________________
૧૮૮
શ્રી નેમિનાથ ચરિત્ર સામાન્ય રાજાઓને ક્ષોભ હોય, પરંતુ એણે શેખ પૂર્યો, એટલે મને અને રામને પણ ભ થયે ” એમ ચિતવતા કેશવને અસરક્ષકએ આવીને નિવેદન કર્યું કે હે પ્રલે !અરિષ્ટનેમિએ લીલા કરતાં પાંચજન્ય શંખ પૂર્યો. તે સાંભળી વિરમય પામેલ કૃષ્ણ મનમાં ખાત્રી ન થતાં જેટલામાં ઉભો થયો, તેવામાં શ્રીનેમિ પણ ત્યાં આવી પહોચ્યું. એટલે ઉચિતને જાણનાર કૃષેિ આદરપૂર્વક શ્રી નેમિને
મતિ આસન ઉપર બેસારીને ગાદવ સહિત કહ્યું–હે જાત ! શું આજે તે આ શંખ પૂર્યો કે જેના નાદથી સમસ્ત વસુધા હજી પણ ભમાં પડી છે?”શ્રી નેમિએ હા કહી, એટલે પોતે ભુજબલની પરીક્ષા કરવાના ઈરાદાથી કૃણે તેને ગૌરવ આપવા સાથે કહ્યું એ પાંચ જન્યને પૂરવાને મારા વિના બીજે કઈ સમર્થ નથી, અને તમે એને પૂર્યો, તેથી હે ભ્રાતાં અત્યારે હુ સંતુષ્ટ થયે છું, પરંતુ હે માનદ (માન આપનાર) મને 'વિશેષથી પ્રસન્ન કરવા તારું ભુજમલ પણ બતાવ, હે બાંધવ! મારી સાથે જ બાહુ યુદ્ધ કર.” શ્રી નેમિએ “ઠીક છે? એમ કહ્યું, એટલે કુમારાથી પરવરેલા વરકુંજર તે નેમિ અને કેશવ અને આગ્રુધશાળામાં ગયા. હવે સ્વભાવે દયાળુ પ્રભુએ વિચાર કર્યો કે-“મારા હદય, ભુજ કે પગથી દબાયેલ કેશવનું શું થશે? માટે એ અનર્થ ન પામે, અને મારું ભુજનલ જાણી જાય, તેમ મારે કરવું. એમ ધારીને સ્વામીએ કૃષ્ણને કહ્યું–હે બાત! વારંવાર જમીનપર આળોટવાનું આ યુદ્ધ ને સામાન્ય લેક છે, પણ આપણા બંનેનું તે પરસ્પર ભુજાવાળવાથીજ યુદ્ધ થવાનું.” તે વચન માનીને કૃષ્ણ વૃક્ષ શાખાની જેમ પોતાની ભુજા લાબી કરી, એટલે શ્રી નેમિએ તેને કમલનાલની જમ લીલા માત્રમાં નમાવી દીધી. પછી તે પ્રમાણે સ્વામીએ પિતાની ડાબી ભુજા લાંબી કરી. તેનાપર સર્વ બલથી કેશવ વૃક્ષપર વાંદરની જેમ લટકી રહો. શ્રી નેમિને બાય સ્તભ કૃષ્ણ જરા પણ વાળી ન શકયા. મહા પર્વતની પત્થર ભૂમિને શું વનગજ વિદારી શકે? પછી શ્રી નેમિના ભુજા તભને મૂકીને પોતાની વિલક્ષતા(વલખાઈ) ને છુપાવતે અને શ્રી નેમિને આલિંગન આપતે એ વિશુ બો–“હે ભ્રાત! મારા બલથી રામ જેમ જગતને તૃણવત્ માને છે, તેમ તારા છાલથી હું વિશ્વને તૃણવ માનું છું " એમ કહીને તેણે શ્રી નેમિને વિસર્જન કર્યા. પછી રામને કૃણે કહ્યું-“હે બ્રાત! ત્રિભુવનમાં શ્રેષ્ઠ એવું ભાઈન બળ તે જોયુ ? હ વાસુદેવ છતાં વૃક્ષ પર પક્ષીની જેમ એની ભુજામાં લટકી એ, તેથી હું ધારુ છુ કે આના બળની બરાબરી કરે એવા ચક્રવર્તિ કે સુરેંદ્ર પણ નહિ હોય? આવા બળથી એ સમસ્ત ભરતક્ષેત્રને પણ શુ ન સાધી શકે? આપણે એ બાંધવ શુ એવાને એજ રહેશે.?” ત્યારે રામ જેમ બળથી એ ચક્રવર્તિ કરતા પણ અધિક છે, તેમ શાત મૂર્તિથી રાજ્યમા એ નિસ્પૃહ અને નિર્લોભી દેખાય છે. એમ ગમે કહ્યા છતાં શ્રી નેમિના બલથી શકામાં