________________
શ્રી નેમિનાથ ભગવાનની બાળક્રીડા.
:
-
*
~
*
*
*
કરતાં પણ અધિક શોભાને પામ્યા. જલાને વારંવાર હદયમાં ગાઢ દબાવતા યુવાને વલ્લભાની જેમ મૂકતા નહિ. એવી રીતે ગરમીથી ભીષણ ગ્રીષ્મઋતુમાં કૃણ શ્રીનેમિ સાથે અંતઃપુર સહિત રૈવતાચલના ઉદ્યાન-સરવર પર ગયે. તેની અંદર મજજનકીડા કરવાને શ્રીનેમિ તથા અંત:પુર સહિત કુલ માનસરોવરમા હંસની જેમ પ્રવેશ કર્યો. ત્યાં કંઠ સુધી નિમગ્ન થયેલ કૃષ્ણ-કામિનીઓના સુખને જોતા તરત નવીન ઉત્પન્ન થયેલ કમલિનીના ખંડની બ્રાંતિ થતી, તે વખતે હરિએ પિતે કઈક કામિની તરફે અંજલિજળ ફેંકયું, એટલે તે કુશળકાંતાએ કેગળાના જળથી તેના તરફ પ્રક્ષેપ કર્યો. કેટલીક જળથી ડરતી અને અંગે લાગતી બીકણુ લલનાઓથી જનાર્દન પુતળીઓ સહિત સ્તંભ જેવું લાગતું. કોલની જેમ વારંવાર ઉછળતી તે મૃગાક્ષીએ વેગથી કૃષ્ણના ઉરસ્તટ પર અથડાતી હતી. જલાઘાતથી હરિવનિતાઓના નયને પોતાના ભૂષણ રૂપ અંજન ધોવાઈ જવાથી ઉત્પન્ન થયેલ રેષથીજ જાણે અધિક લાલાશમાં આવી ગયા કૃષ્ણ સપત્નીના નામથી બોલાવેલ કે સુંદરી કૃષ્ણને લીલા કાળથી મારવા મંડી ગઈ. બીજી કાંતાને લાંબા વખત સુધી જોતા કેશવને કેઈક સ્ત્રીએ આવીને કમળના પરાગ મિશ્રિત જળવતી માર્યો. કૃષ્ણની ચારે બાજુ શેપભાવની લીલાની રાસ રમતને યાદ કરાવતી તે સુંદરીઓ વારંવાર ભમવા લાગી. ત્યાં ભાઈના આગ્રહથી શ્રીનેમિ પણ હાસ્ય યુત વચન બાલતી કૃષ્ણાંગનાઓથી ઘેરાયેલા છતાં વિકાર રહિત ક્રીડા કરવા લાગ્યો. “હે દિયર! હવે ક્યાં જવાનું છે?” એમ કહીને હરિની તે પ્રિયતમાઓ સમકાલે ચપેટા-લપડાકથી ઉછળતા જળવતી શ્રી નેમિને મારવા લાગી. જળ છંટકાવથી પડતા કેકાવ–કામિનીઓના હાથાવડ જાણે નવ પલવિત વૃક્ષ હાય તેમ સ્વામી શોભતા હતા. જળક્રીડાના મિષ (બાના) થી સ્ત્રી સ્પર્શ જણાવવાને તે ફણ કાતાઓ શ્રીનેમિના કઠે આલેષ આપતી હતી, છાતી સાથે અથડાતી અને પિતાની ભુજાઓ ઢાંકી દેતી હતી. કોઈ કમલાક્ષી ક્રીડાથી શ્રી નેમિના મસ્તક પર અત:પુરની છત્ર ધરનારીની જેમ છત્રની જેમ સહસ્ત્ર૫ત્રકમળને ધારણ કરવા લાગી. કેઈ હાસ્યથી શ્રી નેમિના કંઠમાં કમળાનાળ નાખવા લાગી, જેમ હાથીના કઠે આલાનશંખલા નખાય છે. કેઈ લલના કંઈક બાનું બતાવીને શતપત્ર કમળથી મદનબાજુથી પણ ન હણાયેલ એવા હૃદયમાં મારવા લાગી. અવિકારી પ્રભુ પણ ક્રિયા-પ્રતિક્રિયાથી તે બધી રમણીઓને રમાડવા લાગ્યા. કીડા કરતા બાંધવને જોતાં કેશવ મનમાં બહુજ હર્ષ પામ્યા, અને ત્યાં જળમા નદીવર ગજની જેમ લાંબો વખત રહ્યો. પછી જળક્રીડા સમાપ્ત કરી હરિ સરોવરથી બહાર નીકળ્યા, તથી સત્યભામા ચને રુકિમણી વિગેરે પણ કાંઠે આવીને બેડી. ત્યારે શ્રીનેમિ પણ રાજહંસની જેમ સરોવર થકી બહાર નીકળ્યા અને