________________
જરાસંધ પ્રતિવાસુદેવને વધ.
૧CG ચડેલ નદીના પ્રવાહની જેમ તે સર્વ અસ્ત્રોથી અલના ન પામેલ તે ચક આવીને એક તુંબડાની જેમ કુણના હૃદયમા વાગ્યું. એટલે જાણે ભેદનીતિથી ભેદાયેલ હોય તેમ પોતાની પાસે રહેલ, સજજ થયેલ જાણે પિતાને પ્રતાપજ હોય તેમ તે ચક્રને કુમણે હાથમાં લઈ લીધું. ત્યારે-“ભરતક્ષેત્રમાં આ નવમે વાસુદેવ ઉત્પન્ન થયે.” એમ બોલતા દેએ આકાશમાંથી ગધેરક અને પુષ્પની વૃષ્ટિ કરી, અને ઉંચેથી તે જયારવ કરવા લાગ્યા. હવે કૃષ્ણ દયા લાવીને જરાસંધને કહ્યું-“ આ પણુ શુ મારી માયા? હજી પણ સમજી જા, હજી પણ પોતાના ઘરે ચાલ્યા જા, મારી આજ્ઞા માની લે. ફરી સંપદાથી અત્યંત આબાદ થા, દુખદાયક માનને મૂકી દે, ઘરડે છતાં હજી જીવતા રહે, વૃથા મર નહિ.” ત્યારે તે અભિમાની
– આ ચક્રને લાંબા વખતથી મેંજ લાલિત કરેલું છે. તેથી મને તે એ ઉમુક (ઉમાડી) સમાન છે, અથવા કુંભારના ચક્ર સમાન છે. જે તારે મૂકવું હાય તે મૂક.” એમ જરાસંધના વચનથી ક્રોધી બનેલ કૃણે જરાસંધ ઉપર તે ચક્ર છોડયું. અહા ! એ પણ સત્ય છે કે પરના આયુધ પુણ્યવતને પિતાના થાય છે તે શત્રુએ છેકેલ જરાસંધ રાજાનું મતક નીચે પડ્યું અને તે ચોથી નરકે ગયે તથા વાસુદેવ ઉપર દેવોએ પુષ્પવૃષ્ટિ કરી,
એ પ્રમાણે શ્રીગુણવિજયગણિ વિરચિત શ્રીમાન અરિષ્ટનેમિના
ચરિત્રમાં આઠમે પરિચ્છેદ સમાપ્ત થયે.