધરીઓને પ્રિય એ દશમો દશાહ વસુદેવ તારા સાંભળવામાં નથી આવ્ય શું? તે તે આબાલગોપાલ સિદ્ધ છે. બીજું તે શુ? જેના રૂપ અને સૌભાગ્યની દેવતાઓ પણ બરાબરી કરી શકતા નથી તે વસુદેવ.” એમ કહીને નારદ અદશ્ય થઈ ગયા. તેના વચનથી વસુદેવે દેવકીના હદયમાં પ્રવેશ કર્યો. હવે વસુદેવ અને કંસ તરત કૃતિકાવતી નગરીમાં આવ્યા, દેવક રાજાએ તેમને સત્કાર કર્યો અને ગ્યાસને બેસારીને તેમને