Book Title: Neminath Prabhu Charitra
Author(s): Atmanandji Jain Sabha Bhavnagar
Publisher: Atmanand Jain Sabha

View full book text
Previous | Next

Page 247
________________ શ્રીરામતીરહનેમિનાં સવાર ર૧૫ ગુફામાં પેઠા. પૂર્વે પટેલ રથનેમિને અંધકારને લીધે ન જોતી અને ઉપર રહેલ એવી તે રાજીમતીએ વસ્ત્રો સુકવવાને મૂક્યા. તેને વારહિત જોઈને કામપીડિત રથનેમિ બોલ્યા–“હે સુંદરી પૂર્વે પણ તારી પ્રાર્થના કરી છે, અત્યારે સંગને અવસર છે. તેના સ્વરથી તેને રથમ જાણીને તરત પોતાના અગપાગ ગાવીને તે બોલી કુલીન પુરૂષને આવું કદી ન છાજે ! સર્વજ્ઞ ભગવંતને તું લઘુભ્રાતા અને શિષ્ય છે. તે અને લોકથી વિરૂદ્ધ એવી આ બુદ્ધિ તને કેમ સુજી ? હું સર્વજ્ઞની શિષ્યા હોવાથી તારૂં વાછિત પૂરીશ નહિ. આવી માત્ર વાંછાથી પણ ત ભવસાગરમાં પડીશ. શાસ્ત્રમાં એવું કહ્યું છે–ચયવ્યને વિનાશ કરતા, સાધવીનો શીલભંગ કરતા, ષિને ઘાત કરતાં અને જિનશાસનની હીલણ કરતાં પ્રાણ સમ્યકવરૂપ વૃક્ષના મૂલમાં અગ્નિ નાખે છે. અર્ગ ધકકુળમાં ઉત્પન્ન થયેલા સર્વે મળતા અગ્નિમાં પેસવાનું કબુલ કરશે, પણ પોતે વમેલ વિષ ભગવાને તે કદી નહિ ઈચ્છે. અરે અપયશના કામી! તને ધિક્કાર છે કે તું જીવિતેના કારણથી વમેલનું પાન કરવાને ઈચ્છે છે. તે કારણથી તને મરણજ કલ્યાણરૂપ છે. હું ઉગ્રસેન રાજાની પુત્રી અને તું સમુદ્ધવિજય રાજાનો પુત્ર, તે અગક કુલના નાગની જેમ આપણે વસેલ વિષ ભેગવવુ ન જોઈએ જેથી તું નિશ્ચિત થઈને નિર્મળ ચારિત્રને આચર. મન્મથથી પીડિત થઈ જે તું જીતુ વાછા કરીશ, તે વાયુથી હણાયેલા વૃક્ષની જેમ અસ્થિર બની જઈશ.” એ પ્રમાણે રાજીમતિએ પ્રતિબોધેલ તે વારંવાર પશ્ચાતાપમાં તત્પર થઈ, સર્વ ભેચછાને તજીને તીવ્ર વ્રત પાળવા લાગ્યા અને તે દુશ્વરિત્ર પ્રભુ પાસે આવી, એક વરસ છશ્વાસ્થ રહી શુદ્ધમતિ એવા તે રથનેમિ મુનિશ્રી કેવલજ્ઞાન પામ્યા હવે ભવ્યરૂપ કમલને સૂર્યસમાન ભગવાન અન્યત્ર વિચારીને પુનઃ એકદા ગિરનાર પર્વતના સહસાવનમા સમેસર્યા. ત્યારે કેશવે પાલક, શબ વિગેરે પત્રાને કહ્યું- અરે! પ્રભાતે ભગવંતને જે પ્રથમ વાંદશે, તેને હું મન માનતા અશ્વ ઍપીશ.” તે સાભળી પ્રભાતે શય્યાથી ઉઠીને ઘરે રહા છતાં શામકુમારે અત્યંત ભાવથી શ્રીનેમિને વાંદ્યા, અને પાલકે મોટી રાત્રે ઉઠી, સારા અશ્વથી ત્યાં જ અભવ્ય પણાથી હદયમા આક્રોશ પામતા તેણે પ્રભુને દ્રવ્યવદનથી વાંદ્યા. એટલે પાલકે દર્પકઅશ્વ માગતા હરિએ કહ્યું- સ્વામી જેને પ્રથમ વદનાર કહેશે, તેને હું અશ્વ આપીશ.” પછી તરત જઈને કેશવે પ્રભુને પૂછયું-“પ્રથમ તમને કેણે વાદ્યા. ?” પ્રભુ બોલ્યા-પાલકે મને દ્રવ્યથી અને શાંબ ભાવથી પ્રથમ વંદન કર્યું ” “એટલે શું ?” એમ કૃષ્ણ પૂછતાં ભગવંત બોલ્યા- આ પાલક અભવ્ય છે, અને જા બવતીને પુત્ર શાંબ તે ભવ્ય ધર્માત્મા છે. ”તે સાંભળીને કોપાયમાન થયેલા કેસરિષ કુણે ભાવહીન એવા તે પાલક પુત્રને કહાડી મૂક્યો અને શાબને મન માનતે અશ્વ આપીને મહામંડલિક બનાવ્યા એ પ્રમાણે શ્રી વિજય ગણી વિરચિત શ્રી અરિષ્ટનેમિના ચરિત્રમાં અગ્યારમે પરિદ સમાપ્ત,

Loading...

Page Navigation
1 ... 245 246 247 248 249 250 251 252 253 254 255 256 257 258 259 260 261 262 263 264 265